Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી  મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે. મને આ ગમતું નથી.

હું ૨૮ વર્ષનો છું. મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે. આ કારણે લગ્ન પછી હું  મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા છે. શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ હશે? મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.

એક યુવક (મુંબઇ)

* તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી. કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી. આ કારણે લગ્ન પછી સેક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે નહીં. શિશ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી નથી. હસ્તમૈથુન આ માટે જવબદાર નથી. માટે મનનો ડર કાઢી નાખો.

હું ૧૭ વરસનો છું. મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા તૈલી છે આ સમસ્યા દૂર કરવાના  ઉપાય દેખાડવા વિનંતી.

એક યુવક (નડિયાદ)

* ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ  નિયમિત લગાડો. ડાઘા જલદી દૂર થશે નહીં. આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે. આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો.

હું ૨૫ વર્ષની છું. મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે. મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે  અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંર નથી. યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?

એક યુવતી (રાજકોટ)

* સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સેક્સનો એક ભાગ છે. આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ તકલીફ થતી નથી. તમને સેક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે. ચિંતા કરવાની જરૂર નથી.

હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ. પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે.  આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે. પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું?

એક મહિલા (વડોદરા)

* ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ મદદરૂપ થઇ શકે તેમ છે. આ ડર માત્ર શારીરિક જ છે  એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો. યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરું પાડે છે.

હું ૩૨ વર્ષની છું. મારે બે સંતાન છે અને લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ નાર્મદ છે અને આનો કોઈ ઉપાય નથી. તે સમયે મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પરંતુ મારા પતિની સંમતિથી મારા વિધુર સસરા મને શારીરિક સુખ આપતા હતા. બાર વરસ સુધી વાંધો આવ્યો નહીં. પરંતુ એક અકસ્માતમાં મારા સસરા ગુજરી જતા મારી કામવાસના સંતોષાતી નથી. આથી હું વિહવળ બની ગઈ છું. ફરી એકવાર આત્મહત્યાનો વિચાર આવે છે. મેં સાંભળ્યું છે કે મગજની નસનું ઓપરેશન કરવાથી કામેચ્છા શાંત થાય છે. પતિને છૂટાછેડા આપવાનો વિચાર કરી શકતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક બહેન (ડાંગ જિલ્લો)

નસનું ઓપરેશન કરવાથી કામેચ્છા શાંત થાય છે એ ભ્રમ મગજમાંથી કાઢી નાખો. આવી મુર્ખાઈ કરતા નહીં. સૌ પ્રથમ તો તમારે કોઈ સારા સેકસોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. 

જે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. આ ઉપરાંત યોગ કે પ્રાણાયામ દ્વારા તમે માનસિક શાંતિ મેળવી શકો છો. પરંતુ સેકસોલોજીસ્ટ જ તમને યોગ્ય માર્ગ ચીંધી શકશે.

- નયના