સહિયર સમીક્ષા .
છેલ્લા બે વરસથી ૨૪ વર્ષના એક યુવક સાથે મારો પરિચય થયો હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. એ લગ્ન કરવા તૈયાર છે, પરંતુ અમારી ઉંમર વચ્ચેના તફાવતને કારણે મને ડર લાગે છે.
૧૯ વર્ષની હતી ત્યારે મેં ભણતા-ભણતા જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતા. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારા માતા-પિતા સંમત નહોતા. પરંતુ મેં તેમનું સાંભળ્યા વગર જ લગ્ન કર્યાં હતા. મને બે સંતાન છે. મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે. હવે મને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે. છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે?
એક બહેન (આણંદ)
યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. આવા કિસ્સા અવાર-નવાર કાને પડે છે. એક વાર તમે ભૂલ કરી છે. હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં. ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે. આ ઉપરાંત તમારે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.
છેલ્લા ચાર વરસથી હું ધબરાહટનો શિકાર છું. કોઈ સાથે વાત કરતી વખતે મારું દિલ ધડકવા માંડે છે અને અવાજ પણ ભાંગી પડે છે. ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. હંમેશાં નકારાત્મક જ વિચારો આવે છે. ગુસ્સો પણ ઘણો આવે છે. મને મારું ભાવિ અંધકારમય લાગે છે. મારે શું કરવું તેની સલાહ આપશો.
એક યુવક (નંદુરબાર)
તમે જે લક્ષણો બતાવ્યા છે એ જોતા છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તમારા જીવનમાં એવી ઘણી ઘટનાઓ બની હશે જેનું તમે સમાધાન મેળવી શક્યા હોય એમ લાગતું નથી. અને આ જ સમસ્યા તમારા જીવન અવરોધકર્તા બની રહે છે. આથી તમારો કોઈ મનોચિકિત્સની સલાહ લેવાની જરૂર છે. જેથી તમે તમારી માનસિક સ્થિતિમાંથી બહાર નીકળીને તમારા જીવન વધુ સફળ અને સુખી બનાવી શકવામાં મદદ કરે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય માર્ગદર્શન મળતા તમારી સમસ્યા દૂર થશે.
હું ૩૦ વરસની છું. અત્યાર સુધી એકલી ખુશ હતી. લગ્નનો વિચાર પણ મારા મનમાં આવ્યો નહોતો. છેલ્લા બે વરસથી ૨૪ વર્ષના એક યુવક સાથે મારો પરિચય થયો હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. એ લગ્ન કરવા તૈયાર છે, પરંતુ અમારી ઉંમર વચ્ચેના તફાવતને કારણે મને ડર લાગે છે. શું હું તેનાથી મોટી હોવાની વાત અમારી વચ્ચે સમસ્યારૂપ બની શકે?
એક બહેન (જામનગર)
તમે બંને એકબીજાના પ્રેમમાં હો અને લગ્ન બાબતે ગંભીર હો તો જરૂર લગ્ન કરી શકો છે. આમ પણ લગ્ન એક જુગાર છે. પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં તફાવત ન હોય તો પણ લગ્ન તૂટી શકે છે. લગ્નમાં ઉંમર કરતા મનમેળ વધુ ભાગ ભજવે છે. આ ઉપરાંત પત્ની-પતિ કરતા ઉંમરમાં મોટી હોય અને તેમનું લગ્નજીવન સફળ થયું હોય એવા ઘણા ઉદાહરણો સમાજમાંથી મળી આવશે. પરંતુ એકાકી જીવન સાથે સમજૂતી કરવાની તમારી તૈયારી ન હોય અને મૈત્રી ચાલુ રાખવાનો ઈરાદો હોય તો લગ્ન કરી બીજાની જિંદગી બગાડતા નહીં. વધુ વિચાર્યા પછી જ નિર્ણય લેજો.
હું ૧૮ વરસની છું અને ૧૯ વર્ષના એક યુવક સાથે મને પ્રેમ છે. હું તેને ઘણો પ્રેમ કરું છું. પરંતુ તે સગાઈ કરવા તૈયાર નથી. તેણે મારી સાથે બેવફાઈ કરી હોવાનું પણ હું જાણું છું. મારે તેની પાસેથી વચનબદ્ધતા જોઈએ છીએ. મારે શું કરવું?
એક યુવતી (ભાવનગર)
તમારા બંનેની ઉંમર હજુ ઘણી નાની છે. આ ઉંમરે વચનબદ્ધતા માટે તમે બંને તૈયાર નથી. ચાર-પાંચ વર્ષ પછી તમારો આ નિર્ણય બદલાઈ પણ શકે છે. લગ્ન જેવો નિર્ણય આ ઉંમરે લેવાય નહીં. તમારો મિત્ર પણ હજુ એ તબક્કામાં જ્યારે ટીનએજર્સ તેમના પુરુષાતનનું પ્રદર્શન કરવા માગે છે. અને છોકરીઓ સાથે ફ્લર્ટ કરીને તેમને આનંદ મળે છે. વચન નહીં આપવાનો તેનો આગ્રહ તે પ્રમાણિક, હોવાની સાબિતી આપે છે. તેણે ધાર્યું હોત તો તે તમારી નબળાઈનો પૂરતો લાભ લઈ શક્યો હોત.
આ ઉંમરે મોહને પ્રેમનું નામ આપી દેવાય છે. પહેલાં તમારે તમારો અભ્યાસ પૂરો કરવાનો છે અને આ પછી મેચ્યોરિટી આવે પછી જ લગ્નનો નિર્ણય લેવાની મારી સલાહ છે.
- નયના