- હું તેમની જૂની કર્મચારીઓમાંની એક છું. તેમના ધંધાના શરૂઆતના દિવસોમાં અમે બહુ કપરી મહેનત કરી છે. અમે સમયની પણ ગણતરી નહોતી રાખતા. ધંધાને પાટે ચડાવવા રાત-દિવસ કર્યા હતા.ત્યારે તો શેઠ કલાકો સુધી ઓફિસમાં બેસતા. હવે ચાર-પાંચ ફેકટરીઓ અને ઓફિસો વચ્ચે વહેંચાઇ ગયા છે, રોહિણી એકીશ્વાસે બોલી ગઇ.
લગ્ન જીવનના ૧૫ વરસ અને નોકરીના ૨૦ વરસમાં કદી આવી લાગણી રોહિણીએ નહોતી અનુભવી.ઓફિસના નવા મેનેજરની નજર તેને બરાબર નહોતી લાગી. એકીટસે તેને જોયા કરતો હતો. રોહિણીની ઓળખાણ સ્વયં શેઠે નવા મેનેજર મિ. શાહ સાથે કરાવી હતી.
'' હું તમને જેની વાત કરતો હતો તે આ છે મિસિસ.શાહ.રોહિણી, આ છે આપણા નવા મેનેજર મિ.વિશાલ મહેતા.''
'' વેલ કમ ટુ અવર કંપની સર'' કહી રોહિણીએ ઔપચારિકતા દાખવવા હાથ મેળવ્યો.''
વિશાલ તમને કાં પણ ગૂંચવણ કે તકલીફ હોય તો રોહિણી સાથે વાત કરજો. એ ચોક્કસ તમને મદદ કરશે. આપણી ઓફિસ માટે બહુ હાર્ડવર્ક કરે છે.,'' શેઠે વળી રોહિણીના વખાણ કરતાં કહ્યુ.
શેઠની વાત પણ સાચી હતી. રોહિણી પૂરી પ્રમાણિકતાથી કંપનીનું કામ કરતી હતી. નાનામાંનાની બાબતો પર તે ધ્યાન આપતી હતી.
જોકે રોહિણીએ એક વાત નોંધી હતી કે વિશાલની નજર તેના પર જ ચોંટેલી હતી, અપલક તે જોઇ રહ્યો હતો. શેઠ વાત કરતા હતા ત્યારે પણ વિશાલ તો રોહિણી સામે જ જોતો હતો.
રોહિણી શેઠની કેબિનમાંથી આવીને પોતાની કેબિનમાં બેસી ગઇ,પરંતુ વિશાલની વર્તણૂકથી તે થોડી વિચલિત જરૂર થઇ હતી. કલાકે ક વિત્યો હશે કે,મિસિસ શાહ, જરા મારી કેબિનમાં આવશો,વિશાલે ઇન્ટરોમથી તેને બોલાવી
જી,સર,કહેતી તે કેબિનમાં ગઇ
શું લેશો ચા કે કોફી
નહીં સર કાંઇ નહીં, રોહિણીએ ટૂંકમાં ઉત્તર આપ્યો.
સ્ટાફ સાથે હમણાં હું એક ઇન્ટ્રોડકટરી મિટીંગ ગોઠવી રહ્યો છું. મને લાગે છે તેમાં આપણે ચા-કોફી-હળવો નાસ્તો આપીએ તો કેવું ?
હા, તમારી વાત બરાબર છે. જોકે આ પ્રકારની મિટિંગ આપણી ઓફિસમાં પહેલી હશે. કોઇએ ઇન્ટ્રોડકટરી મિટીંગ કરી નથી.
તો પછી શેઠ સાહેબને કોઇ વાંધો તો નહીં આવે ને ?
ના,ના, શેઠ આવી બધી માથાકૂટ નથી કરતા, એમ તો વાર-તહેવારે અમે ઓફિસ તરફથી નાસ્તો કરતા હોઇએ છીએ.હજી સુધી કોઇ પ્રોબલેમ થયો નથી.
ફરજ પ્રમાણે સોંપેલું કામ સમયસર થાય તેમજ કામ પ્રત્યેની વફાદારી અને ગંભીરતાથી આપણા શેઠ ખુશ રહે છે. તેઓ વર્કોહોલિક છે, રોહિણીએ શઠની ક્વોલિટીઓ ગણાવતાં કહ્યું.
તમારા પ્રત્યે તેને બહુ માન છે. તમારા વખાણ કરતાં થાકતા નથી.
હું તેમની જૂની કર્મચારીઓમાંની એક છું. તેમના ધંધાના શરૂઆતના દિવસોમાં અમે બહુ કપરી મહેનત કરી છે. અમે સમયની પણ ગણતરી નહોતી રાખતા. ધંધાને પાટે ચડાવવા રાત-દિવસ કર્યા હતા.ત્યારે તો શેઠ કલાકો સુધી ઓફિસમાં બેસતા. હવે ચાર-પાંચ ફેકટરીઓ અને ઓફિસો વચ્ચે વહેંચાઇ ગયા છે, રોહિણી એકીશ્વાસે બોલી ગઇ.જોકે તેની ચકોર નજરે નોંધ્યું કે ત્યારે પણ વિશાલ તેને એકીટશે જોતો હતો.
હું જાઉં સર ?
હા, હા, ચોંકતા જ વિશાલ બોલ્યો. હા, પણ એકાદ કલાકમા ંહું મિટિંગ બોલાવું છું તમે જરા આપણે વાત થઇ તે પ્રમાણે ચા-નાસ્તાની તૈયારી કરાવી રાખજો.
ઓ.કે.સર, બોલતાં રોહિણી કેબિનમાંથી બહાર નીકળી
રોહિણી,વિશાલે મિસિસ શાહની બદલે રોહિણીનું સંબોધન કર્યું
જી,ચોંકતા બોલી. હું આશા રાખુંં છું કે દરેક બાબતમાં મને તમારો પૂરતો સહકાર મળશે.
સર, ઓફિસના કામકાજમાં મેં કદી અસહકાર આપ્યો નથી. રોહિણી વાતને સ્પષ્ટ કરતાં બોલી.
કેબિનમાંથી બહાર નીકળતી વખતે વિચારતી હતી કે આ નવો મેનેજર એક જ દિવસમાં મને મિસિસ શાહ પરથી રોહિણી પર આવી ગયો અને દ્વિઅર્થી વાત કરે છે કે શું ? આ માણસ મને બરાબર નથી લાગતો.હજી તો પહેલો જ દિવસ છે અને નજીક આવવાનો પ્રયાસ કરતો જાય છે. પોતે તો મેનેજર છે એને તો ઓફિસની પૂરતી સત્તા છે. મનોમન રોહિણી વિચારતા-વિચારતા પોતાની સીટ પર ગોઠવાણી.
ત્યાં તો ફરી ઇન્ટરકોમ રણક્યો '' શું છે આજે કેબિનોમાં બહુ આંટાફેરા મારે છે.? સામે છેડે સોના મજાક કરતી બોલી. ઘેલા ન કાઢ, મારા કરતાં ઊંમરમાં નાનો છે.અને હું એક ૧૪ વરસની દીકરીની માતા છું, સમજીને. ગાંડા ન કાઢ. હવે કામની વાત સાંભળ, એ ઇન્ટ્રોડકટરી મિટીંગ બોલાવે છે હમણાં થોડી વારમાં આપણને બોલાવશે.
એ પણ તને ખબર પડી ગઇ
અરે, એના માટે તો મને બોલાવી હતી
એટલે મેડમને પુછીને ...ફરી સોના હસવા લાગી
તું પણ કામધંધા વગરની. આજે કામ પાટે ચડતું જ નથી. પહેલાં શેઠે બોલાવી અને પછી આણે બે-ત્રણ વાર,અન ેહવે મિટિંગ થશે ત્યાં દિવસ પૂરો થવાનો સમય આવશે.ચાલ ,મારે એક લેટર ડ્રાફ્ટ કરવાનો છે.કહી રોહિણીએ ફોન મુક્યો.પરંતુ તેને ુપણ સોનાની ટકોરમાં થોડું ઘણું તથ્ય લાગ્યું.
મેનેજરે મટિંગ બોલાવી. તેમા પણ રોહિણી પર ભાર મુકતો હતો. મારી ગેરહાજરીમાં રોહિણી કર્તા-હર્તા હશે તેને હું તમારા બધાની સામે આ જવાબદારી સોપું છું અને તમારી નાની-મોટી તકલીફો તેને જણાવશો અને તે મને કહેશે.
આ સાંભળી બધાની સાથેસાથે રોહિણી પણ ચોંકી ગઇ. અને નટખટ સોનાએ તો તેની સામે જોઇને આંખ પણ મિચકારી દીધી. રોહિણી પણ હવે કન્ફ્યુઝ થતી હતી કે ે હજી તો પહેલો જ દિવસ છે અને આ શું થઇ રહ્યું છે.
અને એ દિવસ તો પૂરો થઇ ગયો. પરંતુ તેને રહીરહીને વિશાલની વર્તણૂકને લીધે તેના જ વિચારો આવતા હતા અને જાણે તેના દિમાગમાં છવાતો જતો હતો.
સાંજે ઘરે જઇને રોહિત સાથે ઓફિસની વાતો કરી.નવા મેનેજર,મિટિંગની વાતો કરી. રોહિતે ઝાઝો રસ લીધો નહીં. આમ પણ રોહિત બહુ ઓછાાબોલો હતો.કામ સિવાય ઝાઝું બોલતો નહીં.એક ઊચ્ચ કંપનીમાં ઊચ્ચ હોદ્દા પર હતો. તેના માથે ઘણી જવાબદારી હતી.
ધીરેધીરે દિવસો પસાર થતા હતા. રોહિણીને પણ જાણે વિશાલનું આકર્ષણ થતુ ંહતું. હવે એ પણ વિશાલ સાથેે કેબિનમાં બેસીને બિનધાસ્ત વાતો કરતી.સોના પણ તેની મશ્કરી કરી લેતી. હવે એને રોહિત નિરસ લાગતો હતો. લગ્નના આટલા વરસમા ંતેણે કદી રોહિતની નિરસતા વિશે વિચાર્યું નહોતું. તેને તો રોહિતની હોંશિયારી પર ગર્વ હતો. કેટલીય વાર ઓફિસમાં તેનું સમ્માન કરાયું હતું તેની કામની કદર રૂપે વરસમાં ચાર-પાંચ ઇન્ક્રિમેન્ટ તેને આપવામાં આવતા. પરંતુ જાણે રોહિતની એ બધી ગુણવત્તા તેને વિશાલના આકર્ષણ પાસે છેક આટલા વરસે ઓછી લાગવા લાગી હતી. રોહિણી જાણે વિશાલ તરફ ખેંચાવા લાગી હતી.
રોહિણી આવતી કાલે મારો બર્થ ડે ઓફિસમાં નાની પાર્ટી કરીએ અને પછી આપણે ડિનરમાં જઇએ.
વિશાલની વાતથી રોહિણી ચોંકી. અત્યાર સુધી તે કદી કોઇ પરપુરુષ સાથે બહાર ગઇ નથી. વિશાલ સાથે પણ આમ તો તેન ેસારું ફાવવા લાગ્યું હતું. પરંતુ સંબંધો ઓફિસ સુધી જ સિમિત હતા હવે જાહેરમાં કેમ કરીને ..
ઓફિસમાં વાત જાહેર થઇ ગઇ. આવતી કાલે વિશાલના બર્થ ડે નિમિત્તે તેમના તરફથી લંચ હશે જેથી કોઇએ પોતાનું લંચ લાવવું નહીં.
રોહિણીનો ઇન્ટરકોમ રણક્યો, કેમ રે, કાલે વિશાલનો બર્થ ડે છે. શું કેક-બેક કાપવાની છે કે ? જોજે એ તો તારા હાથે જ કપાવશે. ધ્યાન રાખજે જાહેરમાં આવું કાંઇ નહીં કરતી ઓફિસમા ંચર્ચાનો વિષય બની જઇશ.સોના આજે ગંભીરતાથી બોલતી હતી.જાણે રોહિણીનું મનોમંથન સમજી ગઇ હતી.
હં..હં..શું હં..હં કરે છે. બોલતી કેમ નથી.
તું કેબિનમાં આવ, વાત કરું છુ.ં
અને સોના આવી. મને વિશાલ કાલે ડિનર માટે લઇ જવાની વાત કરે છે.
તો ..
તો ..શું હું કદી કોઇ પરપુરુષ સાથે બહાર નથી ગઇ ,ં તું સઘળુ ંજાણે છે.
તો પછી હવે તારો શુ ંવિચાર છે ?
બહુ મૂંઝવણ છે. નહી ંજાઉં તો વિશાલ નારાજ થશે અને જઇશ તો મારી મર્યાદાનો ભંગ થશે, રોહિણી ગૂંચવાતા બોલી.
જો, સાચુ ંકહું તો વિશાલની ખુશી-નાખુશીનો વિચાર નહીં કર તારું મન કહે તે કર,તને સાચું લાગે તે કર, તારા પરિવારને ધ્યાનમાં રાખીને કર,રોહિતને ્ અન્યાય ન થાય તે વિચારીને કર,એકીશ્વાસે સોના બોલી ગઇ.
રોહિણીએ સોના સામે જોયું અને કાંઇ બોલી નહીં.
ઠીકે છે કાલ પડવા દે અને એક લાંબો નિસાસો રોહિમી એ નાખ્યો.
ઘરે પહોંચી જોયું રોહિત આવી ગયો હતો એને જોતાં જ ભેટી પડયો. રોહિણીને તો જાણે આંચકો લાગ્યો. પતિએ કદી આટલો પ્રેમ વરસાવ્યો નહોતો. શુ ંતેને વિશાલના આકર્ષણની જાણ થઇગઇ હશે. રોહિણી ગભરાણી.
શું થયું એકદમ હડબડાતાં બોલી. આમ અચાનક જ તમે..
અરે, વાત જ એવી છે. તને ખબર પડશે તો તું પણ આનંદથી ઝૂમી ઊઠીશ. પરંતુ એ તારા માટે મોટી સરપ્રાઇઝ છે.આવતી કાલે મારી ઓફિસમા ંપાર્ટી છેત્યારે તને આ સરપ્રાઇઝની જાણ થશે.
આવતી કાલે, કેમ આવતી કાલે રાખી..
અરે , આમ કેવું પુછે છે, એ કાંઇ મારા હાથમાં થોડી છે મારી મેનેજમેન્ટે નક્કી કર્યું હોય. આ કાંઇ તમારી ઓફિસ જેવું કામકાજ નથી કે બધુ ંવિશાલ જેવો કર્મચારી નક્કી કરે. આ તો આંતરરાષ્ટ્રીય કંપની છે મેડમ,અમારી તો વાત જ જુદી છે. આજે જાણે રોહિત અલગ જ મુડમાં લાગતો હતો.રોહિમી તેની સામે જોઇ રહી.
કાલે. કાલે કેટલા વાગે
કેમ આમ પુછે છે
ના, પણ કાલે,વિશાલ સરની બર્થ ડે ઓફિસમાં લંચ છે.
બાપ રે, તારો વિશાલ સર બર્થ ડેનું લંચ ઓફિસમાં રાખે.નવરાને કાંઇ કામ છે કે નહીં. આજે જાણે રોહિત ખીલતો હતો.
રોહિણીને શુ ંજવાબ આપવો તે સુઝ્યો નહીં. તેન ેથતું હતુ ંકે તેનો પતિ તેને તો મહેણાં ટોણાં નથી મારતો ન ?
આવતી કાલે મારી ઓફિસમાં મને સહ-પરિવાર સાથે આમંત્રણ છે. રીનાને પણ કોલેજ ન મોકલતી અત્યારે જ તેન ેકહી દે. કેટલા વાગે અમારે પહોંચવાનું છે.
મેડમ તમારે નહીં. આપણ ેબધાએ સાથે જ જવાનું છે. તમે જુઓ તો ખરા કાલે તમારા ઠાઠ શું હશે.
ના,એમ નહીં તો પછી કાલે મારે ઓફિસે નહીં જવાય. તો પછી મારે વિશાલને ના પાડવી પડશે.તેની બર્થ ડે પાર્ટી.
એ તારે કરવુ ંહોય તે કર,મને એમાં રસ નથી. ફરી રોહિત ઓરિજનલ મૂડમાં આવી ગયો. રોહિણી ગૂંચવણમાં પડી ગઇ. વિશાલની બર્થ ડેપાર્ટીનું લંચ કે પછી પતિની સફળતા હવે શુ ંકરવું.
શું મેડમ. મારી સાથે આવો છો ને, કે પછી તમારા વિશાલ સરની બર્થ ડે પાર્ટી...અને રોહિત હસવા લાગ્યો.
વ્હોટ ડેડી, તમને આવું નથી શોભતું, એ પણ મારી મોમ માટે તે તો લાખોમાં એક છે, દીકરી પોરસાતી બોલી
એ તો હું પણ જાણું છું. તેના થકી જ હું આજે આ મુકામ પર પહોંચ્યું છું,બેટા, તું જોજે આજે ઓફિસમાં આપણો વટ કેવોપડે છે.તમારા માટે મોટી સરપ્રાઇઝ છે.
રોહિણીની હવે પોતા પ્રત્યે ધૃણા આવવા લાગી. પતિની નિરસતાને કારણે તે વિશાલ તરફ ખંચાવા લાગી હતી. જે પોતા કરતાં વયમાં પણ નાનો હતો. અને તેનો પતિ તેની સફળતા માટે તેને શ્રેય આપતો હતો. હે ભગવાન, સારુ ંથયું મારી મર્યાદા ન તૂટી નહીં તો હું રોહિતને અને દીકરીને મોં શુ ંબતાવત.
અને બરાબર ૧૧ વાગ્યે તેના ઘર પાસે નવી નક્કોર હોન્ડા ગાડી આવીન ેઊભી રહી. કારમાંથી સફેદ ડ્રેસ પહેરેલા ડ્રાઇવરે રોહિતને સલામ ભરી અને આવીગયાનુ કહ્યું ડેડી, આ ગાડી
આપણને લેવા આવી છે.
શુ વાત કરો છો. રોહિણીની આંખ ફાટી ગઇ.
કેમ,આટલીબધી નવાઇ લાગી. પતિની હોંશિયારી પર વિશ્વાસ નથી ?
રોહિણી છોભીલી પડી ગઇ.
કારમા બેસી ત્રણેય ઓફિસમા ંપહોંચ્યા. ફંકશન શરૂ થયું. રોહિતને કંપનીનો ડારેકટર ધોષિત કરવામા ંઆવ્યો. તેને કાર, ડ્રાઇવર,પોશ એરિયામાં ચાર બેડરૂમનો ફ્લેટ નોકર-ચાકર સિહત આપવાની ઘોષણા થઇ અને પગારમાં તો અધધધ..વધારો થયો હતો.
રોહિતે મેનેજમેન્ટનો આભાર માનતાં પોતાની સફળતાનો શ્રેય રોહિણીને આપતા ંકહ્યું,''આ પ્રોજેક્ટ માટે હું છેલ્લા ચાર વરસથી મહેનત કરતો હતો અને મારી પત્નીને પૂરતો સમય નહોતો આપી શકતો. છતાં તેણે કદી મારી પાસે કોઇ ફરિયાદ કે અસંતોષ જાહેર નહોતો કર્યો. તેણી એક ઉત્તમ પત્ની સાબિત થઇ છે તે જાહેરમા ંકહેતા મને સંકોચ નથી થતો. તેના સહકાર વગર હું કાઇ કરી શકત નહીં.આટલા વરસમાં મેં ભાગ્યે જ તેને કોઇ મનોરંજન કરાવ્યું છે કે બહાર લઇ ગયો છું. તે છતાં તેણે કદી અસંતોષ વ્યક્ત કર્યો નથી.અને તેણે સ્ટેજ પર પત્નીને બોલાવી. રોહિણીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. આ તેનો પતિ રોહિત પોતાની સઘળી હોંશિયારી, બુદ્ધિમતા,ચતુરાઇ અને સફળતાની તેને ક્રેડિટ આપી રહ્યો હતો અને પોતે એક સામાન્ય મેનેજરનું ખેંચાણઅનુભવી રહી હતી. તેને પોતાની જાત પ્રત્યે નફરત છૂટી. તેને થયું પોતાના આ અપરાધ બદલ તે કદી પોતાને માફી નહીં આપી શકે અને પશ્ચાતાપના રૂપે તેણે નોકરીમાંથી રાજીનામું આપવાનો મનોમન નિર્ણય લઇ લીધો.


