- છેલ્લાં બે વર્ષથી હું એક એન્જિનિયર યુવકના પ્રેમમાં છું. પરંતુ મારી મોટી બહેન હજી કુંવારી છે મારા પ્રેમીએ મને છ મહિનાનો સમય આપ્યો છે. છ મહિનામાં જો હું લગ્ન નહીં કરું તો તે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેશે.
હું ૩૦ વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.
પતિ વાત સ્વીકારે છે, પરંતુ મારાં સાસુસસરા અને દિયર ઈચ્છતા નથી કે અમે ત્યાં જઈને રહીએ છીએ. કહે છે કે નજીક રહેવાથી આબરૂ અને પ્રેમ ઘટી જાય છે. તોે મારે શું કરવું?
એક સ્ત્રી(સૂરત)
* તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.
પ્રશ્ન : હું ૨૭ વર્ષની પરિણીતા છું અને છેલ્લા ૨ વર્ષથી મારી માનસિક સમસ્યામાંથી બહાર આવવાની દવા લઈ રહી છું. ડોક્ટરનું કહેવું છે કે મને ડિપ્રેસિવ મેનિક ડિસોર્ડર છે. હવે હું ગર્ભવતી છું. મનોમન ડરું છું કે ક્યાંક આનાથી મારી બીમારી વધી તો નહીં જાય? મારા થાનારા બાળક પર કોઈ અસર તો નહીં થાય? મારે કોઈ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે?
એક મહિલા (સુરત)
ઉત્તર : તમે તમારા ઓબસ્ટેટ્રિશિયનની સાથે તમારા મનોચિકિત્સકની નિયમિત દેખરેખમાં પણ રહો. તેમને તમે એ માહિતી પણ અચૂક આપી દો કે તમે પ્રેગ્નન્ટ છો.
ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછી માતા બન્યા પછી સ્૬ી ઉપર અચાનક અનેક નવી જૈવિક અને સામાજિક જવાબદારીઓ પણ વધી જાય છે. પરિણામે મન અને મગજ પર તાણ વધે છે અને તેનાથી બીમારી વધારે ઉગ્ર બની શકે છે.
બાઈપોલર ડિસોર્ડરમાં અપાતી કેટલીક દવાઓ ગર્ભમાં વિકાસ પામતા બાળક સાથે સલામત નથી. તેથી તેના વિકલ્પ શોધવા પડે છે. આ નિર્ણય તમારો ડોક્ટર જ લઈ શકે છે કે કઈ દવા આપવી સૌથી સારી રહેશે. દવાનો ડોઝ ઘટાડવા વધારવાની પણ વચ્ચે વચ્ચે જરૂર છે.
મન શાંત રાખો, હકારાત્મક વિચારસરણી, નિયમિત દેખરેખ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી બધી મુશ્કેલીઓ સરળ થઈ જશે.
મારી વય ૨૪ વર્ષની છે. છેલ્લાં બે વર્ષથી હું એક એન્જિનિયર યુવકના પ્રેમમાં છું. આ યુવકના કુટુંબીજનો અમને લગ્ન કરી લેવાનું દબાણ કરે છે. પરંતુ મારી મોટી બહેન હજી કુંવારી છે અને મારા રૂઢીચુસ્ત માતા-પિતા અમારો સંબંધ મંજુર કરશે કે નહીં તેની મને શંકા છે. મારા પ્રેમીએ મને છ મહિનાનો સમય આપ્યો છે. છ મહિનામાં જો હું લગ્ન નહીં કરું તો તે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેશે. એમ તેણે ચેતવણી આપી છે. હવે, મારે શું નિર્ણય લેવો તેનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (સુરત)
* તમારા પ્રેમીનું વર્તન નવાઈ ઉપજાવે તેવું છે. છ મહિનામાં લગ્ન ન કરો તો તે તમને ત્યજી દેવાની ધમકી આપે છે. પ્રેમમાં તો બલિદાનની જરૂર છે. ધમકીની નહીં. સાચો પ્રેમી હંમેશા સામેવાળાની મજબુરી સમજે છે અને તેની સમસ્યાને પોતાની સમસ્યા સમજે છે. તમારો પ્રેમી તમને ખરા હૃદયથી ચાહતો હશે તો તે જરૂર તમારી મુશ્કેલી સમજી શકશે. બીજી બાજુ તમારી બહેનનો પ્રશ્ન છે તે માટે જણાવવાનું કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. તેને પણ જરૂરથી સારું પાત્ર મળશે. આ માટે ધીરજની જરૂર છે. તેને માટે યોગ્ય પાત્ર શોધવામાં કઈ મુશ્કેલી નડે છે એનો તમે ઉલ્લેખ કર્યો નથી. જો યોગ્ય પાત્ર માટે તેના વિચારો શું છે? શું યોગ્ય જીવનસાથી માટેના તેના ચોક્કસ ખ્યાલો છે અને તે કંઈ પણ જતું કરવા તૈયાર નથી? આમ હોય તો તમારે તમારા માતા-પિતાને વિશ્વાસમાં લઈ તમારી સમસ્યા જણાવી દેવી જોઈએ અને બધા સાથે વિચાર વિમર્શ કરી તમારે તમારી પસંદગીના લગ્ન કરી લેવા જોઈએ. આ છ મહિનામાં તમારી બહેનને યોગ્ય પાત્ર મળી જાય તો તમારી સમસ્યાનો આપોઆપ ઉકેલ આવી જશે.
- નયના


