- હું એક યુવકનાં પ્રેમમાં છું. હું એના જેટલી દેખાવડી નથી થોડાં દિવસ પહેલા તેણે જણાવ્યું કે તેના માતા-પિતા માને છે કે હું તેને માટે યોગ્ય પાત્ર નથી આ જાણીને મને ખૂબ ચિંતા થવા માંડી છે.
હું એસ.એસ.સી.માં અભ્યાસ કરું છું. મારી ઈચ્છા સાયન્સમાં જવાની છે. પરંતુ મને એમાં ઓછા માર્કસ આવે છે. મારા મમ્મી પપ્પા ઈચ્છે કે હું કોમર્સમાં જાઉં કારણ કે કોમર્સને લગતા વિષયમાં મને હંમેશા સારા માર્કસ આવે છે. અને તેઓ માને છે કે કોમર્સમાં ઉજ્જવળ કારકિર્દીની ઘણી તકો ઉપલબ્ધ થાય છે. મારે શું કરવું તેની સમજ પડતી નથી.
માનસી ધુ્રવ (અંધેરી)
તમને વિજ્ઞાાનમાં આટલો રસ હોવા છતાં પણ તમને આ વિષયમાં સારા માર્ક્સ આવતા નથી તેની નવાઈ લાગે છે. કદાચ તમને એની એપ્ટીટયુડ નહીં હોય. તમે ખોટો નિર્ણય લઈને તમારું ભવિષ્ય બગાડી શકો છો. મારે મન તમારા મમ્મી પપ્પાની સલાહ વ્યાજબી છે. તમે સ્ટુડન્ટ કાઉન્સિલર સાથે આની ચર્ચા કરી શકો છો. એ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. અને આ કારણથી વિજ્ઞાાનમાં તમને સારા માર્ક્સ આવતા નથી એની પણ ખબર પડી જશે.
મારા સ્તનો લચી પડયા છે. કારણ કે મેં આજ સુધી બ્રા પહેરી નથી. મારી મમ્મી ખૂબ જ જૂનવાણી છે. તેણે આજ સુધી બ્રા પહેરી નથી. મને બ્રા લાવી જ નથી આપી. તેને પૂછતાં મને ખૂબ જ શરમ આવે છે. શું બ્રા પહેરવી જરૂરી છે.
સરલા સોની (દહાણું)
સ્તનોની સુડોળતા જાળવવા માટે બ્રા ખૂબ જ ઉપયોગી છે. બ્રેસિયર ન પહેરવાને કારણે સ્તનો લચી પડે છે. સ્તનોનો વિકાસ શરૂ થતાં જ બ્રા પહેરવાની શરૂઆત કરી દેવી જોઈએ. તમારી મમ્મી આ અંગે ઠંડુ વલણ દાખવતી હોય તો તમારી કોઈ ફ્રેન્ડ સાથે સારી દુકાનમાં જઈ તમને બંધ બેસતી બ્રા ખરીદો.
હું નવમા ધોરણમાં અભ્યાસ કરું છું. મારો સ્વભાવ મળતા વડો હોવાથી મારું મિત્ર મંડળ ખૂબ જ બહોળું છે. લોકોને મળવાનું અને પાર્ટી માણવાનું મને ખૂબ જ ગમે છે. પરંતુ હાલમાં મારી એક સખીએ મને જણાવ્યું કે લોકો આનો અવળો અર્થ કરે છે. લોકોએ મને 'ચાલુ'નું ઉપનામ આપ્યું છે. હવે મને કોઈ સાથે વાત કરતા જ સંકોચ થાય છે. હું પોતે જાણું છું કે મેં એવું કોઈ કાર્ય કર્યું નથી જેને લીધે લોકો આ ધારણા બાંધે, હવે મારે શું કરવું?
પરીણા દોશી (મલાડ)
કોઈ રૂઢિચૂસ્તો વ્યક્તિના મંતવ્યને કારણે અપસેટ થવાની કોઈ જરૂર નથી કદાચ તમારા મળતાવડા સ્વભાવને કારણે લોકોએ ખોટો અભિપ્રાય બાંધી લીધો હશે. તમારામાં તમને સંપૂર્ણ વિશ્વાસ હોય તો તમારી વર્તણુક બદલવાની કોઈ જરૂર નથી. તમારી કોઈ વિશ્વાસુ સખી જોડે આ વાતની ચર્ચા કરી તેને પૂછો કે તમારી આ કઈ વર્તણુકથી ખરાબ છાપ ઉપસે છે? એ જાણ્યા પછી એ વર્તણુક સુધારવાનો પ્રયત્ન કરો. પરંતુ અતિ સર્વત્ર વર્જયતે જે વધુ પડતો મળતાવડો સ્વભાવ પણ કામનો નથી. હાલમાં તમારી વય અભ્યાસ કરી યોગ્ય કારકિર્દી બનાવવાની છે માટે અભ્યાસ પ્રત્યે ધ્યાન આપો.
હું એક યુવકનાં પ્રેમમાં છું. તે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. થોડાં દિવસ પહેલા તેણે મને જણાવ્યું કે તેના માતા-પિતા મોને છે કે હું તેને માટે યોગ્ય પાત્ર નથી આ જાણીને મને ખૂબ જ ચિંતા થવા માંડી છે. હું એના જેટલી દેખાવડી નથી પરંતુ હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. મારે શું કરવું તે બતાવવા વિનંતી.
શીલા શાહ (વડોદરા)
તમારો પ્રેમ તમને ખરા હૃદયથી ચાહતો હશે તો તે તેના કુટુંબીજનોની મરજી સિવાય પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર થશે. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તે તેના માતા પિતાની વાત સાથે સમંત થશે તો સંબંધનો અંત આણવો એ જ સલાહ ભર્યું છે. આ પરથી એમ જ કહી શકાય કે તેનો પ્રેમ ઉપર છલ્લો જ છે. તેને તમારી લાગણીની કદર નથી. આવી વ્યક્તિ પાસે આત્મસન્માન ગુમાવવામાં ફાયદો નથી.
મારી ઉંમર ૨૧ વર્ષની છે. છેલ્લા એકાદ વર્ષથી મને હસ્ત મૈથુનની ટેવ પડી છે. આની અસર મારા અભ્યાસ પર થાય છે. હું મારા મન પર કાબુ રાખી હસ્તમૈથુન ન કરું તો સારા માર્ક્સ આવે છે. પરંતુ ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ આ ટેવ છૂટતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
સીમા મુની (નવસારી)
કામ આવેગ દૂર કરવા માટે હસ્તમૈથુન એ સામાન્ય પ્રક્રિયા છે. આમા કોઈ શારીરિક કે માનસિક નુકસાન થવાની શક્યતા નથી પરંતુ હીણપતની ભાવનાને કારણે ભાવનાત્મક સમસ્યા સર્જાવાની શક્યતા છે. આત્મ વિશ્વાસ ઘટી જવો કે પછી ડિપ્રેશન જેવી સમસ્યા ઉદ્ભવી શકે છે. અભ્યાસમાં નબળા દેખાવનું પણ આજ કારણ છે. તમારી ઉંમર ભણવાની છે. આથી હાલમાં અભ્યાસ પર વધુ ધ્યાન કેનદ્રીત કરવાનો પ્રયત્ન કરો. કોઈ શોખ કેળવો અથવા સારું વાંચન કરો.
- નયના


