Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા ભાભી મારાં સગાં માસીની પુત્રી છે. મારાં ભાભી અને એમની નાની બહેન જે હંમેશા અમારા ઘરે આવે છે એની સાથે મારે ગેરકાયદેસર સંબંધ છે.

* હું નોકરી કરતી વિધવા સ્ત્રી છું. મારે ત્રણ પુત્ર તથા એક પુત્રી છે. પુત્રીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને ઘરેથી ભાગીને એક બેકાર આતંરજ્ઞાાતીય છોકરા સાથે લગ્ન કરી લીધાં છે.

અમારું કુટુંબ શહેરનું ખૂબ શ્રીમંત અને પ્રતિષ્ઠિત કુટુંબ છે. પરંતુ પુત્રીએ પ્રતિષ્ઠા પર કલંક લગાવી દીધંવ છે. હું આ આઘાતમાંથી બહાર નથી નીકળી શકતી. શું કરું? અત્યારે તો પુત્રી મોસાળમાં રહે છે, પરંતુ હંમેશાં તો ત્યાં ન રહી શકે ને.

એક યુવતી (માણસા)

*  પતિ ન હોવાને કારણે તમે ઘર અને બાળકોની જવાબદારી તથા નોકરીમાં વધુ વ્યસ્ત રહ્યાં છો. જુવાન બાળકો સાથે ખાસ કરીને પુત્રી સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઇતો હતો. જો તમારા બંને વચ્ચે મિત્રતાભર્યા વ્યવહાર હોત તો તમારી પુત્રીએ તમને દરેક નાની-મોટી વાત કરી હોત અને ત્યારે તમે તેને સાચાખોટાનો તફાવત સમજાવી શક્યા હોત. હવે સંયમથી કામ લો વાસ્તવિકતા સ્વીકારીને તેને માફ કરી દો.

પુત્રીને માનથી ઘરે બોલાવો અને તેને ઘરગૃહસ્થી ચલાવવામાં માર્ગદર્શન આપો. તમારા જમાઇને પણ આત્મનિર્ભર બનવામાં મદદ કરો જો તમે પોતે જ રાઇનો પર્વત નહીં કરો તો કોઇની હિંમત નથી કે તમારી કે તમારી પુત્રી પર આંગળી ચીંધી શકે.

* હું એક પરિવારનો બી.એ.પાસ યુવાન છું. અમારામાં અમારાં સંબંધીઓમાં જ લગ્ન નક્કી થતાં હોય છે. મારા ભાભી મારાં સગાં માસીની પુત્રી છે. મારાં ભાભી અને એમની નાની બહેન જે હંમેશા અમારા ઘરે આવે છે એની સાથે મારે ગેરકાયદેસર સંબંધ છે. ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે. મારી ભાભી અને એમની બહેન મારા પર દબાણ કરે છે કે હું લગ્ન  ન કરું અને જો કરું તો એમની સાથેના મારા સંબંધ પહેલાંની જેમ જ ચાલુ રહે. હું એ બંનેથી પીછો છોડાવવા માંગુ છું.  પણ એ મને ધમકાવે છે કે જો હું એમની સાથેનો સંબંધ તોડી નાખીશ તોએ મને પોલીસના હવાલે કરી દેશે. એ એક યુવાન સાથે પણ આમ કરી ચૂકી છે. હું બદનામીથી ડરું છું શું કરું?

એક યુવક (ધોરાજી)

*  તમે એ યુવતીઓની ધમકીની દરકાર ન કરો  અને લગ્ન કરી ઘર વસાવી લો. ભવિષ્યમાં પણ એમની સાથે સંબંધ ન રાખશો.

હું ૪૨ વર્ષની શિક્ષિત પરિણીત તથા બે યુવાન બાળકોની માતા છું. હજુ થોડા દિવસ પહેલાં મને ખબર પડી છે કે મારા પતિ એક પુરુષ વેશ્યા છે. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે. કેટલીય વિધવા, ત્યક્તા અને બદચલની સ્ત્રીઓ પાસે તેઓ જાય છે. પતિના આ પ્રકારના વર્તનથી હવે હું કંટાળી ગઇ છું. તેથી તેમનાથી છુટકારો મેળવવા માગું છું. શંકા તો પહેલેથી જ હતી, પરંતુ હવે તો સચ્ચાઇ સામે આવી ગઇ છે. મને જણાવો કે શું કરું? તેમને છૂટાછેડા આપી દઉં, મારી નાખું કે પછી કોઇ આશ્રમમાં જતી રહું. 

એક પત્ની (કલોલ)

* તમે પતિ સાથે વાત કરી જુઓ કે તે આ વ્યભિચાર છોડી દે. આનાથી એઇડ્સ જેવી જીવલેણ  બીમારી થઈ શકે છે. જ્યાં સુધી તેઓ બીજી સ્ત્રી સાથેના સંબંધ કાપી ન નાખે ત્યાં સુધી તમે તેમની સાથેના શારિરીક સંબંધથી દૂર રહો. પણ હા, તેમને ભટકવા ન દેશો. છૂટાછેડા કે હિંસાની વાત પણ મનમાંથી કાઢી નાખો.

ઘરમાં જુવાન બાળકો હોવાને કારણે ઘરેથી ભાગીને આશ્રમમાં આશરો લેવાથી તમને શાંતિ મળશે ખરી? આમ પણ મોટાભાગના આશ્રમ વ્યભિચારના અડ્ડા છે. ત્યાં તમને આના કરતાં પણ વધારે ગંદકી જોવા મળશે. તમે ઘરેથી ભાગી જવા માગો છો. પતિ બીજે ભટકે છે તો બાળકોની ચિંતા કોણ કરશે? તેમને કોના સહારે છોડીને જશો?

તેથી આવા સમયે જ્યારે પતિ ઘરની જવાબદારી ઉપાડવાને બદલે બહાર ભટકતો હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. તેથી સમજીવિચારીને કામ લેવું જોઇએ.

- નયના

Tags :