- મને 22 વર્ષની યુવતી સાથે પ્રેમ છે. આ યુવતીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થઇ ગયા છે. તેને દોઢ વર્ષનું સંતાન પણ છે. અમે બંને એકબીજા વિના રહી શકતા નથી.
મારા વેવિશાળ થઈ ગયા છે. પરંતુ હવે મને લાગે છે કે મારા અને મારા ભાવિ પતિનો સ્વભાવ મેળ ખાય તેમ નથી આથી મારે આ લગ્ન કરવા નથી મારા ભાવિ પતિ સમક્ષ આ ચિંતા વ્યક્ત કરું છું તો તેઓે અકળાઈ જાય છે. મારે શું કરવું એ જણાવશો.
- એક યુવતી (મુંબઈ)
* મને લાગે છે કે તમે કંઈ છૂપાવવાનો પ્રયાસ કરો છે. અચાનક જ તમને લગ્ન ન કરવાની ઈચ્છા કેમ થઈ? પતિ-પત્નીના સંબંધ મજબૂત પાયા પર ચણાયેલો છે. આટલા નજીવા કારણ માટે તેને તોડી નખાય નહીં. તમે તમારા અંતરને પૂછી સાચું કારણ જાણવાનો પ્રયાસ કરો. લગ્ન પૂર્વે આવો ડર લાગે એ સ્વાભાવિક છે. પરિવારને ખુશ કરવા લગ્ન કરી પાછળથી છૂટાછેડાનો સમય આવે તો? આથી બધી પરિસ્થિતિનો વિચાર કરીને જ આગળ વધો. આ તમારો લગ્ન પૂર્વનો ડર (પ્રી મેરેજ બ્લુસ) છે કે કોઈ ખાસ કારણ આ પાછળ છૂપાયું છે? શક્ય હોય તો મનોચિકિત્સકનો સંપર્ક કરો.
મારી ઉંમર ૧૯ વર્ષની છે. આજ સુધી મેં પાંચ છોકરીઓને 'આઇ લવ યુ' કહ્યું છે પરંતુ મને મારા પ્રેમનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ક્યાં તો એ છોકરી મને ભાઇ બનાવી દે છે અથવા તો મિત્ર બનાવી દે છે. મારે સારા જીવનસાથીની જરૂર છે. તો મારે શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (મુંબઇ)
તમારે માટે જીવનસાથી શોધવાનું કામ તમારા વડીલોને સોંપી દો. આમ પણ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. તમારા નસીબમાં લખાયેલી યુવતી સમય આવ્યે તમને મળી જશે. આથી ધીરજ રાખો. આથી ધીરજ રાખો. તમે જે યુવતીને પ્રેમ કરો એ યુવતી તમને પ્રેમ કરે એ શક્ય નથી. મારી સલાહ તો એ જ છે કે પ્રેમના ચક્કરમાં પડયા વિના તમારા વડીલો કહે એ યુવતી સાથે પરણી જાવ.
હું ૨૦ વર્ષનો યુવક છું. મને ૨૨ વર્ષની યુવતી સાથે પ્રેમ છે. આ યુવતીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થઇ ગયા છે. તેને દોઢ વર્ષનું સંતાન પણ છે. અમે બંને એકબીજા વિના રહી શકતા નથી. મારે ઘરે પણ અમારા પ્રેમની જાણ છે. મારે શું કરવું એ સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (મુંબઇ)
તમે સહિયર સમીક્ષા ધ્યાનથી વાંચતા હશો તો તમે મુંઝવણમાં મૂકાત જ નહીં. આ યુવતી પરિણિત છે અને તેને સંતાન પણ છે. તેના સુખી સંસારમાં આગ લગાડો નહીં. આ યુવતીને ભૂલી જાવ. તેનો સુખી સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. એ યુવતીના સંતાનના ભવિષ્યનો વિચાર કરી તેના માર્ગમાંથી ખસી જાવ. એ યુવતીને તેના પતિ સાથે અણબનાવ હોય તો મિત્ર દાવે આ અણબનાવ દૂર કરવા પ્રયાસ કરો. અને એનો પતિ જો સારા સ્વભાવનો હોય અને આ યુવતીને પર પુરુષો પ્રત્યે આકર્ષણ થતું હોય તો એક વાત જાણી લો જે વ્યક્તિ તેના જીવનસાથીને વફાદાર રહી શકતી નથી તે બીજાને રહી શકે એ વાતમાં માલ નથી.
હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?
એક યુવતી (મુંબઈ)
આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી િંચંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.
હું ૩૫ વર્ષની પરિણીતા છું, પતિ સિવિલ એન્જિનિયર છે અમે ખુબ સુખી અને ખુશ છીએ. હું એક સમસ્યાથી ખુબ પરેશાન છું. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મારા પતિને ગુટકાની ટેવ પડી ગઈ છે. મેં જ્યારે ગુટકા ખાવાની ના પાડી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે તે ગુટકા નહીં ખાય, પણ ફરી ખાવા લાગ્યા છે. હું તેમને વારે વારે ટોકું છું એટલે મારી સામે તો નથી ખાતા, પરંતુ છાનામાના ખૂબ ખાય છે. આનાથી તેમને કોઈ બીમારી થવાનો ભય તો નથી ને?
- એક મહિલા (રાજકોટ)
* કોઈ પણ વ્યસન છોડવું સહેલું નથી હોતું. તેમાં સમય લાગતો હોય છે. જો દ્રઢ સંકલ્પ કરો તો ધીમે ધીમે આદત ઓછી કરીને છોડી શકાય છે. જ્યારે તમારા પતિએ તમને વચન આપ્યું હતું કે તેઓ ગુટકા ખાવાનું છોડી દેશે ત્યારે તમારે તેમનો વિશ્વાસ કરીને તેમને થોડો સમય આપવો જોઈતો હતો. બની શકે કે અવારનવાર ટોકવાથી પરેશાન થઈને તેમણે તમારાથી છાનામાના ગુટકા ખાવાનુ શરૂ કરી દીધું હોય, હવે થોડો સમય તમે પતિ સામે આ વિષયની ચર્ચા ન કરતા. થોડા સમય પછી આનંદભર્યા વાતાવરણમાં તેમનો મૂડ જોઈને ગુટકા છોડવાની વાત કરજો. તેમને ખરાબ નહીં લાગે અને તે ચોક્કસ ગુટકા છોડી દેવાનો પ્રયત્ન કરશે.જ
- નયના


