Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- હું એક છોકરાને પ્રેમ કરતી હતી. અમારો પ્રેમસંબંધ એકાદ વર્ષ ચાલ્યો. આ સમયગાળા દરમિયાન શારીરિક સંબંધ પણ સ્થપાયા હતા.

મારો એક બોયફેન્ડ હતો. એક વર્ષ સુધી તો અમારો સંબંધ સારો રહ્યો. ત્યારપછી તેનું બીજું સ્વરૂપ સામે આવવા લાગ્યું. તે નાનીનાની વાત પર ગુસ્સે થઈ જતો હતો. એટલે સુધી કે મારવા દોડતો હતો.  હવે હું મારા એક જૂના મિત્રના સંપર્કમાં આવી. તેણે મને સમજાવી કે જ્યારે તારો બોયફેન્ડ તારી સાથે ઝઘડે છે તો તારે તેને છોડી દેવો જોઈએ. તેની સલાહ પર જ હું તેનાથી દૂર રહેવા લાગી.

હવે મને જાણવા મળ્યું છે કે તે ચિંતિત છે. હું તેની પાસે જવા ઈચ્છું છું. પરંતુ મારા નવા બોયફ્રેન્ડને આ વાત કેવી રીતે કરું? બંને મને પ્રેમ કરે છે અને મને છોડવા નથી ઈચ્છતા. કૃપા કરીને જણાવો કે મારે શું કરવું જોઈએ?

એક યુવતી (સૂરત)

* તમે તમારા પ્રથમ બોયફ્રેન્ડને તેના ખરાબ વર્તનને કારણે છોડી ચૂક્યા છો અને હવે તો તમારો નવો બોયફ્રેન્ડ પણ છે. જે તમને સારી રીતે સમજી શકે છે અને તેની સાથે તમે વધારે ખુશ પણ છો ત્યારે યોગ્ય એ જ રહેશે કે પ્રથમ બોયફ્રેન્ડ સાથે ફરીથી સંબંધ ન બાંધો.

તમે તેને સંપૂર્ણપણે ભૂલી નથી શક્યા, તેથી તેની મુશ્કેલી વિશે સાંભળીને ચિંતિત થઈ ગયા છો, પરંતુ બે નાવની સવારી સારી નથી હોતી અને તેનું પરિણામ પણ ઘાતક આવી શકે છે.

હું અમદાવાદની રહેવાસી યુવતી છું. ૧ વર્ષ પહેલાં હું એક છોકરાને પ્રેમ કરતી હતી. અમારો પ્રેમસંબંધ એકાદ વર્ષ ચાલ્યો. આ સમયગાળા દરમિયાન શારીરિક સંબંધ પણ સ્થપાયા હતા. હવે મારાં લગ્નની વાત બીજે ઠેકાણે ચાલી રહી છે. ડર એ વાતનો છે કે લગ્ન પછી સુહાગરાતે જ્યારે રક્તસ્રાવ નહીં થાય તો મારા ભાવિ પતિને જાણ થઈ જશે અને ત્યારે તેઓ મને ઘરમાંથી કાઢી તો નહીં મૂકે ને. કૃપા કરીને જણાવો કે મારે શું કરવું જોઈએ ?

એક યુવતી (અમદાવાદ)

* આજકાલ તો યુવાવર્ગ પ્રેમસંબંધ બંધાતા જ શારીરિક સંબંધ સુધી પહોંચી જાય છે. લગ્ન પૂર્વેના યૌન સંબંધ તો અનૈતિક હોય જ છે, ભવિષ્ય માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે પ્રેમસંબંધમાં તિરાડ પડી જાય છે અને મજબૂરીમાં લગ્ન બીજાં કોઈ સાથે કરવા પડે છે. તેથી લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાથી દૂર રહેવું જોઈએ. જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો, તેથી ભવિષ્ય માટે ચિંતિત છો. હવે ચિંતા કરવાથી કોઈ લાભ નથી. બની શકે કે તમારા પતિને આ વાતની જાણ ન થાય કે તમારાં લગ્ન અગાઉ કોઈ સાથે સંબંધ રહી ચૂક્યાં છે.

જ્યાં સુધી પ્રથમ સમાગમ દરમિયાન રક્તસ્રાવની વાત છે, તો ઘણીવાર અન્ય કારણોસર પણ લગ્નપૂર્વ યોનિચ્છેદ થઈ ચૂક્યો હોય છે. તેથી રક્તસ્રાવ થવો કૌમાર્યની કસોટી નથી. જો પતિને કોઈપણ પ્રકારની શંકા થાય ત્યારે તમારું મૌન એવું જ યોગ્ય રહેશે.

 હું મારા પતિ દ્વારા થતી ઘરેલુ હિંસાનો શિકાર છું. તેઓ મારી સાથે મારપીટ કરે છે અને ગાળો પણ બોલે છે, તેમ છતાં હું તેમની વિરુદ્ધ કોઈ વિરોધ નથી કરી શકતી. તેનું કારણ મારી દીકરી છે, જે આ વર્ષે ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે.  મહેરબાની કરીને જણાવો કે મારે શું કરવું?

એક માતા (અમલસાડ)

* તમે સંપૂર્ણ વિગત જણાવી નથી કે તમારા પતિના આ વર્તન પાછળ કારણ શું છે. જો તેઓ શરૂઆતથી જ આ પ્રકારનો હિંસાત્મક વ્યવહાર કરી રહ્યા છે તો તમે ઘરના વડીલો (પોતાનાં સાસુસસરા અથવા માતાપિતા)ને આ વિષય બાબતે વાત કેમ ન કરી? જો કોઈ સમસ્યા હતી તો તેઓ હસ્તક્ષેપ કરીને સમાધાન શોધી શકત. જો પરિસ્થિતિ અસામાન્ય હોત તો તમે કોઈ સમાજસેવી સંસ્થાની મદદ લઈ શકતા હતા. તમારી દીકરીની બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી આ વિષયે કોઈ નક્કર પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તમારી સાથેસાથે તમારી દીકરી પણ ઘરના અસામાન્ય વાતાવરણથી ચિંતિત હશે.

- નયના