સહિયર સમીક્ષા .
- થોડા દિવસોથી એક છોકરો, જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં.
* હું ૨૨ વર્ષની શિક્ષિકા છું અને માત્ર બાર ધોરણ સુધી ભણેલ યુવકને પ્રેમ કરું છું. જો કે હજી સુધી મેં મારા પ્રેમની અભિવ્યક્તિ કરી નથી. હું એનામાં મારા ભાવિ પતિની છબી જોઉં છું. એ મારો પ્રસ્તાવ સ્વીકારે, પછી જ પ્રેમ વિશે વિચાર કરી શકું. એ યુવક ફર્નિચરનો ધંધો કરે છે. મને એવું જાણવા મળ્યું છે કે એ પણ મને ચાહે છે, પરંતુ શૈક્ષણિક યોગ્યતા ઓછી હોવાના કારણે પ્રેમની અભિવ્યક્તિ કરતાં અચકાય છે. હું ગરીબ કુટુંબની યુવતી છું. શું આ સંબંધ થઈ શકે?
એક મહિલા (વડોદરા)
* તમારા પત્ર પરથી સ્વષ્ટ થાય છે કે તમે માત્ર પ્રેમને લીધે નહીં, પણ ભાવિ જીવનસાથીની કલ્પનાથી એ યુવક પ્રત્યે આકર્ષાયા છો. આ માટે વધારે યોગ્ય તો એ જ રહેશે કે, તમારાં કુટુંબીજનો દ્વારા યુવકના પિતા પાસે પ્રસ્તાવ રજૂ કરો. તમારા મતાનુસાર જો એ પણ તમને પસંગદ કરતો હોય, તો સંબંધ થવામાં કોઈ અવરોધ નથી. અભ્યાસ જ સર્વસ્વ નથી. પુરુષ મહેનતું, વ્યવસાયમાં સફળ તથા સમજદાર હોય, તો ઉચ્ચ શિક્ષિત કરતાં પણ વધારે યોગ્ય ગણા.
* મેનોપોઝ પછી સામાન્ય જાતીય સંબંધ રહી શકે કે કેમ?
એક મહિલા (રાજકોટ)
* ચોક્કસ. મેનોપોઝ પછી પણ સામાન્ય રીતે જ જાતીય સંબંધ માણી શકાય. આમ છતાં જો યોનિમાર્ગ પૂરતો ચીકાશભર્યો ન રહેતો હોય તો કે વાય. અથવા ટુડે જેલી જેવો પદાર્થ વાપરી શકાય.
હુ ૩૨ વર્ષની પરિણીતા છું. મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે. દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં, પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છાઅનિચ્છાની ચિંતા નથી કરી. તેથી મને ન તો સહવાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં. બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો, જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે?
એક મહિલા (મુંબઈ)
તમે તમારા પતિની આદત જાણો છો, ત્યારે પોતાને તૈયાર કરી લો. જેથી જે પણ થાય તે મરજીથી થાય. આમ કરતા તમે પણ સહવાસને એન્જોય કરશો. રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય, સેક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ. પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.
હું મારા ૧૫ વર્ષના દીકરા બાબતે ચિંતિત છું. તે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરે છે. મેં થોડા દિવસથી નોટિસ કર્યું છે કે તે પોતાની સાથે ટયૂશન ક્લાસમાં ભણતી એક છોકરીમાં સારો એવો રસ લેવા લાગ્યો છે. તે મારા કરતા પણ વધારે વખાણ તેના કરે છે અને ફોન પર પણ તેની સાથે વાતો કરે છે. ક્યાંક તે આ છોકરીને પ્રેમ તો કરવા નથી લાગ્યો ને? જો તે આટલી નાની ઉંમરમાં પ્રેમના ચક્કરમાં પડી જશે તો તેની કરિયર બરબાદ થઈ જશે. હું શું કરું. જેથી તે તેનાથી દૂર થઈ જાય?
એક મહિલા (વડોદરા)
તમારો દીકરો કિશોરાવસ્થામાં છે. આ ઉંમરમાં વિજાતીય આકર્ષણ સ્વાભાવિક છે. આ પ્રેમ નથી, માત્ર જાતીય આકર્ષણ છે. આ આકર્ષણ જે ગતિથી કિશોરોના દિલોદિમાગ પર ચઢે છે, તેટલી જ ઝડપથી ઊતરી પણ જાય છે, તમારો દીકરો તમારી સાથે વાતો શેર કરે છે, તે સારી વાત છે. તે તેને અવળે માર્ગે જવા નહીં દે. તમે તેને આ છોકરી સાથે મળવા અથવા વાત કરવાથી ન રોકો. તેને માત્ર સમયાંતરે અભ્યાસ કરવા પ્રત્યે સાવચેત કરતા રહો.
તેને સમજાવતા રહો કે પરીક્ષાનું પરિણામ સારું આવશે તો જ તે પોતાની મનગમતી કરિયર પસંદ કરી શકશે. તે તમારી મૈત્રીભરી સલાહને અવશ્ય માનશે. આમ પણ આજની પેઢીના બાળકો પોતાની કરિયર પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે, તેથી તમે વિનાકારણ પરેશાન ન થાવ.
- નયના