Get The App

સહિયર સમીક્ષા .

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- મારા પતિને તેની ફોઈની દીકરી સાથે સંબંધ બંધાયો. મેં બંનેને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેઓ માન્યા નહીં અને બંનેએ લગ્ન પણ કરી લીધાં. 

હું ૫૫ વર્ષની સ્ત્રી છું. મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસ બુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ. પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સેક્સની માગણી તો નહીં કરે ને ?

એક બહેન (મુંબઈ)

* તમે તમારા સંસારમાં સુખી છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સેક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે. બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જાઓ.

મારી ઉંમર ૭૦ વર્ષની છે અને મારી પત્નીની ૬૫ વર્ષ. મને અઠવાડિયામાં બે વખત સેક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ કરું છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સેક્સ કરવાનું પણ નથી ગમતું. સંભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.

એક ભાઈ (સુરત)

* આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સેક્સ માણી શકો છો એ સારી નિશાની છે. સેક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સંભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે. માસિક બંધ થયા પછી મહિલાઓની સેક્સમાંથી રુચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી.

મારા લગ્નને પાંચ મહિના થયા છે. મારી પત્નીની અગાઉ એક સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ પછી મેં તેને પૂછ્યું હતું કે શું એ યુવક તને અડયો હતો ત્યારે તેણે ના પાડી હતી. અને હવે હા પાડે છે. તેણે મારી સાથે દગો કર્યો છે.

એક યુવક (અમદાવાદ)

* સૌથી પહેલા તો તમારે તેને આ પ્રશ્ન પૂછવો જ નહોતો જોઈતો. સગાઈ પછી યુવક-યુવતી એકમેકને અડે કે ચુંબન કરે એ સ્વાભાવિક છે. તમે પણ આમ કર્યું હશે. પણ તમારી પત્નીની અગાઉની સગાઈ તૂટી ગયા પછી આ વાત પૂરી થઈ જાય છે. હવે એ ફક્ત તમારી સાથે છે એ વાત જ તમારે યાદ રાખવાની છે. તમે તેને જે પ્રશ્ન પૂછ્યો એનો સાચો જવાબ ન આપવા પાછળનો આશય તમને દગો આપવાનો નહીં, બલ્કે લજ્જા પણ હોઈ શકે. તેથી વારંવાર અગાઉની વાતની ખણખોદ કરીને ઝેરના પારખાં કરવા કરતા ખુશીથી તેની સાથે રહો તેમાં જ તમારી બંનેની ભલાઈ છે.

 પ્રશ્ન : ૩૦ વર્ષની બંગાળી યુવતી છું. ૨૦૦૨માં મેં કોર્ટ મેરેજ કર્યા હતા. પછી મારા પતિને તેની ફોઈની દીકરી સાથે સંબંધ બંધાયો. મેં બંનેને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેઓ માન્યા નહીં અને બંનેએ લગ્ન પણ કરી લીધાં. હું મારી સાસરીમાં જ રહેવા લાગી, જ્યાં સંયુક્ત પરિવાર હતો, પરંતુ મારા જેઠજેઠાણીએ મને ઘરમાંથી કાઢી મૂકી. હું આજદિવસ સુધી મારી મા અને ભાઈની સાથે પિયરમાં રહું છું. મારા કારણે ભાઈનાં લગ્ન થતાં નથી. તો મારે શું કરવું?

એક બહેન (ભાવનગર)

ઉત્તર : તમે તમારા પતિની સામે કેસ કરી શકો છો. તમારા જીવતાં તે બીજાં લગ્ન કરી શકે જ નહીં. જો આવું કરે તો તેને સજા થઈ શકે છે. એટલે તમે કોર્ટનો દરવાજો ખટખટાવો. તમને ન્યાય મળશે, પરંતુ ધ્યાનમાં રહે કે તેનાથી તમને નાણાં મળી શકે છે. પતિને સજા મળી શકે છે, પરંતુ તમારો પતિ તમને પાછો નહીં મળે. સારી વાત તો એ છે કે  બાંધછોડ કરી, સમજાવીમનાવી છૂટાછેડા લઈ તમે નવા પતિને શોધી કાઢો.

પ્રશ્ન : હું ૨૩ વર્ષની યુવતી છું. મારે મા નથી. અમારી સાથે અમારા કાકા સહપરિવારમાં રહે છે. મારા પિતા તેમને ખૂબ ચાહે છે, પણ તેનો તેઓ ખોટો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ કોઈ કામ નથી કરતા. ઘરનો ખર્ચ કરવા ઉપરાંત તેમની અંગત જરૂરિયાતો માટે પણ પિતા પૈસા આપે છે, જ્યારે તેઓ પપ્પા માટે કશું જ નથી કરતા. તેમના ખાવાપીવાનું ધ્યાન હું જ રાખું છું. મને ચિંતા છે કે મારા લગ્ન પછી તેમનું શું થશે?

એક બહેન (સુરત)

ઉત્તર : તમારા કાકા જો સ્વાર્થી માણસ છે તો તમે તમારા પિતાને કહો કે તેમને કાંઈક કામ કરવાની સલાહ આપે. તેમના દ્વારા તમારા પિતાની દેખભાળ કે સેવાની વાત છે તો બની શકે કે તમારા લગ્ન પછી તેઓ પોતાની જવાબદારી સમજવા લાગે. તમારા પિતા તેમને આજ્ઞાા પણ કરી શકે છે. એટલે તમે નકામી ચિંતા ન કરો.

- નયના