Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- મેં સાંભળ્યું છે કે વધારે  યૌન સંબંધ  સક્રિય થવાથી પતિપત્નીમાં  કમજોરી આવી જાય છે. શું આ વાત સાચી છે? 

મારી દીકરી ૬ વર્ષની છે. હું . પ્રેગ્નન્સીના  આઠમા મહિનામાં જ હતી કે તેનો જન્મ થઈ ગયો હતો. તેણે મોડું  બોલવાનું  શરૂ  કર્યું. ઘણીવાર લાગે છે કે તે હજુ પણ પોતાની વાતને ઠીકથી કહી શકતી નથી. ક્યારેક  લાગે છે  કે તેનો માનસિક વિકાસ પણ પોતાની ઉંમરનાં બાળકો જેવો નથી થયો.  શું ચંબા, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં દીકરીનો ઈલાજ કરાવી શકું?

એક મહિલા (અમદાવાદ)

* તમારા  એસએમએસથી  એ સ્પષ્ટ થતું નથી કે  તમને  એવું  કેમ લાગે છે કે તમારી દીકરીનો માનસિક વિકાસ તેની ઉંમરનાં  બાળકોથી  ઓછો છે.  જો આ વાત તમે ખુલ્લા મને લખી હોત તો કદાચ અમે તમને વધારે  સારી  સલાહ આપી શક્યા હોત . શું તેનો જન્મ સામાન્ય હતો? શું જન્મતા જ તે રડી હતી? શું તેણે પોતાની  ઉંમર પ્રમાણે  હસવા, બેસવા,  ચાલવાનું શરૂ કરી દીધું હતું? જાણે કેટલાંય પ્રશ્નોના ઉત્તર  હકીકતને સમજવામાં  મદદરૂપ  પુરવાર થઈ શકતા હતા. હકીકત જે પણ હોય, તમે તેને પીજીઆઈ, ચંદીગઢ અથવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સ, નવી દિલ્લીમાં લઈ જાઓ તે વધારે સારું રહેશે અને ત્યાંના બાળરોગ વિભાગમાં નિષ્ણાત પાસે લઈ જઈને તેની યોગ્ય તપાસ  કરાવો. મેડિકલ સાયન્સની આ બંને ઈન્સ્ટિટયૂટમાં બાળકના મનોવિકાસ માપદંડની  ઉન્નત   વિશેષજ્ઞાની  સુવિધાઓ ઉપલબ્ધ છે, તેથી તેમાં બાળકના આઈક્યૂ,  વ્યક્તિત્વ વિકાસ અને મગજના વિકાસની બરાબર તપાસ અને ઈલાજ થઈ શકે છે.

અમારાં લગ્ન થયે કેટલાંય વર્ષો   થઈ ગયાં છે, પણ મારા પતિ આજે પણ ઊંઘતાં પહેલાં શારીરિક સંબંધ બાંધવા ઈચ્છે છે. મને વારંવાર એ પ્રશ્ન હેરાન-પરેશાન કરતો રહે છે કે ક્યાંક તેનાથી તેમની કે મારી હેલ્થ પર આગામી સમયમાં કોઈ ગંભીર અસર તો નહીં થાય? મેં સાંભળ્યું છે કે વધારે  યૌન સંબંધ  સક્રિય થવાથી પતિપત્નીમાં  કમજોરી આવી જાય છે. શું આ વાત સાચી છે? યોગ્ય સલાહ આપો.

એક યુવતી (વડોદરા)

* ભૂખ અને તરસની જેમ  સેક્સ પણ  માણસની સહજ પ્રકૃતિનો ભાગ છે. દાંપત્યજીવન તેના વગર અધૂરું  છે. હવે એ  મુદો કે કોઈ પતિપત્ની  કેટલા સમયગાળા  પછી સેક્સનું  સુખ મેળવે, તો આ તેમનો વ્યક્તિગત  નિર્ણય હોય છે.  તેને કોઈ ગણિતમાં  બાંધવું યોગ્ય નથી. બંનેને  જેમાં સુખ મળે તે જ યોગ્ય અને સ્વીકાર્ય છે. પતિપત્નીમાંથી  કોઈ એક  જ વધારે નકારે, તો ખૂબ જલદી દાંપત્યમાં  પ્રેમનો  રંગ ફિક્કો પડવા લાગે છે.   આ તો થયો તેનો મનોવૈજ્ઞાાનિક પક્ષ. જ્યાં સુધી સેક્સની શારીરિક સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરની જિજ્ઞાાસા છે, તમારા મનમાંથી એ  શંકા બિલકુલ  કાઢી નાખો કે  સેક્સ  સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર કરે છે. એ હકીકત છે કે રૂઢિચુસ્ત  સમાજમાં  એવી કેટલાંય પ્રકારની માન્યતા જીવિત છે, જેનાથી લાગે છે કે સેક્સ  પુરુષને દુર્બળ બનાવે છે. તમે બિનજરૂરી આ સાંભળેલી-સંભળાવેલી નકામી વાતોમાં ગૂંચવાઈ જવાના બદલે પોતાના દાંપત્યજીવનને પ્રેમના ૧૨ માસી વસંતથી  હર્યુંભર્યું રાખો.   તેમાં જ જીવનનું સુખ છે.

મારો દીકરો ૬ મહિનાનો છે. સમસ્યા એ છે કે તે પેટ ભરીને દૂધ નથી પીતો. મને ઘણું દૂધ ઊતરે છે, પણ મારા સાસુમા કહે છે કે મારું દૂધ પાતળું છે. ડૉક્ટરના કહેવાથી અમે તેને પેકિંગ પૂરક આહાર આપીએ છીએ, વિકાસમાં અવરોધક તો નહીં બને?

એક મહિલા (સુરત)

*  હવે તમારો દીકરો ૬ મહિનાનો થઈ  ગયો છે, તેથી તે યોગ્ય છે કે તેને તમારા દૂધ સાથે પૂરક આહાર પણ મળતો રહે, પરંતુ આ પૂરક આહાર પેકિંગ ફૂડ જ હોય તે જરૂરી નથી. હકીકત તો એ છે કે બાળક માટે પેકિંગ બેબી ફૂડના  બદલે  ઘરનું તાજું  ભોજન હંમેશા ં વધારે સારું હોય છે. પેકિંગ ફૂડમાં એવો કોઈ ગુણ નથી હોતો, જેની આગળ ઘરમાં  બનેલું ભોજન  ફિક્કુ પડતું  હોય.  હા, તેને  બનાવતા  અને  બાળકને ખવડાવતી વખતે સફાઈનું  ધ્યાન ર ાખવું  જરૂરી છે.  ૬ મહિનાની ઉંમરથી તમે બાળકને નક્કર આહાર આપવાનું શરૂ કરી શકો છો.  શરૂઆત  મસળેલાં ફળ અને શાકભાજીથી કરો. ફળોમાં મસળેલું  કેળું, પપૈયું, ચીકુ,  કેરી અને નાસપાતી અને શાકભાજીમાં ગાજર, દૂધી, બીટ અને ટમેટાનો પાતળો સૂપ બાળકને સહેલાઈથી પચી જાય છે. જ્યારે  તે આ વસ્તુઓ  ખાવા લાગે, તો  તેને  વટાણા, વાલોળ, વાલ અને  પાંદડાયુક્ત શાકભાજી  આપવાનું પણ શરૂ કરી શકો  છો. ૬ મહિનાની ઉંમરે તમે ચોખા અને મગની દાળની ખીચડી પણ આપી શકો છો. થોડા દિવસ પછી  રવા ખીર, સોજી, શીરો, શૂલી અને દૂધમાં ડુબાડેલા બિસ્કિટ પણ આપી શકો છો. ઈચ્છો તો વચ્ચે વચ્ચે મોસંબી,  સંતરા અને સફરજનનો રસ પણ આપી શકો છો.  જ્યારે બાળક ૭-૯ મહિનાનું થઈ જાય તો તમે તેને બાફેલા ઈડાનો પીળો ભાગ આપવાનું શરૂ કરી શકો છો. પહેલાં તો  તેનો એક ચતુર્થાંશ ભાગ જ આપો. પછી ધીમેધીમે સફેદ ભાગ આપવાનું પણ શરૂ કરો. બાળકને  જેટલી ભૂખ હોય,  જેવી રુચિ હોય, તે અનુરૂપ ખવડાવો-પિવડાવો. ખાણીપીણીમાં વિવિધતા રાખો.

- નયના