- લગ્નના દસ વર્ષ પછી હું ગર્ભવતી બની છું. આ બાળક કોનું છે એ જાણવા શું કરવું? અમે જે કરીએ છીએ એથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય ખરી?
* હું ૨૬ વર્ષનો છું. મારા લગ્ન થયે ચાર વર્ષ થયા છે. મારી સમસ્યા એ છે અમને સંતાન થતું નથી બીજી સમસ્યા એ છે કે મને ઝડપથી વીર્યસ્ખલન થાય છે અને મારી પત્નીની યોનિમાંથી વીર્ય બહાર નીકળી જાય છે. મારું લિંગ ઉત્તેજીત અવસ્થા પછી નાનું રહે છે આ સમસ્યાઓ દૂર કરવા કોઈ ઉપાય બતાડશો.
એક યુવક (છાપી)
* શીધ્ર પતન માટે કેટલાક કારણો જવાબદાર હોય છે. એની તપાસ કરી ઉપચાર કરવો જરૂરી છે. આ સમસ્યા સાવ સામાન્ય છે. ચિંતા કરવાની જરૂર નથી. તમે ફોરપ્લેમાં સમય વિતાવો. ઈરેક્શન વધુ સમય સુધી રહે એ માટેની ચોક્કસ પોઝિશન બનાવવી જરૂરી છે. સેક્સ દરમિયાન માનસિક તાણ દૂર કરો અને આનંદમાં રહો, તમારી પત્ની સાથે ચર્ચા કરી એકબીજાની પસંદગી-નાપસંદગી જાણો. નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઈ તમે સેક્સ્યુઅલ એક્સરસાઈઝ અને ટેકનિક્સ શીખી શકો છો. ઉત્તેજીત અવસ્થા પછી લિંગ નાનું રહે એ સામાન્ય છે. સંતાન ન થવાનો પ્રશ્ન છે તો કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. સમાગમ પછી લગભગ અડધો કલાક સુધી તમારી પત્નીને તેના ઘૂંટણ છાતી નજીક લાવીને એ અવસ્થામાં સૂઈ રહેવાનું કહો. ઋષિ વાત્સાયને આ આસન વર્ણવ્યું છે. એનાથી વીર્ય અંદર રહે છે અને ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. સમાગમ દરમિયાન તેલ કે જેલી જેવો ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. માસિક પછીના બીજા અઠવાડિયા તથા ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધ્યા પછી ગર્ભાધાનની શક્યતા વધે છે. આમ કરતા પણ સફળતા ન મળે તો કોઈ સારા ગાયનેકની સલાહ લઈ તેમણે સૂચવેલો ટેસ્ટ કરાવી ઉપચાર કરો.
* મને વારંવાર પીચોટી ખસી જવાની તકલીફ છે. અને દુ:ખાવો થાય છે. અને દુ:ખાવો થાય છે જે ખાઉં છું. એ છાતીમાં ભરાઈ જાય છે. વારંવાર સંડાસ જવું પડે છે.આ માટે કયા ડોક્ટરને દેખાડવું.
એક યુવક (વડોદરા)
* આ માટે તમારોે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી પડશે. અહીં બેઠા બેઠા અમે તમને કોઈ ઈલાજ દેખાડી શકીએ નહીં. કારણ કે, આ કામ ડોક્ટરનું છે. અને અમે ડોક્ટર નથી. તમારા ફેમિલી ડોક્ટર જ તમને યોગ્ય સલાહ આપી શકશે.
* હું ૪૦ વર્ષની છું. મારા લગ્નને દસ વર્ષ થયા છે. લગ્નના ચાર-પાંચ વર્ષ તો સારા ગયા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી મારા પતિ મારી સાથે સંભોગ કરી શકતા નથી. સારામાં સારા ડોક્ટરોનો ઈલાજ કરાવ્યા છતાં પણ ફાયદો થયો નથી. મારા પતિની સલાહ અને સંમતિથી મેં તેમના મિત્ર સાથે તેમની હાજરીમાં શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું. આ દરમિયાન કેટલીક વાર ઉત્તેજીત થતા તેઓ પણ સંબંધ બાંધે છે. લગ્નના દસ વર્ષ પછી હું ગર્ભવતી બની છું. આ બાળક કોનું છે એ જાણવા શું કરવું? અમે જે કરીએ છીએ એથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય ખરી?
એક મહિલા (મુંબઈ)
* તમારા પત્રમાં લખ્યા પ્રમાણે તમને અને તમારા પતિને આ બાળકની ઝંખના છે. આથી આ બાળક કોનું એ જાણવાની શું જરૂર છે? બાળક કોનું છે એ જાણવા માટે ડીનએ ટેસ્ટ કરવી પડે છે. આ અંગેની માહિતી તમને તમારા ડૉક્ટર આપી શકશે.
શું તમારા પતિના ઈલાજ માટે તમે કોઈ નિષ્ણાત સેક્સોલોજીસ્ટનો સહારો લીધો હતો? તમારા આ કાર્યને કારણે ભવિષ્યમાં તકલીફ થશે કે નહીં એ પ્રશ્નનો ઉત્તર મુશ્કેલ છે. તમારા પતિના મિત્ર કે તમારા પતિ કે તમને આથી વધારે લગ્ન બાહ્ય સંબંધ હોય તો જાતીય રોગની શક્યતા ખરી. આ ઉપરાંત બદનામી થવાની શક્યતા તેમ જ ભવિષ્યમાં બાળકને કારણે સમસ્યા થવાની શક્યતા નકારી શકાય નહીં.
* મારે એ જાણવું છે કે યોનિ પ્રવેશ કર્યા બિના કે નિરોધ પહેર્યા વગર સેક્સ માણવાથી એઈડ્સ થઈ શકે ખરો?
એક યુવક (સુરત)
* આ જોખમ લેવાની સલાહ અપાય તેમ નથી. આ કારણે એઈડ્સ થવાની કે ગર્ભ રહી જવાની શક્યતા છે.
* હું ૩૬ વર્ષની છું. મારા લગ્નને આઠ વર્ષ થયા છે. મારે એક પુત્ર છે. મારી સમસ્યા એ છે કે પેશાબ કરતી વખતે માંસનો ટૂકડો બહાર આવી જાય છે. અને ક્યારે ક્યારે એમાથી રક્ત પણ આવે છે. મને ઘણી ચિંતા થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (સુરત)
* તમારા પત્ર પરથી લાગે છે કે તમને યુટેરીન પ્રોલેપ્સ (ગર્ભાશય નીચે સરકી જવાની) સમસ્યા અથવા સિસ્ટોસેલ (યૂરીનરી બ્લેડરમાં સોજો)ની સમસ્યા છે આ કિસ્સામાં લાપરવાહી ઠીક નથી. તમારે તાબડતોબ તમારા ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. કદાચ ઓપરેશન પણ કરવું પડે. જો કે ચિંતા કરવાની જરૂર નથી. ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે જે સર્જરી પછી ઠીક થઈ જાય છે. લાપરવાહી કર્યા વિના તરત જ ડૉક્ટરની સલાહ લો.
- નયના


