- અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે. આ ઘરની પત્ની સાથે મને શારીરિક સંબંધ છે. તેની ઉંમર 40 વર્ષની છે. તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારીરિક સંબંધ છે
હું ૨૦ વર્ષનો છું. અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે. આ ઘરની પત્ની સાથે મને શારીરિક સંબંધ છે. તેની ઉંમર ૪૦ વર્ષની છે. તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારીરિક સંબંધ છે પરંતુ હવે હું સંભોગ કરી શકતો નથી. મને હસ્ત મૈથુનની આદત પડી છે શું કરવું તે સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક
સૌ પ્રથમ તો તમારા આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો. તમારી સામે રહેતી સ્ત્રી વિકૃત માનસ ધરાવતી લાગે છે. અસુરક્ષિત સમાગમ જોખમી સાબિત થઇ શકે છે એ તમે જાણતા હશો. આમ પણ તમારી ઉંમર નાની છે. માનસિક તાણને કારણે તમને સંભોગ કરવામાં તકલીફ પડતી હશે. આ માટે તમે કોઇ મનોચિકિત્સક કે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો. હસ્તમૈથુનનો અતિરેક પણ સારો નથી. હમણા સેક્સના વિચાર પડતા મૂકી ભણવામાં અને સારી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપો. સમય જતા આપમેળે બધુ ઠીક થઇ જશે.
હું ૨૭ વર્ષનો યુવાન છું. મને કોઇ પ્રકારની જાતીય લાગણીનો અનુભવ થતો નથી. બોલવે-ચાલવે હું સ્માર્ટ છું. મારું વ્યક્તિત્ત્વ પણ પ્રભાવશાળી છે. પરંતુ સેક્સમાં રૂચિ થતી નથી. મારામાં કોઇ જાતીય વિકૃતિ પણ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (મુંબઇ)
તમારી સમસ્યાનું કારણ માનસિક હોઇ શકે છે. તમે કોઇ નિષ્ણાત મનોચિકિત્સકે કે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો. યોગ્ય તબીબી તપાસ પછી ઉપચાર દ્વારા તમારી સમસ્યા દૂર થઇ શકશે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મારે એક યુવતી સાથે પ્રેમ છે. જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી. તેને મારે વિશે બધી જ માહિતી છે. મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે. આ યુવતીની સગાઇ થઇ ગઇ છે. મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
એક યુવક (સુરત)
તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી. તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો. તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં. અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે. બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો. આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી. આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો. આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો. ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી. આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ યુવતીને ભૂલી તમારા જીવનમાં આગળ વધો.
હું ૨૦ વર્ષનો યુવક છું. મને મારા પડોશીની છોકરી સાથે પ્રેમ છે. પરંતુ તેના પિતાએ અમારી જમીન બળજબરીથી જપ્ત કરી લીધી હોવાથી અમારા સંબંધો સારા નથી. ઘણીવાર મને બદલો લેવા માટે એ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધી તેના કુટુંબને બદનામ કરવાનો વિચાર આવે છે. આ યુવતી હું કહું તેમ કરવા તૈયાર છે. મારે શું કરવું તેની સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (ભાવનગર)
તમે ફિલ્મો ઘણી જોતા લાગો છો. તમારા મગજ પર ફિલ્મોએ ઘણી અસર કરી હોય એવું લાગે છે. ફિલ્મો છોડી વાસ્તવિક ભૂમિ પર પાછા ફરો. બદલાની ભાવનાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ ન કરો. પિતાના કાર્યની સજા માસુમ પુત્રીને આપવાનો વિચાર છોડી દો. તમારામાં હિંમત હોય તો એ યુવતી સાથે લગ્ન કરી પરિવારની દુશ્મની મૈત્રીમાં ફેરવો અને તમારી જમીન પાછી મેળવો અન્યથા એ યુવતીને ભૂલી જાવ. તેને તેની જિંદગી જીવવા દો અને તમે તમારી જિંદગી જીવો.
- નયના


