Get The App

સહિયર સમીક્ષા .

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મને મારા કાકાની છોકરી સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરતી હોય એવું મને લાગે છે. તેણે મને રાખડી પણ બાંધી છે. જો કે એ મારા દૂરના કાકાની દીકરી છે.

* મારી સમસ્યા એ છે કે એક છોકરી હોવા છતાં પણ મારામાં છોકરીના ગુણો નથી. મારા જીવનમાં એક છોકરી આવી છે  અમે બંને એકબીજાને ઘણા ચાહીએ છીએ. અમારી વચ્ચે શરીર સંબંધ પણ છે. આ છોકરી મારી સાથે લગ્ન કરવા માગે છે. અમે બંનેએ સાથે ડૉક્ટરની સલાહ લીધી તો ડૉક્ટરે મને સર્જરી કરાવીને છોકરો બનવાની સલાહ આપી. પરંતુ ઓપરેશન પછી શું હું સુંપૂર્ણ છોકરો બની શકીશ. મારા જીવનમાં કોઇ તકલીફ તો નહીં પડે? શું હું બધી વાતે સંતોષ મેળવી શકીશ. અમારાં બંનેની ઉંમર ૧૮ વર્ષ છે.                      

એક યુવતી (પારડી)

* તમારી સમસ્યા ઘણી ગંભીર અને જટીલ છે. આ માટે તમારે કોઇ મોટા શહેરના નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો જ સંપર્ક કરવો પડશે. જો કે બે છોકરીઓ વચ્ચે શારીરિક સંબધ આપણા સમાજમાં સ્વીકાર્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. આ ઉંમરે ગંભીર નિર્ણયો લેવા મુશ્કેલ છે. આગળ-પાછળનો વિચાર કર્યાં  પછી અને વડીલોની સલાહ લઇને જ નિર્ણય લેજો.

* હું ૨૧ વર્ષની છું. મારા વેવિશાળ થઇ ગયા છે. અમારો સંબંધ બંધાયાને હજુ ચાર-સાડા ચાર મહિના જ થયા છે. પણ આ સમય દરમિયાન અમે એકબીજા સાથે ખુલ્લા દિલથી વાતચીત કરી શકતા નથી. આ વેવિશાળ અમારી મરજીથી જ થયા છે. અમારી વચ્ચે કોઇ અણબનાવ પણ નથી. મારા  પરિવાર સાથે તેમનું વર્તન સારું છે. પણ મારી સાથે તેમણે એક હદ રાખી હોય એવું મને લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (વલસાડ)

* કદાચ તેઓ શરમાતા હશે અને લગ્ન  પૂર્વે સંયમ તોડવા માગતા નહીં હોય. શું તમને ખાતરી છે કે તેમની મરજીથી જ આ વેવિશાળ થયા છે? હજુ સુધી તેમને તમારો બરાબર પરિચય નહીં હોય એટલે પણ કદાચ તેઓ વધુ વાત નહીં કરતા હોય. હા, કદાચ તેમનો સ્વભાવ જ અંતમુર્ખી હશે. આ પાછળ ઘણા કારણ જવાબદાર હોઇ શકે છે. આથી તેઓ પહેલ ન કરે તો શરમ છોડીને તમે તેમની સાથે આ બાબતની મુક્ત ચર્ચા કરી તમારા મનનું સમાધાન મેળવી શકો છો. અથવા તો તમારી ખાસ બહેનપણી દ્વારા તમારા ભાવિ પતિના મનની વાત જાણવાનો પ્રયાસ કરો. ચિંતા  કરવાની જરૂર  નથી. એકબીજાનો પરિચય વધતા  બધુ ઠીક થઇ જશે.

* હું ૧૯ વર્ષનો છું મને મારા કાકાની છોકરી સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરતી હોય એવું મને લાગે છે. તેણે મને રાખડી પણ બાંધી છે. જો કે એ મારા એક-બે પેઢી દૂરના કાકાની દીકરી છે. મારા મનની વાત તેને કેવી રીતે જણાવવી તે અંગે માર્ગદર્શન  આપવા વિનંતી.

એક યુવક (કઢલાલ)

* તેને તમારા દિલની વાત કહેવાની કોઇ જરૂર નથી. તે તમારી બહેન છે અને આપણો  સમાજ ભાઇ-બહેનના લગ્નને સ્વીકારતો નથી. તબીબી દ્દષ્ટિએ પણ આ યોગ્ય નથી. આ પ્રકારના લગ્નથી જન્મતા સંતાનોમાં ખામી રહેવાની શક્યતા છે. અને આમ પણ તે તમને પ્રેમ કરે છે એ વાત તમે ખાતરી પૂર્વક કઇ રીતે કહી શકો છો?  અને  તમારી ઉંમર પણ નાની છે. આ ઉંમરે વિજાતિય આકર્ષણ સામાન્ય છે. આથી બહેન જોડે લગ્ન કરવાના સપના જોવા બંધ કરી તમારી કારકિર્દી બનાવવા પ્રત્યે ધ્યાન આપો.

* હું ૨૩ વર્ષનો છું. મારા લગ્ન થઇ ગયા છે. પત્નીમાં બુધ્ધી ઓછી હોવાથી તે મને નથી ગમતી. આ દરમિયાન  મારાથી મોટી એક સંતાનની માતા સાથે મને સાચો પ્રેમ થઇ ગયો છે. પરંતુ તેણે  મારી સાથે સંબંધ રાખવાની ના પાડી. તેને કોઇ બીજા પુરુષ સાથે સંબંધ છે એ જાણી મને  ઘણું દુ:ખ થયું છે. હું તેને બીજા પુરુષ સાથે જોઇ શકતો નથી.  આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (દેગામ)

* નાની ઉંમરમાં નાદાનીમાં લગ્ન કરવામાં આવે  ત્યાંરે આવું પરિણામ આવવાની શક્યતા છે.  તમે લગ્ન કર્યાં ત્યાંરે તમને તમારી પત્નીમાં ઓછી બુધ્ધિ હોવાનું ખબર નહોતી? હવે લગ્ન પછી એકાએક જ એ તમને બુધ્ધુ કેમ  લાગવા માંડી છે? શું આ પાછળ તમારા જીવનમાં આવેલી નવી સ્ત્રી જવાબદાર છે.  આ સ્ત્રી માટે દુ:ખી થવાની કોઇ જરૂર નથી. જે સ્ત્રી તેના પતિને વફાદાર રહેતી નથી એ તમને વફાદાર રહેશે એમ તમને લાગે છે? અને આમ પણ તેને તમારામાં રસ નથી. 

એટલે તમે ગમે તેટલા ધમપછાડા મારશો તો પણ તે તમને મળવાની નથી. આત્મહત્યા કરવાનો વિચાર છોડી દો. જિંદગી સામે આ કારણ સાવ ક્ષુલ્લક છે. તમારી પત્નીને તમારી અનૂકુળ બનાવવાનો પ્રયાસ કરો. તેને સમજાવી સુધારવાનો પ્રયાસ કરો. તેને બહારની દુનિયાનો પરિચય કરાવો. તેને રસ હોય એવા વર્ગમાં દાખલ કરો. તેને તમારી અનૂકુળ બનાવવાનું કામ તમારા હાથમાં છે. મોટા-મોટા શહેરોમાં તો ગુ્રમીંગ ક્લાસ પણ ચાલે છે. તમારી આસપાસ આવો કોઇ ક્લાસ હોય તો  તેમાં તેને દાખલ કરો. તેનામાં વાંચનનો શોખ ઉત્પન્ન કરો. પત્નીને સુધારવાના ઘણા માર્ગ છે.

- નયના

Tags :