સહિયર સમીક્ષા .
- હું 22 વરસનો યુવાન છું. એક છોકરીને પ્રેમ કરું છું. જો ભવિષ્યમાં અમારા ઘરવાળા અમારાં લગ્ન માટે સંમત ન થાય તો અમારે લગ્ન કેવી રીતે કરવાં જોઈએ?
* હું ૨૨ વરસનો યુવાન છું. એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા ઈચ્છીએ છીએ, પરંતુ અમને લાગે છે કે ઘરવાળા સંમત થશે નહીં. હું બીજા શહેરમાં રહી અભ્યાસ કરું છું. દૂર રહેવા છતાં અમારા પ્રેમમાં ઓછપ આવી નથી. હું જાણવા ઈચ્છું છું કે જો ભવિષ્યમાં અમારા ઘરવાળા અમારાં લગ્ન માટે સંમત ન થાય તો અમારે લગ્ન કેવી રીતે કરવાં જોઈએ?
એક યુવાન (મુંબઈ)
* હાલ તરત તો તમે તમારો અભ્યાસ પૂરો કરવામાં ધ્યાન પરોવો. ભણતર પૂરું કર્યા પછી પગ પર ઊભા રહી, લગ્ન વિશે વિચારો. જો ત્યાંસુધી છોકરી તમારી રાહ જુએ તો કોર્ટ મેરેજ કરી શકો છો.
* મારી ૧૫ વરસની સ્વચ્છંદ અને ચારિત્રહીન પુત્રી કે જેને પોતાનાં માતાપિતાની આબરુની કશી ચિંતા નથી તેનાથી હું મુંબઈ છું અને કોઈ એવી સંસ્થાનું નામ- સરનામું જાણવા ઈચ્છું કે જ્યાં તેને રાખી તેનું ભવિષ્ય સારું બનાવી શકાય.
એક મહિલા (વડોદરા)
* તમારું લખાણ વાંચી પહેલી નજરે તો એવું લાગે છે કે તમે તમારી પુત્રી પર ધ્યાન આપ્યું નથી, જેના કારણે તે તમારા કાબૂ બહાર નીકળી ગઈ છે. હવે તેને તમે વિશ્વાસમાં લો એ જ માર્ગ છે. તેને પ્રેમથી સમજાવો. તેની ભૂલો માટે તેના ૫૨ ગુસ્સો કરી તિરસ્કારશો નહીં. આજે નહીં તો કાલે એ જરૂર તમારી વાત માની જશે.
* હું ૩૪ વર્ષની યુવતી છે. લગ્ન કર્યાને ૧૨ વર્ષ થઈ ગયાં છે. બે પુત્રો છે. હું એક પુત્રીની ઝંખના રાખું છું. મારા પતિ વધુ સંતાન ઈચ્છતા નથી, પતિની મર વિરુદ્ધ એકવાર સગર્ભા બની હતી, પરંતુ ગર્ભપાત થઈ ગયો. મારે ફરી પ્રયાસ કરવો જોઈએ કે પતિની વાત સ્વીકારી લેવી જોઈએ?
એક યુવતી (અમદાવાદ)
* તમારે બે બાળકો છે અને એક વખત ગર્ભપાત થઈ ચૂક્યો છે. જો તમે ફરીવાર જોખમ ઉઠાવશો તો એ વાતની શી ગેરંટી છે કે તમને પુત્રી જ જન્મશે? મોટી ઉંમરે વારંવાર ગર્ભપાત તમારા સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. તમે તમારાં બંને બાળકોના ઉછેર તરફ ધ્યાન પરોવો.
* મારી ઉંમર ૪૫ વરસની છે. એમ.એ.બી.એડ્ છું, બે યુવાન પુત્રીની માતા છું. થોડા સમય પહેલાં મારા પતિની બદલી અરુણાચલ પ્રદેશમાં થઈ. બાળકોના કારણે હું તેમની સાથે ન જઈ શકી. અહીંથી મારી મુશ્કેલી શરૂ થઈ છે. પતિએ ત્યાં કોઈ વિધવા સાથે સંબંધ બાંધી લીધો છે. આ વિશે વાત કરું છું ત્યારે મારી સાથે ગાળાગાળી અને મારઝૂડ કરવા લાગે છે, પતિ પાસે જવાથી આ સવાલ ઉકેલાશે? ઘણીવાર મનમાં થાય છે કે છૂટાછેડા લઈ જાતને ખતમ કરી કાર્ડ.
એક મહિલા (સુરત)
* તમે બાળકોને લઈને તમારા પતિ પાસે ચાલ્યાં જાવ. તેનાથી સામનો કરો, પતિને પેલી ીની ચુંગાલમાંથી બહાર કાઢો, તે માટે પતિ સાથે ઝઘડો ન કરશો. વિવેકથી કામ લઈ તેમની જવાબદારીનું ભાન કરાવજો.
* હું એક મુસ્લિમ યુવતી છું. મારા પતિની ચોથી અને સૌથી નાની પત્ની છું. મારે કોઈ સંતાન નથી અને થવાનું પણ નથી. મારા પતિ મને મારઝૂડ કરે છે અને સૌથી વધુ હેરાન કરે છે. હું જાણવા માગુ છું કે તેમની સંપત્તિ પર મારો અધિકાર છે કે નહીં?
એક મુસ્લિમ યુવતી (અમદાવાદ)
* તમે સંપૂર્ણ રીતે એ ખુલાસો નથી કર્યો કે તમારા પતિની તમારા તરફ નારાજગી શા માટે છે? તમને શા માટે હેરાન કરે છે? જ્યાંસુધી તેની સંપત્તિના અધિકારની વાત છે તો તમે તમારા પતિની કાયદેસરની પત્ની છો એટલે તેની મિલકત પર તમારો બરાબરનો હક છે.
- નયના