- મારી પત્ની સમાગમ માટે રાજીખુશીથી તૈયાર થતી નથી. સમાગમ બળાત્કાર જેવો લાગે છે. પત્નીને સેક્સમાં રસ પડે તેવો કોઈ ઉપાય કે દવા બતાવો.
મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા પતિની ઊંચાઈ મારા કરતાં થોડી ઓછી છે. આથી અમારી જોડી જામતી નથી. શું અમારી સમસ્યાનું કોઈ સમાધાન છે?
એક મહિલા (અમદાવાદ)
* તમારા પતિની ઊંચાઈ ઓછી હોવાથી તે વસ્ત્રો બહુ ઢીલા ન પહેરે, તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. તેમણે બૂટ પણ એવા પહેરવા, જેનાથી ઊંચાઈ થોડી વધારે દેખાય. તેમના વાળ પણ ત્વચાથી થોડા ઊંચા અને 'સ્ટેપ્સ'માં કપાવવા, માથા સાથે ચોંટેલા કે સીધા વાળ ન ઓળવા. સીધી ઊભી લાઈનિંગવાળા કપડાં પહેરવાથી ઊંચાઈ વધારે લાગશે.
તમે પણ તમારા વ્યક્તિત્વ પર ધ્યાન આપો. તમે વધારે ચૂસ્ત વસ્ત્રો ન પહેરો. હિલ વિનાની બેલી કે ચંપલ પહેરો. હેરસ્ટાઈલ બહુ ઊંચી ન બનાવશો. જો તમારા બંને વચ્ચેની ઊંચાઈમાં વધારે ફરક નહીં હોય, તો આ પ્રમાણે કરવાથી સમસ્યા ઊકલી જશે.
મારા ચહેરા પર ખીલના કાળા ડાઘ પડી ગયા છે, તે દૂર કરવા શું કરવું?
એક યુવતી (વડોદરા)
* ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે લીંબુ, ફુદીના અને ટામેટાંનો રસ સરખા ભાગે લઈ, ભેળવીને રોજ રૂના પૂમડાથી ડાઘ પર લગાવો. ખીલને ક્યારેય નખથી ખોતરવા નહીં તેમજ તેમને વારંવાર હાથ પણ ન અડાડવો. ખીલ ફોડવાથી ત્વચા પર ડાઘ પડી જાય છે. ત્વચા વધારે પડતી તૈલી હોય તો મુલતાની માટી, ચંદન પાઉડર અને ગુલાબજળ ભેળવીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર ચહેરા પર લગાવો.
હું ૨૫ વર્ષની પરિણીતા છું. આજકાલ વાળનો ફેન્સી ગોળ રબ્બરબૅન્ડથી અંબોડો વાળવામાં આવે છે. હું તેના વિશે જાણવા માંગું છું. રબ્બરથી અંબોડો વાળવાથી ધીમે ધીમે વાળ નીકળવા લાગે છે. હું શું કરું?
એક મહિલા (રાજકોટ)
* સામાન્ય રીતે વિવિધ ફેન્સી રબ્બરબૅન્ડથી અંબોડો બહું સહેલાઈથી વળે છે. પરંતુ કાપેલા વાળ હોય તો અંબોડો વાળવાથી ટૂંકા વાળ અંબોડામાંથી બહાર નીકળી જાય છે. તે માટે તમે કાપેલા વાળને બૉબ પિનથી સેટ કરીને અંબોડો વાળો. અંબોડાની નીચેથી જ્યાં વાળ નીકળી જવાની સંભાવના હોય, ત્યાં ૧૨ અંબોડા માટેની પીન ભરાવી દો. તે પછી માત્ર શોભા વધારવા જ ફેન્સી રબ્બર ભરાવો. જો અંબોડો એકદમ નાનો લાગતો હોય, તો એક સાથે બે-ત્રણ રબ્બર ભરાવો. આ રબ્બર તમે એક જ રંગના અથવા પોશાક સાથે મેળ ખાતા કોન્ટ્રાસ્ટ રંગના ભરાવો, તો પણ ચાલે.
મારા હાથની આંગળીઓ ખૂબ જાડી છે. કોઈએ મને એવી સલાહ આપી કે, આંગળીઓને વાળીને ટચાકા ફોડવાથી તે પાતળી થઈ જશે. શું આંગળીઓ પાતળી કરવા માટે આ યોગ્ય ઉપાય છે?
એક યુવતી (ભાવનગર)
* કોઈએ તમને ખોટી સલાહ આપી છે. આંગળીના ટચાકા ફોડવાથી હાંડકા નબળાં પડી જશે અને આંગળીઓ પાતળી થવાને બદલે વધારે જાડી થઈ જશે. કેટલાક માણસોને વાત કરતી વખતે આંગળીઓના ટચાકા ફોડવાની કુટેવ હોય છે, જે માત્ર એમની કૂવડતા દર્શાવે છે. સામાન્ય રીતે શારીરિક બાંધાના પ્રમાણમાં હાથ પગ જાડા કે પાતળાં હોય છે. હા, નિયમિત કોલ્ડક્રીમથી માલીશ કરવાથી ચરબી ઓથી થઈ જશે. પરંતુ જો તમારાં હાડકાં જાડાં હશે તો આંગળીઓ પાતળી નહીં થાય.
હું ૩૭ વર્ષનો પરિણીત પુરુષ છું, મારે દસ વર્ષની પુત્રી છે. મારી પત્નીને શરૂઆતથી જ સેક્સમાં રસ નથી. તે ક્યારેય સમાગમ માટે રાજીખુશીથી તૈયાર થતી નથી. ઘણીવાર રાત્રે ઝઘડો થઈ જાય છે અને સમાગમ બળાત્કાર જેવો લાગે છે. પત્નીને સેક્સમાં રસ પડે તેવો કોઈ ઉપાય કે દવા બતાવો.
એક પુરુષ (વડોદરા)
દરેક સ્ત્રીપુરુષમાં જાતીય ઈચ્છાનું પ્રમાણ જુદું જુદું હોય છે. પત્ની કરતાં તમારામાં જાતીય ઈચ્છા વધારે છે. પત્ની સાથે સમાગમ કરતાં પહેલાં આલિંગન, ચુંબન જેવી રતિક્રિડા કરવી જોઈએ. તેનાથી તેની જાતીય ઈચ્છા પ્રબળ બનશે. કામક્રીડા પછી સમાગમ વધારે સુખદાયક બનશે.
તમારી પત્નીને સેક્સ વિશેનું સારું સાહિત્ય વાંચવા આપો. મોટાભાગની સ્ત્રીઓને સેક્સ વિશેનું જ્ઞાાન નથી હોતુ એટલે સુધી કે તેને એ પણ ખબર નથી હોતી કે સમાગમથી તેને પણ આનંદ મળી શકે છે.
જો સમસ્યા વધુ ગંભીર હોય તો કોઈ અનુભવી સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. હજુ સુધી તો જાતીય ઈચ્છા પ્રબળ કરવા માટેની કોઈ દવા શોધાઈ નથી અને જાહેરાતોમાં કરવામાં આવતા પોકળ દાવા વાસ્તવિકતા સામે બાથ ભીડી શકાતી નથી.
- નયના


