- મારા ભાવિ પતિ મને સ્પર્શ કરે છે અને આલિંગનમાં લે છે. પરંતુ મને કોઈ પણ પ્રકારની ઉત્તેજના થતી નથી. હું લગ્ન પછી તેમને જાતીયસુખ આપી શકીશ કે નહીં
* હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. મારી સમસ્યા એ છે કે સંભોગ દરમિયાન હું મારા પતિને સંતુષ્ટ કરી શકતી નથી. સમાગમ દરમિયાન મારામાં કામેચ્છા જાગૃત થતી નથી. છેલ્લા બે વરસથી મને આ સમસ્યા છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક મહિલા (મુંબઈ)
* ઘર ગૃહસ્થીની જંજાળમાં આ સમસ્યા સામાન્ય છે. કેટલીકવાર હાર્મોનલ કે ઈન્ડોક્રિનલ ડિસઓર્ડર કે બીજા મેડિકલ કારણસર પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. તમારે કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને દેખાડવાની જરૂર છે. આ પૂર્વે તમારી સેક્સ લાઈફ સંતોષજનક હોય અને આ સમસ્યા હમણા જ ઉત્પન્ન થઈ હોય તો આ એક સેકંડરી પ્રોબ્લેમ છે. માનસિક તાણ, વ્યગ્રતા, પારિવારિક ચિંતા કે કોઈ દવાની આડઅસર પણ હોઈ શકે છે.
* હું ૧૯ વર્ષનો છું. મને છોકરીઓ તરફ જોવામાં જ શરમ આવે છે કોઈ છોકરી સાથે વાત કરતા પણ સંકોચ થાય છે. આ કારણે હું હજુ સુધી કોઈના પ્રેમમાં પડયો નથી. મારે છોકરીઓ સાથે મૈત્રી બાંધવી છે પણ બાંધી શકતો નથી આ કારણે મારો આત્મવિશ્વાસ પણ તૂટી ગયો છે. શંું લગ્ન પછી હું પત્નીને સુખ આપી શકીશ?
એક યુવક (સુરત)
* તમને છોકરીઓની શરમ કેમ આવે છે? શું તેઓ તમને ખાઈ જશે કે મારી નાખશે? છોકરીઓ ડાકણ નથી. તમે તેમની સાથે વાત જ નહીં કરો તો મૈત્રી કેવી રીતે કરશો? તમારી શરમ પ્રેક્ટિસથી જ દૂર થશે. આથી મનની ચિંતા કે ડર દૂર કરી હિંમત એકઠી કરી વાત કરવાની શરૂઆત કરો. તમે વાત કરશો અને તેમને એ પસંદ નહીં પડે તો તેઓ તમારી સાથે વાત નહીં કરે. આથી વધુ કોઈ નુકસાન થવાનું નથી આ ઉપરાંત તમારી દોસ્તી થશે એ બધી જ છોકરીઓ સાથે પ્રેમનું ચક્કર શરૂ થશે એવો ભ્રમ હોય તો તે પણ દૂર કરી લો. શરૂઆતમાં આ કામ અઘરું લાગશે પણ સમય જતા તમારી શરમ દૂર થતી જશે.
* મારા વેવિશાળ થઈ ગયા છે. ટૂંક સમયમાં જ મારા લગ્ન છે. મારા ભાવિ પતિ મને સ્પર્શ કરે છે અને આલિંગનમાં લે છે. પરંતુ મને કોઈ પણ પ્રકારની ઉત્તેજના થતી નથી. હું લગ્ન પછી હું તેમને જાતીયસુખ આપી શકીશ કે નહીં એની મને ચિંતા છે.શું હું નોર્મલ છું?
એક યુવતી ( ભાવનગર)
* દરેક યુવતી તેમના ફિયાન્સ સાથે આસાનીથી સંબંધ બાંધી શકતી નથી. આ માટે સમયની જરૂર છે. એકબીજાને જાણવાની અને ઓળખવાની જરૂર છે. ઉત્તેજના વગર સ્પર્શનો અનુભવ મેળવી શકાતો નથી. કેટલીક વાર શરમ અને સંકોચ પણ આડે આવે છે. આની ચિંતા કરવાની જરૂર નથી. તમારા ભાવિ પતિ સાથે મૈત્રી વિકસાવો. એકબીજાના વિચારો જાણવાના પ્રયાસ કરો. તમે એકબીજાને પ્રેમ કરતા હશો તો તમે સુખી વૈવાહિક જીવન પસાર કરી શકશો.
* હું ૨૬ વરસનો અપરિણીત યુવક છું. છેલ્લા પાંચ વરસથી કસરત કરવા માટે જીમમાં જાઉં છું અને મારું સ્વાસ્થ્ય પણ સારું છે. મારી સમસ્યા એ છે કે અત્યાર સુધી મેં પાંચ છોકરીઓ સાથે શારીરીક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આમા મને સફળતા મળી નથી. મારું લિંગ પૂરેપૂરું ઉત્તેજીત થતું નથી. સમાગમ પૂર્વે જ સ્ખલન થઈ જાય છે. યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)
* તમારા પત્ર પરથી લાગે છે કે તમે અંદરથી ગભરાવ છો. તમે પરેશાન પણ છો મનની કોઈ ચિંતા કે ડરને કારણે પણ આમ થઈ શકે છે. તમારી સાથે છોકરી હોય ત્યારે આ ડર વધી જાય છે. આ કારણે તમને શીઘ્ર સ્ખલન થાયછે. આ માટે તમને બિહેવિયર થેરપીની જરૂર છે. કોઈ મનોચિકિત્સકની સલાહ લઈ ઈલાજ કરાવો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. થેરપી તેમ જ દવા લીધા પછી પૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશો.
- નયના


