- સોમનાથનો પ્રેમમાં તરસતો સાદ સાંભળી સંગીતા ઝપાટાભેર બાથરૂમમાંથી બહાર આવી. તેના ગૌર દેહ પર રાતા રંગની જરી બોર્ડરવાળી લીલા રંગની સાડી શોભી રહી હતી. ચહેરા પર ધસી આવેલી વાંકડિયા વાળની લટો અને નમણા મુખ પરથી છાલક મારેલું જળ ટપકી રહ્યું હતું. 'ગીત, આજે તો તું નવીનવેલી દુલ્હન લાગી રહી છે.'
સોમનાથે ટયુબલાઈટ બુઝાવીને ડીમલાઈટ ચાલુ કરી. અલીબાગના દરિયાના દૂરથી સંભળાતો તાલબદ્ધ ઘૂઘવાટ અને મંદ મંદ વહેતા પવને વાતાવરણને ઓર આહ્લાદક બનાવી દીધું.
સોમનાથે આંગળે લગાવ્યા વિના આડા કરેલા દરવાજાને હળવેથી હડસેલો મર્યોે. કિચૂક અવાજ સાથે દરવાજા ખુલી ગયો. સોમનાથે ઘરમાં પ્રવેશીને ધીમેથી દરવાજો બંધ કરીને અંદરથી કુંડી લગાવી. રસોઈનું કામ આટોપીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયેલી સંગીતાને તે ઘરમાં શોધી રહ્યો હતો. 'ગીત, કયાંછે તું? સોમનાથનો પ્રેમમાં તરસતો સાદ સાંભળી સંગીતા ઝપાટાભેર બાથરૂમમાંથી બહાર આવી. તેના ગૌર દેહ પર રાતા રંગની જરી બોર્ડરવાળી લીલા રંગની સાડી શોભી રહી હતી. ચહેરા પર ધસી આવેલી વાંકડિયા વાળની લટો અને નમણા મુખ પરથી છાલક મારેલું જળ ટપકી રહ્યું હતું. 'ગીત, આજે તો તું નવીનવેલી દુલ્હન લાગી રહી છે.' કહેતો સોમનાથ સંગીતા તરફ સરક્યો. સંગીતાને જોરથીબાથમાં ભીંસી લઈને બાથરૂમની બહાર ઊભા ઊભા જ તેના રસીલા હોઠ પર તસતસતું ચુંબન કરી દીધું. નરમ હોઠ પર ચંપાયેલા ગરમ હોઠ સંગીતા મદહોશ બની રહી. સોમનાથ તેને પોતાના મજબૂત બાહુમાં નઝાકતથી ઊંચકીને બેડરૂમ તરફ ચાલ્યો. બેડરૂમ તરફ ડગલાં માંડી રહેલા સોમનાથે સંગીતા સામે જોયું. મદહોશીમાં અર્ધબીડાયેલી સંગીતાની આંખો સોમનાથની વાસનાભૂખીનજર સાથેટકરાઈ. જાણે કામદેવની કમાનમાંથી તીર વછૂટયાં હોય તેમ સંગીતા ધાયલ થઈ ગઈ. તેના તનબદનમાં એવી આગ લાગી કે તેસોમનાથનાબાહુમાંજવળખાઈ ગઈ. બેડરૂમમાં જઈને સોમનાથે ટયુબલાઈટ બુઝાવીને ડીમ લાઈટ ચાલુ કરી. અલીબાગના દરિયાનો દૂરથી સંભળાતા તાલબધ્ધ દૂધવાટ અને મંદ મંદ વહેતા પવને વાતાવરણને ઓર આહ્લાદક બનાવી દીધું. દિવાળીની ઘોર અંધારી રાતે રૂમમાં જલની ઝાંખી રોશનીમાં બે મળેલા જીવ એક થઈ ગયા. એવા નથી અણ કે થોડી ખુલ્લી રહી ગયેલી બારીમાંથીચાર આંખો તેમને તાકી રહી છે.
માતાને પરપુરુષ સાથે આવી હાલતમાં જોઈ ગયેલા રોહન-રોહિત ભય અને ક્રોધથી ધૂ્રજી રહ્યાં. કાંઈક બોલવા જતા ભાઈને મોઢે હાથ દબાવી મોટો રોહન તેને દૂર ખેંચી ગયો. આઘાતના માર્યા બંને શૂન્યમનસ્ક બની ગયા હતા. આમ છતાં આ વાતાવરણમાંથી ભાગી છૂટવા માગતા હોય તેમ બંને ભાઈઓએ હાથ પકડીને દરિયા કિનારે દોટ મૂકી. સમુદ્રતટે પહોંચેલા બેઉ ભાઈ એક પત્થર પર ફસડાઈ પડયા. શ્વાસ હેઠો બેઠો પછી બંનેએ એકમેક સામે જોયું. 'ભાઈ, ગામ લોકો આપણી મમ્મી વિશે જે કહેતા હતા તે સાચું પડયું. મને તો પપ્પાની બહુ યાદ આવે છે. જો પપ્પા હોત તો આવું નથાત, બોલકા રોહિતથી વધુ ચૂપ ન રહેવાયું. 'હું' ઓછાબોલા રોહનના મગજમા ંવિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું. 'ભાઈ, હવે આપણે શું કરીશું?' રોહિતે રોહનને ખભેથી હચમચાવીને પૂછયું. થોડીવાર ઉત્તર ન મળતાં રોહિત સમજી ગયો કે રોહન કાંઈક વિચારી રહ્યો છે.
રોહિતની નજર સમક્ષ પિતાના મૃત્યુના ચાર દિવસ પહેલાની રાત તરવરી રહી. બંને ભાઈ તેમના રૂમમાં ઘસઘસાટ ઊંઘતા હતા. બાજુના રૂમમાં માતા-પિતા વચ્ચે દબાયેલા અવાજે થતાં ઝઘડાથી કાગનિંદર ધરાવતા રોહનની આંખ ખુલી ગઈ. સદાશિવ શીંદે પત્નીને કહી રહ્યાં હતા, આજે સોમનાથ શા માટે આવ્યો હતો?' 'એ તમારા જ કાકાનો દીકરો છે. નાના ભાઈને મોટાભાઈના ઘરે આવવા માટે કોઈ કારણ જોઈએ?' સંગીતાએ પતિને ઉત્તર આપવાનો બદલે સામો પ્રશ્ન કર્યો. 'હા, તેને અહીં આવવા માટે કારણ છે, ખાસ કારણ છે.' સદાશિવે વ્યંગમાં કહ્યું, 'જો તમને સોમનાથના અહીં આવવાના ખાસ કારણની ખબર છે તો મને શા માટે પૂછો છો?' સંગીતાએ પતિ સામે તર્કબધ્ધ દલીલ કરી. પત્નીના જવાબથી ઉશ્કેરાયેલા સદાશિવે ઊંચા જઈ રહેલા સાદને પરાણે સંયમમાં રાખીને ઉશ્કેરાટથી કહ્યું ''તને શરમ નથી આવતી મારી ગેરહાજરીમાં સોમનાથને ઘરે બોલાવતાં, ' 'મેં એને નહોતો બોલાવ્યો. એ જાતે જ અહીં આવ્યો હતો. સંગીતાઅ ે પ્રત્યુત્તર વાળ્યો. 'ખોટું નહીં બોલ, છોકરાઓ કોલેજમાં જાય કે તરત તું સોમનાથને ફોન કરીને બોલાવે છે. બપોરે તે બજારમાં પણ નથી હોતો અને પોતાના ઘરે પણ નથી જતો. મેં કેટલીય વખત તારા મોબાઈલના આઉટગોઇંગ નંબરમાં સોમનાથના નંબર જોયા છે. માત્ર બપોરે જ કરેલા. તારી આવી હલકી હરકતોની રોહન-રોહિત પર માઠી અસર ન પડે એટલે મૈતને આડકતરી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે અણસમજ ુ હોવાનો ઢોંગ ચાલુ રાખ્યો. હવે હું તને ખુલ્લા શબ્દોમાં પહેલી અને છેલ્લી વખત પૂછું છું ક ે તે સોમનાથ સાથેના તારા અનૈતિક સંબંધોનો અંત આણીશ કે નહીં?'
પતિની વાત સાંભળીને સંગીતા ક્ષણભર છોભીલી પડી ગઈ. પણ પછીતેનું મગજ ઝપાટાભેર દોડવા લાગ્યું. તે મનમાં વિચારી રહી 'કેટલો ઠંડો છે આ માણસ. મારા બાપે મને એની સાથે એમ સમજીને પરણાવી કે તે ઠાવકો અને સમજદાર છે. એને મારા અને સોમનાથના સંબંધોની જાણ થઈ ગઈ હોય તોય છોકરાનો વિચાર કરીને એણે મને આડકતરી રીતે વાળવાનો પ્રયત્ન કર્યો. હમણાં પણ એનું મગજ ફાટી રહ્યું છે તોય રોહન-રોહિતનો વિચાર કરીને સંયમિત સાથે વાત કરી રહ્યો છે. જો હું સોમનાથને છોડવાની ના પાડીશ તોય એ સંતાનોનો વિચાર કરીને બધું નિભાવી લેશે. તો પછી જેમ ચાલે છે એમ જ ચાલવા દઉં. મારો સંસાર પણ સચવાઈ જશે અને સોમનાથ મારી ભૂખ પણ ભાંગતો રહેશે.
ચૂપ થઈ ગયેલી પત્નીના દિલોદિમાગમાં શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ સદાશિવે સંગીતાને કહ્યું 'મને જવાબ જોઈએ. હમણાં ને હમણાં.' પતિનું બદલાયેલું રૂપ જોઈ સંગીતા વિફરી. 'હું નહીં છોડું સોમનાથને, જાઓ તમારાથી થાય એ કરી લો. મારા ખોળામાં બેસંતાનો આપી દેવાથી તમે પૂર્ણ મર્દ પુરવાર નથી થઈ જતાં.'સંગીતાએ 'મર્દ' શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. 'સંગીતા' બોલતા સદાશિવે હાથ ઉગામ્યો. 'મર્દાનગી દેખાડવા હાથ ઉપાડવાની જરૂર નથી. સોમનાથે બાવીસ અઠવાડિયામાં મને જે આપ્યું છે તે તમારી પાસેથી બાવીસ વરસમાંય નથી મળ્યું' સંગીતાએપોતાના હાથ વડે પતિના હાથને ઝાટકો મારીને નીચે કરી દીધો. પત્નીનું આવું વર્તન અને તેના ઉપર મુકવામાં આવેલા આક્ષેપે સદાશિવને હચમચાવી મુક્યો. તેના શરીરે પરસેવો વળી ગયો. તેના મગજની નસો ફાટી રહી હતી. તેણે જમણા હાથે છાતીનો શો ભાગ દબાવ્યો. તેણે પુત્રને બૂમ પાડી 'રોહન'. રોહન રૂમમાં દોડી આવ્યો. પતિની હાલત જોઈને સંગીતા ગભરાઈ. 'શું થયું? શું થાય છે તમને? રોહન, જલ્દી ડોક્ટરને ફોન કરે. નહીંતો એમ્બ્યુલન્સ બોલાવ.' સંગીતા હાંફળી ફાંફળી બની ગઈ. થોડીવારમાં એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ. બે જણ સ્ટ્રેચર સાથે આવી પહોંચ્યા. સદાશિવને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હૃદય રોગના હુમલા સાથે સદાશિવને બ્રેઈન હેમરેજ પણ થઈ ગયું હતું. ડોક્ટરો તેને બચાવવામાં નિષ્ફળ નિવડયા. ચાર દિવસના હોસ્પિટલવાસના અંતે સદાશિવનું પ્રાણપંખેરું ઊડી ગયું. પિતા જેવો ઠાવકો રોહન બધું સમજી ગયો હતો. સદાશિવને અગ્નિદાહ આપ્યા પછી હ્રદયમાં ભભૂકી રહેલી આગને તેણે મનમાં જદબાવી દીધી. સહાનુભૂતિ દર્શાવવાને બહાને સોમનાથ ઘણીવાર તેમના ઘરે આવી પહોંચતો. તેને બ્રેઈને રોહનના મનમાં દબાવી રાખેલી અગનજ્વાળા ભભૂકી ઉઠતી. પણ તે પરાણે પોતાની જાતને કાબૂમાં રાખતો. 'રખેને મારા હાથે કાંઈ ઊંધુચત્તુંુ થઈજશે તો રોહિતનું ધ્યાન કોલરાખશે. રોહિત મમ્મી જેવો ચંચળ અને જી થોડો નાસમજછે. મનેયોગ્ય સમયની રાહ જોવી પડશે, 'રોહન મનમાં વિચારતો. પણ આજે તેણે સગી નજરે માતા અને સોમનાથને જે અવસ્થામાં જોયા તેના પછી પોતાની જાત પર કાબૂ કરવાનું અઘરું હતું. વિચારોમાં ખોવાયેલા રોહનના હાથની મુઠ્ઠીઓ સજ્જડ ભીડાઈ ગઈ. તેના દાંત ભીંસાયા અને આંખોમાં લોહી પસી આવ્યું. ચહેરા પર નિર્ણાયક રેખાઓ ખેંચાઈ ગઈ.
પિતાના મૃત્યુને છ મહિના વિતી ગયા હતા. રોહને રોહિતને પિતાની ખોટ સાલવા નહોતી દીધી. લાંબા સમયથી ચૂપ બેઠેલા રોહનના બદલાઈ રહેલા હાવભાવ જૂઈને રોહિત રોહનને ફરી હચમચાવ્યો. 'ભાઈ, કાંઈક તો બોલ. શું વિચારે છે.' 'કાંઈ નહીં, ચાલ હવે આપણે ઘરે જઈએ.' રોહને કહ્યું. 'પણ ઘરમાંતો સોમનાથ અંકલ...' રોહિતે ભીતિ વ્યક્ત કરી. હવે એ ચાલ્યા ગયા હતો. પણ ઘરે જઈને તારે મમ્મીને કળાવા નથી
દેવાનું કે આપણે શું જોયું છે. આપણે એકદમ નોર્મલ રહેવાનુંછે, સમજ્યો ને.' રોહને રોહિતને સમજાવ્યો. બંને જણે ઘર તરફ પગ ઉપાડયા, પણ ઘર સુધી જવામાં જાણે તેમના પગ તેમનો સાથ નહોતા આપતા. માંડઘરે પહોંચેલા રોહન-રોહિતને જોઈને સંગીતા બોલી 'આવી ગયા બેઉ ભાઈ? બહુ મોડું કરી નાખ્યું. ચાલો, બંને જણ હાથ-મોં ધોઈ લો.
હું થાળી પીરસું છું. સંગીતાએ ત્રણે માટે થા પીરસી. જમતાં જમતાં સંગીતાએ પૂછયું. 'કે હતી આતશબાજી મઝા આવી હશે ને જોવાન આ તો નગરસેવકે આતશબાજી રાખી એટલે આખા ગામને આવી દિવાળી જોવા મળી. નહીંત ગામલોકો ક્યાંથી આવી મોંથી આતશબાજી કરવાના હતા.
કાંઈક બોલવા જતા રોહિતનો હાથ દબાવ રોહને તેને ચૂપ કરી દીધો. મમ્મી, બહુ મઝા આવી. તું પણ આવી હોત તો? અમૃતને કેટલી યાદ કરી.' રોહન નોર્મલ હોવાનો અભિનય કરતાં ખોટું બોલ્યો. 'બેટા, તારા પપ્પા ગયા એને હજી વરસેય નથી થયું. આવામાં મારું મન નહોતું માનતું. વળી ગામ લોકો પણ વાતો કરે. 'સંગીતાએ આછા રંગની સાડીના પલ્લુથી આંસુ લૂછવાનો ડોળ કર્યો. 'મમ્મી, તને પપ્પાની બહુ યાદ આવતી હોયતો ચાલ આપણે તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી આવીએ.' રોહને માતા સામે અભિનય ચાલુ રાખ્યો. 'અંતિમ ઈચ્છા? પણ તારા પપ્પાતો કર્યાં કાંઈબોલી જ શક્યા હતા?' સંગીતાને પુત્રની વાત સાંભળી અચરજ થયું. 'મમ્મી, યાદ છે પપ્પાએ એક દિવસ કહ્યું હતું કે રોહનનું ભણવાનું પૂરું થઈ જાય પછી આપો કાશીની જાત્રાએ જઈશું.
મારું ગ્રેજ્યુએશન થઈ ગયું છે. સોમનાથ અંકલે હમણાં પપ્પાનો કારોબાર સંભાળી રાખ્યો છે. પણ આપણે ઝાઝો વખત તેમની ઉપર બોજો શી રીતે નાખી શકીએ? કાશીની યાત્રા કરીશું તો પપ્પાના આત્માને શાંતિ મળશે. ત્યાંથી પાછા આવ્યા પછી ધંધો હું જ સંભાળી લઈશ. એક વખત કામે લાગીશ પછી સમય નહીં મળે.રોહને ટૂંકમાં જ ઝાઝુંબધું કહી દીધું. સંગીતા પાસે પુત્રની વાત માનવા સિવાય કોઈ રસ્તો નહોતો.
ત્રણે જણ કાશી પહોંચ્યા. વિવિધ મંદિરોમાં દર્શન કર્યા પછી રોહને સંગીતાને કહ્યું, 'અમારા ટીચરે એક વખત અહીં શતયુગનો કૂવો હોવાની વાર્તા કહી હતી. મને ફક્ત એટલું યાદ છે કે લોકો તેને ધર્મકૂપ, કહેછે. ચાલ આપણે ત્યાં દર્શન કરી ખાવીએ.' ત્રણે જણધર્મકૂપ પાસે પહોંચ્યા. રોહન બોલ્યો 'મમ્મી, તું કૂવા પર વાંકી વળીને જો કૂવામાં પડછાયો જોનાર લાંબુ આયુષ્ય ભોગવેછે એમપણ ટીચરે કહ્યું હતું. ત્યાં સુધી હું અને રોહિત કંકુ-ચોખા અને ફૂલ લઈને આવીએછીએ. બંન ેભાઇ ત્યાંથી રવાના થયા. સંગીતા કૂવામાં પોતાનો પડછાયો એવા મથી રહી, એમ વિચારીને કે તે લાંબા વર્ષો સુધી સોમનાથનું સાંનિધ્ય ભોગવી શકશે. પણ કેમે કરીને તેને પોતાનું પ્રતિબિંબ કૂવામાં ન દેખાયું. થોડીવારમાં રોહન-રોહિત સામગ્રી લઈને પાછાં ફર્યાં. કૂવાની પૂજા કરી બધા મંદિરમાં ગયા. પૂજારીને જોઈને રોહને ભોળા હોવાનો દેખાવ કરતાં કહ્યું, 'મહારાજ, આ કૂવાની વાર્તા અમારા શિક્ષકે કહી હતી. પણ મને બરાબર યાદ નથી. તમે કહી સંભળાવોને.' રોહનની ઉત્સુકતા જોઈને પૂજારીએ દંતકથા કહી સંભળાવી 'આ ધર્મકૂપને યમનો કૂવો કહેવાય છે. શતયુગમાં યમરાજને કોઈએ ચાંડાળ કહ્યા, તેથી ઘવાયેલા યમરાજે ઘોર તપ આદર્યું. ભગવાને યમને વરદાન આપતાં કહ્યું કે આ કૂવો યુગો સુધી સુકાશે નહીં. આ કૂવામાં જોનાર પોતાના જીવન-મૃત્યુ વિશે જાણી શકશે,
જેને પોતાનું પ્રતિબિંબ ધર્મપમાં દેખાય તો લાંબુ આયુષ્ય ભોગવે છે. અને જેને પોતાનો પડછાયો ન દેખાય તે છ મહિનામાં મૃત્યુ પામે છે. આખરે તો મનુષ્યને પોતાના કર્મના ફળ ભોગવવાં પડે છે.' પૂજારીએ ધર્મકૂપ પાછળ રહેલી કથાનું સમાપન કરતાં રોહનના માથે હાથ મૂક્યો. ત્રણે જણ પૂજારીને હાથ જોડી ઊભા થયા.પણ સંગીતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. તેને છાતીમાં ધ્રાસ્કો પડયો. તેનો ખૂબસૂરત ચહેરો વિલાઈ ગયો. રોહન અજાણ્યો બનીને આડી આંખે માતાને જોઈ રહ્યો. ત્રણે જણ અલીબાગ પરત ફર્યાં. પણ સંગીતા હવે અગાઉ જેવી સંગીતા નહોતી રહી. મોતનો ભય તેને ઘેરી વળ્યો હતો. સોમનાથ સાથે સહજીવન માણવાના સપના ચકનાચૂર થઈ ગયા હતા. 'જેને પોતાનો પડછાયો ન દેખાય તે છ મહિનામાં મૃત્યુ પામે છે. આખરે તો મનુષ્યને પોતાના કર્મના ફળ ભોગવવાં પડે છે. પૂજારીના આ વાક્યો સતત તેના કાનમાં દરિયનાના મોજાની જેમ અફળાતા રહેતા. તે બહાવરી બની ગઈ હતી. સોમનાથને તે પોતાની પાસે ફરકવા ન દેતી. પતિનો વ્યવસાય પણ તેણે સોમનાથ પાસેથી લઈને રોહનને સોંપી દીધો હતો. સોમનાથ સમજી નહોતો શકતો કે તેની ગીતને શું થઈ ગયું છે. કોઈપણ દેખીતી માંદગી વિના જ સંગીતા કૃશકાય થતી જતી હતી. કાશીથી પરત ફર્યાના બરાબર છઠ્ઠા મહિનાના અંતે સંગીતાએ આંખો બીડી દીધી. સદાય માટે.
રોહનનું જડબેસલાક આયોજન સફળતાપૂર્વક પાર પડયું હતું. તેણે નિર્દોષ પિતાને મરણોત્તર ન્યાય અપાવ્યાનો સંતોષ લીધો હતો. તેણે પિતાની બિની બાજુમાં માતાની છબિ નહોતી લગાવી. 'રાહ ભટકેલી પત્ની માટે આનાથી વધુ મોટો દંડ કયો હોઈ શકે?' તે સ્વગત બોલ્યો હતો.


