સહિયર સમીક્ષા .
- હું 32 વરસનો કુંવારો પુરુષ છું. હું મારી ભાભીની બહેનને પ્રેમ કરું છું જે મારાથી ૧૩ વરસ નાની છે. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. અમારે લગ્ન કરવા છે.
* હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે ત્રણ વર્ષ થયા છે. હવે અમે અમારો પરિવાર શરૂ કરવા માગીએ છીએ. આ કારણે છેલ્લા છ મહિનાથી અમે કોઇ પણ પ્રકારનું ગર્ભ નિરોધક સાધન વાપરતા નથી. આમ છતાં પણ મને ગર્ભ રહેતો નથી. આ કારણે અમારા અંગત અને લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)
* તમારા પત્ર પરથી લાગે છે કે ગર્ભ નિરોધક સાધન વિના સંબંધ બાંધ્યાને હજુ છ મહિના જ થયા છે. આથી થોડી રાહ જુઓ. કારણ કે, ગર્ભ રહેતા થોડીવાર લાગી શકે છે. ગર્ભનિરોધક સાધન વિના સમાગમ કરવાના એક વર્ષ પછી ગર્ભ રહે નહીં તો તમારે અને તમારા પતિએ કોઇ સારા ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની જરૂર છે.
* હું ૩૪ વરસની પરિણીત મહિલા છું. મારે બે સંતાન છે. લગ્ન પૂર્વે મારા વેવિશાળ થયા હતા. પરંતુ એ યુવક કોઇ બીજી છોકરીના પ્રેમમાં હોવાથી આ વેવિશાળ તૂટી ગયા હતા. મારા પતિ આ વાત જાણે છે. પ્રથમવાર અમે સહવાસ માણ્યો ત્યારે મને રક્તસ્ત્રાવ થયો નહોતો. આ કારણે મારા પતિ અવાર-નવાર મને ટોણા મારે છે. આથી હું ઘણી દુ:ખી છું. મારે મારા પતિને કેવી રીતે સમજાવવા કે એ યુવક સાથે મારે જાતીય સંબંધ નહોતો.
એક મહિલા (મુંબઇ)
* દુર્ભાગ્યે આપણા પુરુષ પ્રધાન સમાજના પુરુષોએ એક નાનકડા ટિશ્યુનો મોટો ઇશ્યુ બનાવી દીધો છે. ઘણી સ્ત્રીઓમાં આ નાનકડો પડદો કોઇ કારણસર તૂટી જાય છે. અકસ્માત, પડી જવાથી, વ્યાયામ કરતી વખતે કે બીજા આવા કારણસર આ પડદો તૂટી જાય છે. સ્વિમિંગને કારણે પણ પડદો તૂટી જાય છે. તેથી પ્રથમવાર સમાગમ દરમિયાન રક્તસ્ત્રાવ થતો નથી. આનો અર્થ એ નથી કે એ સ્ત્રી વર્જિન નથી. આ ઉપરાંત ઘણીવાર સમાગમ કરનારી સ્ત્રીઓમાં એ પડદો અખંડ હોય છે. ડિલિવરી દરમિયાન આ પડદો તોડવો પડયો હોવાના પણ ઘણા કિસ્સા મળી આવશે. આ વાત તમારા પતિને સમજાવો.
* હું ૩૨ વરસનો કુંવારો પુરુષ છું. હું મારી ભાભીની બહેનને પ્રેમ કરું છું જે મારાથી ૧૩ વરસ નાની છે. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. અમારે લગ્ન કરવા છે. શું અમારી વચ્ચે રહેલો ઉંમરનો તફાવત અમારા લગ્નજીવનમાં આડે આવી શકે છે?
એક ભાઇ (સુરત)
* શું ૧૯ વરસની તમારી પ્રેમિકા લગ્ન જેવો ગંભીર નિર્ણય લેવા સક્ષણ છે? આમ તો પતિ-પત્ની વચ્ચેની ઉંમરનો આદર્શ તફાવત પાંચથી દસ વરસ જેટલો છે. તમારી વચ્ચે તફાવત જરા વધુ છે. ૧૫ વરસનો તફાવત હોવા છતાં પણ સુખી લગ્નજીવન ગાળતા ઘણા કિસ્સા મળી આવે છે. લગ્નજીવનની સફળતા પાછળ ઉંમરના તફાવત કરતા પતિ-પત્ની વચ્ચેનું તાદાત્મ્ય મહત્ત્વનું છે. તેઓ એકબીજાને કેટલા સમજી શકે છે? કેટલા અનુકૂળ થઇ શકે છે એ વાત મહત્ત્વની છે. પરંતુ ઘણીવાર ઉંમરનો આ તફાવત લગ્નજીવનની આડે આવી પણ શકે છે. લગ્નને સફળ બનાવવાનું કામ વ્યક્તિગત છે. આમા કોઇ યુનિવર્સલ કાયદો કે નિયમ હોતા નથી.
* હું ૧૮ વરસની છું. મારી નીપલમાંથી પાણી જેવો સ્ત્રાવ થતો હોવાનું મેં અનુભવ્યું છે. શું આ નોર્મલ છે? નોર્મલ ન હોય તો મારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)
* આ નોર્મલ નથી. તમારે તબીબ તપાસ અને સલાહ માટે કોઇ ગાયનેકોલોજીસ્ટ કે સર્જનની અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર છે.
- નયના