- મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે.મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી.
હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
* તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.
હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (વડોદરા)
* સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુન:લગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે. હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.
હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (ગુજરાત)
* આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી. આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.
હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું?
એક પુરુષ (મુંબઇ)
* શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો. તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.
- નયના


