Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 27th, 2024

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારી ઑફિસમાં નોકરી કરતી 30-31 વર્ષની એક નારી  મને ગમે છે. તેની ઈચ્છા જાણવા શું કરવું?  

હું આધેડ વયનો છું. મારી પત્ની બીમાર રહે છે. મને શરીર સુખ મળતું નથી. હું અમારા નજીકના સંબંધીની આધેડ વયની  પત્ની પ્રત્યે આકર્ષાયો છું. મને સતત તેના જ વિચારો આવે છે. તેના વિના રહી શકતો નથી. મેં મારા મનની વાત તેને જણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મને આમા સફળતા મળી નથી. મારી આ વેદના તેના સમક્ષ પહોંચી એ માટે મારે શું કરવું?

- એક ભાઈ

* શક્ય છે કે તમારા સંબંધીની પત્નીને તમારામાં રસ ન હોય! શરીર સુખ મેળવવા માટે તમે બીજા ઉપાય પણ અજમાવી શકો છો. આ માટે તમે કોઈ સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો જેઓ તમને કોઈને કોઈ રસ્તો દેખાડશે જેને કારણે સમાજની મર્યાદા પણ સચવાય અને તમારી સમસ્યાનું સમાધાન પણ મળી રહે.

હું ૨૭ વર્ષનો છું.  હું એક યુવતીના પ્રેમમાં છું. બીજી એક છોકરીએ અમારી વાત તેની મમ્મીને કહી દીધી હતી. તે આ વાત ન કહે માટે હું એ છોકરી સાથે હસીને વાત કરી હતી. આ કારણે મારી પ્રેમિકા મારાથી રિસાઈ ગઈ છે. હું મુંબઈમાં રહું છું અને તે દેશમાં રહે છે. તેના વગર હું રહી શકું તેમ નથી.  આથી તેને મનાવવા મારે શું કરવું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

- એક યુવક (મુંબઈ)

તેને મનાવવાનો પ્રયત્ન બાજુ પર મૂકી હમણા ભણવા અને સારી કારકિર્દી બનાવવા  પર જ ધ્યાન આપો. લગ્ન માટે તમારી ઉંમર નાની છે. અને આ ઉંમરે વિજાતીય આકર્ષણને પ્રેમનું નામ આપી દેવાય છે. તેને તમારામાં રસ હશે તો તે જરૂર તમારો સંપર્ક કરશે. આમ છતાં પણ તમારું મન માનતું ન હોય તો તેની કોઈ બહેનપણી દ્વારા તેને સમજાવવાનો પ્રયત્ન કરો. ''હું તેના વગર રહી શકું  નથી.'' એ માત્ર લાગણીવેડા છે. કોઈના વિના કોઈની જિંદગી અટકતી નથી. સમય જતા તમે પણ તેને ભૂલી જશો અને તમારી જિંદગીમાં એને સ્થાને બીજી કોઈ યુવતી આવશે.

મારું લગ્નજીવન માત્ર ચાર-પાંચ મહિના જ ચાલ્યું હતું. તેના માતા-પિતા તેમ જ ભાઈઓ તેની આવક પર નજર રાખતા હતા. એકવાર હું એને સમજાવીને  ઘરે લાવ્યો હતો. પરંતુ બે મહિનામાં જ તેને તેના પિયરિયા પાછા લઈ ગયા હતા. આ પછી પણ મેં તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ  મને એમા સફળતા મળી નહીં. આ વાતને દસ વરસ થઈ ગયા છે. હું ૪૫ વર્ષનો છું. મારે લગ્ન કરવા છે. મને મોટી ઉંમરની સ્ત્રીઓ પસંદ નથી. નાની ઉંમરની સ્ત્રીઓ લગ્ન માટે રાજી થતી નથી. મારી ઑફિસમાં નોકરી કરતી ૩૦-૩૧ વર્ષની એક નારી  મને ગમે છે. તેની ઈચ્છા જાણવા શું કરવું? અગાઉ જેવો અનુભવ થશે એવો મને ડર લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

- એક ભાઈ (ભાવનગર)

* લગ્ન સફળ થશે કે નહીં એ વાત ગેરન્ટી સાથે કહી શકાય તેમ નથી. આ ઉપરાંત એક વાર ખરાબ અનુભવ થયો એટલે બીજી વાર પણ આમ જ થશે એમ નથી. લગ્નની સફળતાનો આધાર ઘણી બાબતો પર છે. તમે જે મહિલા સાથે લગ્ન કરવા માગો છો શું એને તમારામાં રસ છે? આ વાત જાણવા માટે તમે તમારા કોઈ મિત્રની સલાહ લઈ શકો છો. અથવા હિંમત એકઠી કરી તમેજ તેના દિલની વાત જાણી શકો છો. અને હા, આ ઉંમરે લગ્ન કરવામૈાં કોઈ વાંધો નથી. 

તમે છૂટાછેડા લીધા છે. આથી કુંવારું પાત્ર જ  જોઈએ એવો આગ્રહ રાખવાની મૂર્ખાઈ ન કરો. તમારી જેવી અપેક્ષા છે. એવી સામેવાળાની પણ અપેક્ષા હોય છે આથી બાંધછોડ કરવાની તૈયારી સાથે જ આગળ વધો.

હું ૨૬ વર્ષનો શરમાળ અને ધાર્મિક વૃત્તિવાળો યુવક છું. મેં આજ સુધી જીવનમાં ક્યારે પણ હસ્તમૈથુન કર્યું નથી. છેલ્લા કેટલાક વર્ષથી મને ઉત્તેજના થતી નથી. તેમ જ વીર્ય ઘટી ગયું હોવાનો મને ડર છે. અગાઉ સ્વપ્ન દોષ પણ થતો  હતો. હવે એ પણ બંધ છે. ડૉક્ટર પાસે જતા સંકોચ થાય છે આ માટે કોઈ ઘરગથ્થુ ઉપાય દર્શાવશો.

- એક યુવક

* આ તમારા મનનો ભ્રમ હોઈ શકે છે. અને આમ પણ ડૉક્ટરથી સંકોચ રાખવાનો કોઈ અર્થ નથી. તમે કોઈ સારા ડોક્ટરનો, શક્ય હોય તો સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો  ઓછા ખર્ચે ઈલાજ કરતા હોય છે. આવી ડૉક્ટર પાસે જવાથી ખર્ચો વધે છે. એ માન્યતા દૂર કરો.

- નયના

Tags :