- મારી જ ઉંમરના એક છોકરા સાથે મને મૈત્રી છે. અમે એક જ કોલેજમાં ભણીએ છીએ. અમારી ઓળખાણ પાંચ મહિના પૂર્વે થઈ હતી. પરંતુ હવે મારે તેનાથી પીછો છોડાવવો છે.
અમારા એક મિત્રનોે પુત્ર બીમાર પડે છે ત્યારે તેઓ તેને ઘરમાં કોઈ માટે લાવવવામાં આવેલી એન્ટીબાયોટીક દવા આપે છે આ માટે તેઓ ડોક્ટરની સલાહ લેતા નથી શું હું પણ મારા પુત્ર માટે આમ કરી શકું છું?
- એક બહેન (રાજપીપળા)
* ના, આ યોગ્ય નથી. ડોક્ટરની સલાહ વિના આડેધડ એન્ટીબાયોટિકનો વપરાશ બાળકોે તેમ જ પુખ્ત લોકોે માટે યોગ્ય નથી પહેલેથી લાવી રાખેલી દવા આડઅસર ઊભી કરી શકે છે. દરેક દવાના પેકેટ પર તેની એક્સપાયરી ડેટ લખી હોય છે. આ તારીખ પછી એ દવા વાપરવી નહીં. આ ઉપરાંત કેટલીક બીમારીઓમાં એન્ટી બાયોટિક્સની જરૂર પણ હોતી નથી. શ્વાસ સંબંધી સંક્રમણમાં દવા કામ આવતી નથી. આથી ડોક્ટરની સલાહ વિના ક્યારે પણ ઉપચાર કરવોે નહીં . ડોક્ટરને તેમનું કામ કરવા દો. તમે ડોેક્ટર બનવાના પ્રયત્નો કરો નહીં.
હું ગર્ભવતી છું મને નવમો મહિનોે ચાલે છે. મારી તકલીફ એ છે કે દર અડધા કલાકે મારે બાથરૂમ જવું પડે છે. બહાર ગામ હોઈએ ત્યારે બાથરૂમની સગવડ હોય નહીં ત્યારે ઘણી તકલીફ થાય છે. મારી યુરીન ટેસ્ટમાં કોઈ ઈન્ફેક્શન નથી તો પછી આ તકલીફ કોઈ ખાસ કારણ?
- એક યુવતી (અમદાવાદ)
* ડિલીવરી માટેની તૈયારી રૂપે શિશુનું માથું પેલ્વિકમાં દાખલ થાય છે ત્યારે બ્લેડર પર દબાણ આવે છે આ કારણે યુરીન પાસ કરવાની ઈચ્છા થાય છે. આ ચિંતા કરવાનું કારણ નથી. તેમ જ આનો કોઈ ઈલાજ જ નથી. આથી તમારે અકળામણ છોડી આ તકલીફ સહન કરવી જ પડશે. જોકે તમે એ વાતનો આનંદ લઈ શકો છો કે બેબીનું માથું હવે નીચે ઊતરવા માંડયું છે જેથી દુ:ખાવો શરૂ થશે ત્યારે ડિલીવરી આસાન બની જશે.
હું ૨૭ વરસની વિવાહિતા છું. ત્રણ માસ પૂર્વે જ મેં એક પુત્રીને જન્મ આપ્યોે છે. મારી પુત્રી સ્તનપાન કરતી હોવાથી હું ગર્ભ નિરોધક વાપરવા માંગતી નથી. આ પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈએ એ જણાવવા વિનંતી.
- એક યુવતી (સુરત)
* શિશુના જન્મ પછી માસિક શરૂ થયું ન હોય તો પણ ગર્ભ રહી જવાની શક્યતા રહે છે. જોકે સ્તનપાન કરાવતી મહિલાને ગર્ભાધાન રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ આ ફૂલપ્રુફ નથી આથી તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. અવાંછિત ગર્ભધારણ કરવાને બદલે ગર્ભનિરોેધકનો વપરાશ જરૂરી છે.
હું ૧૭ વરસની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને મૈત્રી છે. અમે એક જ કોલેજમાં ભણીએ છીએ. અમારી ઓળખાણ પાંચ મહિના પૂર્વે થઈ હતી. પરંતુ હવે મારે તેનાથી પીછો છોડાવવો છે. પરંતુ તે કહે છે કે એ મને એટલો પ્રેમ કરે છે કે હું તેને છોડી દઈશ તો એ આત્મહત્યા કરશે. આ કારણે હું તેને મારા મનની વાત કહી શકતી નથી. અમારી જાતિ અલગ હોેવાથી મારા મમ્મી-પપ્પા પણ અમારા લગ્ન માટે રાજી થાય એ શક્ય નથી તે મને આસાનીથી છોડશે નહીં એની અને ખાતરી છે. હવે મારે શું કરવું?
- એક યુવતી (મુંબઈ)
* શરૂઆતમાં તમે જ તેને પ્રોત્સાહન આપ્યું હશે. કદાચ એનું વર્તન તમારા અહમ્ને પોેષતું હશે. તમે એને ભાવ આપ્યો નહોય તો એ તમારી આટલી નજીક કેવી રીતે આવી શકે? બે હાથ વિના તાળી પડતી નથી તેને ધીરેથી સમજાવો કે તમે તેના પ્રેમ પ્રદર્શનથી કંટાળી ગયા છો અને હવે એકલા રહેવાનું પસંદ કરો છો.
વાત વધુ આગળ વધે નહીં એ પૂર્વે તેને આ વાત સમજાવી દો. આમ પણ તમારી ઉંમર હજુ નાની છે એટલે લગ્નનો વિચાર કરવાનો પ્રશ્ન જ ઊભોે થતો નથી.
- નયના


