Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 13th, 2024

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- હું જે યુવતી સાથે પ્રેમ કરું છું તેને હજુ સુધી માસિક આવતું નથી  લગ્ન કર્યા પછી તેનામાં કામોત્તેજનાની ઉણા હોઈ શકે છે? તેના યૌન અંગો સામાન્ય રીતે કામ કરી શકે છે? મારી પ્રેમિકાની ઉંમર 26 વર્ષ છે  

હું ૪૫ વરસની છું. મારા સંતાનો કોલેજમાં ભણે છે. અને પતિ નોકરી કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી મને બેચેની રહે છે અને મારો સ્વભાવ પણ ચિડચિડો બની ગયો છે. નાની-નાની વાતે મને કલાકો સુધી રડું આવે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક મહિલા (વલસાડ)

તમે ડિપ્રેશનનો ભોગ બન્યા છો. ૩૦થી ૫૦ વરસની ઉંમરે 'મિડલાઇફ ક્રાઇસીસ' થવાની શક્યતા છે. આ પાછળ મેનોપોઝના કારણો પણ જવાબદાર હોઇ શકે છે. કોઇ સારા તબીબની સલાહ લો. તમને દવાઓ કરતા કાઉન્સેલિંગ વધુ ફાયદો કરશે.

મારો પતિ પહેલાં મને ઘણો પ્રેમ કરતા હતા. પરંતુ હમણાં-હમણાં તેઓ મારી ઉપેક્ષા કરે છે. મારી બધી વાતનો વિરોધ કરે છે. હું તેમને પ્રેમ કરવા જાઉં તો તેઓ મને ધકેલી દે છે. મને ઘણી ચિંતા થાય છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

સૌ પ્રથમ તો તેમના વ્યવહારમાં બદલાવ આવ્યો હોવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. શક્ય છે કે તેમને કોઇ ચિંતા સતાવતી હોય કે પછી તેમનામાં હીન ભાવના આવી ગઈ હોય એ પણ શક્ય છે કે તેમની કોઇ અપેક્ષાઓ પૂરી થઇ નહીં હોય શું તમારી વચ્ચે સારો મનમેળ છે? પતિ-પત્ની બન્ને એકબીજાને વાતેવાતે ટોક્યા કરે તો પણ આમ થવાની શક્યતા છે. લગ્નજીવનમાં આવો સમય આવે છે આથી ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા પતિને પસંદ હોય એ વસ્તુ કરો અને પહેલાં જેવું વાતાવરણ બનાવવા પ્રયાસ કરો. તેમ જ તેમની સાથે ખુલ્લા મનથી ચર્ચા કરો. ધીરે-ધીરે બધુ ઠીક થઇ જશે.

હું જે  યુવતી સાથે પ્રેમ કરું છું તેને હજુ સુધી માસિક આવતું નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ મારે એ જાણવું છે કે શું તે  સામાન્ય રીતે સહવાસ કરી શકે છે? તેનામાં કામોત્તેજનાની ઉણા હોઈ શકે છે? તેના યૌન અંગો સામાન્ય રીતે કામ કરી શકે છે? મારી પ્રેમિકાની ઉંમર ૨૬ વર્ષ છે તે સહજ જાણવા ખાતર લખ્યું છે.

- એક યુવક (અમદાવાદ)

* તમારા બધા  જ પ્રશ્ન વૈવાહિક જીવનના સામાન્ય સુખ સાથે જોડાયા છે અને આ પરિસ્થિતિમાં આ પ્રશ્ન મૂંઝવે એ સ્વાભાવિક છે. તમારી પ્રેમિકાની સંપૂર્ણ તબીબી તપાસ જરૂરી છે. ડોક્ટરી તપાસ પછી જ જાણી શકાશે કે તેનામાં શું કમી છે અને તેનો ઈલાજ શક્ય છે? માસિક નહીં આવવા પાછળ ઘણા કારણ જવાબદાર છે. હવે વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. આથી હોર્મોન્સ ચિકિત્સાથી ફેર પડી શકે છે. પરંતુ એ શક્ય છે કે નહીં તે માત્ર ડોક્ટર જ જણાવી શકે તેમ છે. પરંતુ તે માતૃત્વ પ્રાપ્ત કરી શકશે કે નહીં એક પ્રશ્ન છે.

 મારા લગ્ન થયે પંદર વર્ષ થયા છે. શરૂઆતથી જ મારી પત્નીની વર્તણૂંક વિચિત્ર હતી. હું કોઈ જોડે વાત કરું તે પણ તેને ગમતું નહીં. મારી મમ્મી તેમ જ બહેન સાથે પણ તેમને વાત કરવા દેતી નહીં. શરૂઆતમાં મને લાગ્યું કે કે મારા પ્રેમને કારણે તે આમ કરે છે પરંતુ પાછળથી મને ખ્યાલ આવ્યો કે તેને કોઈ માનસિક બીમારી છે. અમે જૂનવાણી હોવાથી મને લાગ્યું કે તેનામાં ભૂત ભરાઈ ગયું હશે એટલે મેં ભૂવાઓ પાસે ભૂત કઢાવવાના પ્રયાસો કર્યા. પરંતુ આમાં કંઈ વળ્યું નહીં એની સાથે રહેવું હવે મારે માટે ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે. પરંતુ મારો પુત્ર તેનો ખૂબ જ હેવાયો છે. શું મારે છૂટાછેડા લેવા? શું હું છૂટાછેડા લઈશ તો મારા પુત્ર પર તેની અવળી અસર પડશે?

એક પતિ (નડિયાદ)

તમે ક્યાં જમાનામાં રહો છો? ભૂતપ્રેત જેવી વસ્તુઓ પર વિશ્વાસ રાખી તમે તમારી પત્નીને ભુવા પાસે લઈ જઈ તમે તેના પર અન્યાય કર્યો છે. ધર્મ આપણને આ શીખવતો નથી. આવી અંધશ્રદ્ધા છોડી દો અને તમારી પત્નીને યોગ્ય સારવાર અપાવો. બીજું તમે ૧૫ વર્ષ સુધી આ વર્તણૂંક સહન કરી અને હવે અચાનક જ તમને તમારી પત્ની અકારી લાગવા માંડી છે. આ સંબંધમાં એવું કોઈ તત્ત્વ જરૂર હોવું જોઈએ એને કારણે તમે આટલા વર્ષો આ સંબંધ ટકાવી રાખ્યો. હવે શા માટે પ્રયત્ન કરતા નથી. કદાચ તમારામાં કોેઈ ઉણપ હશે અથવા તો તમારી વર્તણૂંકને કારણે એને તમારા પર શક ઉપજતો હશે. તમારો પુત્ર એનો હેવાયો છે એ વાત તેના પ્રત્યેનો તમારી પત્નીનો પ્રેમ વ્યક્ત કરે છે. માતાથી પુત્રને વેગળો કરવાથી તેના કુમળા માનસ પર વિપરીત અસર પડી શકે છે. અવિચારી પગલું ભરતા નહીં. 

ધીરજ અને યોગ્ય સારવાર તેમ જ મનોચિકિત્સકની સલાહથી તમારું લગ્નજીવન સુધરી શકે છે. 

- નયના

Tags :