- હું 25 વર્ષની યુવતી છું, મારા વિવાહને 14 મહિના થયા છે. મારા પતિ તંદુરસ્ત છે પણ તેમને યોનિ પ્રવેશ શી રીતે કરવો તે નથી સમજાતું.
હું ૨૫ વર્ષની યુવતી છું, મારા વિવાહને ૧૪ મહિના થયા છે. મારા પતિ તંદુરસ્ત છે પણ તેમને યોનિ પ્રવેશ શી રીતે કરવો તે નથી સમજાતું. હું મારું યોનિપટલ ડોક્ટર કે અન્ય કોઈ જાણકાર પાસે ખંડિત કરાવવા નહોતી માગતી તેથી મેં મારા કોલેજકાળના મિત્રની મદદ લીધી. તેણે મારું યોનિપટલ ખંડિત કરવા કોન્ડોમ પહેરીને મારી સાથે સમાગમ કર્યું. પણ હવે મને પસ્તાવો થાય છે કે મેં મારા પતિને દગો દીધો.-
- એક યુવતી ( પેટલાદ )
૦ પ્રથમ નજરે તમારો કેસ વિચિત્ર લાગે છે. કોઈપણ પુરુષે યોનિ પ્રવેશ કરવા માટે શિક્ષણ નથી લેવું પડતું. કામોત્તેજનામાં તે કુદરતી રીતે જ થઈ જતું હોય છે. તેથી તેમાં સમજ ન પડવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. વળી તમે એ નથી જણાવ્યું કે તમારા પતિ ઉત્તેજિત થાય છે કે નહીં. જો તેઓ કામોત્તેજના જ ન અનુભવતા હોય તો વહેલી તકે સેક્સોલોજીસ્ટની સલાહ લો. વાસ્તવમાં તમારે તમારા મિત્રની મદદ લેવાને બદલે સેક્સોલોજીસ્ટનું માર્ગદર્શન લેવું જોઈતું હતું. ખેર......, જે થઈ ગયું છે તે બદલી શકાય તેમ નથી. તેથી તમારી ભૂલ દોહરાવવાને બદલે તમારી જીવન કિતાબમાંથી એ બનાવ ભૂંસી નાખો અને અને તમારા પતિને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરો. કેટલીક દ વખત સંસાર બચાવવા કેટલીક બાબતોમાં ચૂપ રહેવું પડે છે. વળી તમે જે કર્યું તેનો તમને ખરેખર પસ્તાવો હોય તો આ વાત કાયમ મ્ટે દફનાવી દઈને તમારા પતિમાં રમમાણ થઈ જાઓ. તમારા કોલેજકાળના એ મિત્રને તમારા જીવનમાં ક્યાંય દખલ આપવા ન દેતા.
હું ૨૬ વર્ષની મુસ્લિમ યુવતી છું. મને ૩૩ વર્ષના એક હિન્દુ યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા ચાર વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને તેની જિદ્દને વશ થઈને મેં તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો છે. મારે જીવનભર તેની સાથે મૈત્રી રાખી પ્રેમ કરવો છે. પણ કોમ અલગ હોવાને કારણે મારે શું કરવું?
- એક યુવતી : (પેટલાદ)
૦ તમે અહીં લખ્યું છે કે તમારે જીવનભર તેની સાથે મૈત્રી રાખી પ્રેમ કરવેો છે. પણ અલગ કોમ હોવાથી મારે શું કરવું? વાસ્તવમાં તમે મૈત્રી જાળવવાના દબાણમાં શારીરિક સંબંધ તો બાંધી જ લીધો છે. તેથી તેમાં કોમ વચ્ચે નથી આવતી. શું તમે તેની સાથે લગ્ન કરવા માગો છો? જો તમારા બંનેના વિવાહ થાય તો જ આજીવન પ્રેમ કરવાનું શક્ય બને. શું તમારા બંનેના પરિવારજનોે તેને માટે તૈયાર થશે? વળી તમારો મિત્ર ૩૩ વર્ષનો હોવાથી તમારા કરતાં પરિપક્વ હશે. કદાચ પરિણીત હશે તેથી તમે તેને મિત્ર બનાવીને કાયમ પ્રેમ કરવા માગો છો.
જો તે પરિણીત હોય તો વહેલાસર આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં જ બંનેની ભલાઈ છે. જો તમારા નિકાહ નહીં થયા હોય અને તમારો પુરુષ મિત્ર કુંવારો હશે તોય તમારા પરિવારજનો આ સંબંધ માટે તૈયાર ન થાય તો તમારે બંનેને અલગ અલગ પાત્રો સાથે સંસાર માંડવો પડશે. આ સ્થિતિ બંને માટે કપરી થઈ પડશે. બાકી તમે જેને 'પ્રેમ' કહો છો તે માત્ર શારીરિક આકર્ષણ જ નથીને તેનો જવાબ તમે પોતે જ આપી શકો.
હું ૨૩ વર્ષની યુવતી છું અને મારી પડોશમાં રહેતા ૩૪ વર્ષના પરિણીત યુવક તરફ આકર્ષાઈ છું. મને ધૂમ્રપાન કરવાની કુટેવ છે. મેં મારા આ પડોશી યુવકને આત્મહત્યા કરવાની ધમકી આપીને મારી સાથે શરીર સંબંધ બાંધવા વિવશ કર્યો. બાકી તે તેની પત્નીને દગો આપવા તૈયાર નહોતો. અમારા સમાગમ દરમિયાન પણ મેં સ્મોકિંગ કર્યું. તે તેને નહોતું ગમ્યું. હવે હું ફરીથી તેની સાથે સંબંધ બાંધવા માગું છું તો તે વખતે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવું ?
- એક યુવતી ( પેટલાદ)
૦ તમે એક ભલા માણસને આત્મહત્યાની ધમકી આપીને તમારી સાથે સંબંધ બાંધવા મજબૂર કર્યો એ વાત જ આંચકાજનક છે તે પોતાની પત્નીને દગો આપવા નહોતો માગતો અને તમને આત્મહત્યા કરતાં પણ રોકવા ઈચ્છતો હતો તેથી તેણે તમારી સાથે સમાગમ કર્યું. પણ બીજી વખત આવી માગણી કરીને તમે તેને ગુનાઈત લાગણીમાં ધકેલી દેશો, તેના સંસારમાં પલ ીતો ચાંપી દેશો. દુનિયાની કોઈપણ વ્યક્તિ તમને આગામી સમાગમ વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું તેની સલાહ નહીં આપે. બલ્કે એ પરિણીત યુવકને આ બાબતે ફરીથી વિવશ ન કરવાનું જ કહેશે. તમે ધૂમ્રપાન કરો છો અને કોઈક વિવાહિત પુરૂષને માત્ર તમારા શારીરિક આકર્ષણ ખાતર તમારી સાથે સંબંધ બાંધવા મજબૂર કરો છો તે એકદમ અયોગ્ય છે. બહેતર છે કે તમે તમારી જાત પર કાબૂ રાખો. આ સિવાય ધૂમ્રપાન છોડવા પણ તબીબી મદદ લેશો તો તમારા સ્વાસ્થ્ય માટે તે ઉપકારક પુરવાર થશે.
- નયના


