સહિયર સમીક્ષા .
- મને એક યુવક સાથે મૈત્રી છે. અમારી મૈત્રી નિર્દોષ છે. પરંતુ આ કારણે તેની ગર્લફ્રેન્ડ સાથે તેને ઘણી દલીલો થાય છે. મને પણ એ છોકરો ગમે છે પરંતુ મારે કારણે તેના પ્રેમજીવનમાં તકલીફ ઊભી થઇ છે એનું મને ઘણું દુ:ખ છે.
* હું ૨૮ વરસની છું. મારા લગ્ન થયે છ મહિના થયા છે. છેલ્લા બે મહિનાથી મને માસિક આવ્યું નથી. હું ગર્ભવતી છું એવો મને ડર છે. આમ હોય તો મારે ગર્ભપાત કરાવવો છે. શું આ કારણે મારી જાતને કોઇ ખતરો તો નથી?
એક યુવતી (મહેમદાવાદ)
* તમારા પત્ર પરથી તમે ગર્ભવતી હોવાની શક્યતા છે. હવે તો કેમિસ્ટને ત્યાં ગર્ભપરિક્ષણ કિટ મળે છે એના પરથી તમને તરત જ ખબર પડી જશે કે તમે ગર્ભવતી છો કે નહીં. તમે કોઇ પણ નિષ્ણાત ડૉક્ટર પાસે ગર્ભપાત કરાવી શકો છો. પરંતુ એમા જોખમ કેટલું છે એનો આાર તમારી શારીરિક પરિસ્થિતિ પર છે. જાનનું જોખમ ગર્ભપાત સાથે સંકળાયેલી કોઇ પણ પ્રક્રિયામાં હોઇ શકે છે. સામાન્ય રીતે ગર્ભારણ પછીના ૮થી૧૨ સલાહ સુરક્ષિત મનાય છે. પરંતુ આ માટે કોઇ ગાયનેકોલોજીસ્ટની સલાહ લો એ જ યોગ્ય છે. જો કે મારું માનવું છે કે તમારી ઉંમર પણ ૨૮ વર્ષ છે આથી તમે આ બાળકને જન્મ આપો. કારણકે ઉંમર વતા ગર્ભારણ કરવામાં તકલીફ થઇ શકે છે.
* હું ૨૦ વરસની કોલેજમાં ભણતી યુવતી છું. મને એક યુવક સાથે મૈત્રી છે. અમારી મૈત્રી નિર્દોષ છે. પરંતુ આ કારણે તેની ગર્લફ્રેન્ડ સાથે તેને ઘણી દલીલો થાય છે. મારી સાથેની મૈત્રી તે તોડશે નહીં. આ વાત તેણે તેની સમક્ષ સ્પષ્ટ કરી છે. મારી મૈત્રીને કારણ તે તેની પ્રેમિકા છોડવા પણ તૈયાર છે. મને પણ એ છોકરો ગમે છે પરંતુ મારે કારણે તેના પ્રેમજીવનમાં તકલીફ ઊભી થઇ છે એનું મને ઘણું દુ:ખ છે. મારે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ સમજાવવા વિનંતી.
એક યુવતી (જામનગર)
* તમારો સંબંધનિર્દોષ હોય એવું લાગતું નથી. મને લાગે છે કે ઊંડે-ઊંડે તમે બંને એકબીજાના પ્રેમમાં છો. અને આ વાત હોઠ સુી લાવી શકતા નથી અને તેને મૈત્રીનું નામ આપી છૂપી રાખો છો. એ યુવકની પ્રેમિકાનો પ્રશ્ન છે તો તેની સ્થાને કોઇ પણ હોય તેને આવી જ લાગણી થાય એ સ્વાભાવિક છે. શક્ય છે કે તમારો આ મિત્ર તેની પ્રેમિકાને છોડીને તમારી તરફ વળે અથવા તો બંને વચ્ચે અટવાયા કરે. પુરુષોને આવી રમતમાં મઝા આવે છે. તમારે આ બાજુ કે પેલી બાજુનો નિર્ણય કરી આ રમત પર પૂર્ણવિરામ મૂકવાની જરૂર છે. પ્રેમ હોય તો પ્રેમ સ્વીકારી લો અથવા તેની અને તેની પ્રેમિકાના માર્ગમાંથી ખસી જાવ.
* હું ૨૫ વરસની અવિવાહિત યુવતી છું. ૧૦ વરસની હતી ત્યારે મારા કાકાના એક મિત્રે મારા પર બળાત્કાર કર્યો હતો. હું નાની હોવાથી મારા પરિવારજનોએ આ વાત દબાવી દીધી હતી. આ પછી મને ખૂબ જ અનુશાસનમાં રાખવામાં આવી હતી. હવે મારા લગ્ન થવાના છે. મારા પતિને આ વાત ખબર પડી જશે એનો મને ડર લાગે છે.
એક યુવતી (ગુજરાત)
* જ્યાં સુધી તમે એમને કહો નહીં ત્યાં સુધી એમને ખબર પડવાની કોઇ શક્યતા નથી. સ્ત્રીનો કોમાર્યનો પડદો માત્ર સહવાસને કારણે જ તૂટતો નથી. ભાગ-દોડ, સાયકલ સવારી, સ્વિમિંગ જેવી સામાન્ય ગતિવિધીઓથી પણ આ પડદો તૂટી શકે છે. આથી ચિંતા છોડી દો. અને ભૂતકાળ ભૂલી શાંતિથી જિંદગી પસાર કરો. આ વાત તેમને ખબર પડશે નહીં પરંતુ તમે એ ટેન્શનમાં રહેશો તો કદાચ તેમને કોઇ શંકા જાગે આથી આ વાત એ દુ:સ્વપ્ન સમજી ભૂલી જાય અને ટેન્શન વગર પરિણીત જીવનનો આનંદ માણો.
* હું ૨૫ વરસની છું. મારા પતિ રોજ સેક્સની ઇચ્છા રાખે છે. જ્યારે મને આ ગમતું નથી. લગ્ન પછી મારું વજન પણ વધી ગયું છે. આથી મને શક છે. કે આ કારણે જ મારું વજન વી ગયું છે. શું આ વાત સાચી છે?
એક યુવતી (સુરત)
* ના, તમારે તમારા મગજમાંથી આ ભ્રમ દૂર કરવાની જરૂર છે. વધુ સહવાસ કરવાને અને વજન વધવા વચ્ચે કોઇ સંબંધ નથી. સેક્સ પતિ-પત્ની બંનેની ઇચ્છા અનુસાર જ થવો જોઇએ એ પણ એક હકીકત છે. અને બીજી એ હકીકત છે કે લગ્ન જીવનની સફળતા પાછળ સેક્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી તમારે બંનેએ સાથે મળીને આ બાબતની ચર્ચા કરી એક મધ્યમ માર્ગ શોધવો જરૂરી છે. જેમાં બંનેની ઇચ્છાને માન આપી શકાય.
* હું ૪૮ વરસની છું. છેલ્લા બે વર્ષથી મને સમાગમ દરમિયાન ઘણી તકલીફ થાય છે. લુબ્રિકેટ કર્યાં પછી પણ ફાયદો થતો નથી. આ કારણે હું સેક્સથી દૂર રહું છું. જે મારા પતિને પસંદ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (મુંબઇ)
* તમારા પત્ર પરથી લાગે છે કે તમે રજોનિવૃત્તિ કાળમાં પ્રવેશ્યા છો. મેનોપોઝના આ સમયમાં શરીરમાં હાર્મોન્સની અછત વર્તાય છે. જેને કારણે યોનિ શુષ્ક થઇ જાય છે. લુબ્રિકેટથી પણ સફળતા મળી નથી. તો તમારે કોઇ ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. પેડૂના સંક્રમણથી પણ આ સમસ્યા થઇ શકે છે. હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપી પણ ફાયદાકારક છે. આ બાબતની યોગ્ય સલાહ તમને કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ જ આપી શકશે.
- નયના