બધા છે ને.....
શોધ તારા ગુણોને, તું જાતે....
અવગુણો શોધવા, બધા છે ને!
આગળ ચાલ, તું મંજીલ પામવા
પાછળ તને પાડવા બધા છે ને!
ઊડાન ભર ઊંચી, સપનાઓની
નીચે તને પછાડવા બધા છે ને!
પ્રગટાવ જ્યોત આશની દિલમાં
નિરાશ તને કરવા બધા છે ને!
સફળથાને ચૂમી લે, પ્રયાસ કરી
જલવાવાળા બધા છે ને....
કામ કર્યે જા તું પુરી નિષ્ઠાથી
કુળ તારું લેવા બધા છે ને!
ચાહતથી જીવી લે મન ભરી
નફરત તો તને કરવાવાળા
છે ને બધા....
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
વસંત ઘેલી ધરા....!!!
વસંતના ગુલાબી રંગે રંગાઈ આ ધરા,
મોતી સમા ઝાકળ બિંદુથી
છવાઈ આ ધરા!
પરોઢના તડકાને બળુકે બળુકે
ખાતો પેલો હોલો,
મદોન્મત બનેલા ઢેલ ને
મોરથી કળાઈ આ ધરા!
ખેતર આખામાં ચણાના
પાકને સોનાના વરખથી જડયું,
ને, જીરું- વરીયાળીની સોડમની
મહેકાઈ આ ધરા!
લહેરાતા ઘઉંના મોલ જાણે
રતીક્રિયામાં રત સર્પ યુગલ,
ફોરેલા શીમળાને પલાશના
ફૂલોથી રંગાઈ આ ધરા!
કેડે બબ્બે ચચ્ચાર બાળકો
તેડીને ઊભેલી જો ને મકાઈ,
'અનિકેત' કંઈ નહીં
આ વસંતથી બહેકાઈ આ ધરા!
શંભુ ખાંટ 'અનિકેત' (પાટયો-ધનસુરા)
લઉં છું.....
સપનાના શિખર ઉપર
યાદોનો અનિમેષ જોઈ લઉં છું
તારા વિના હું તને
શબ્દોના સંવાદમાં મળી લઉં છું.
મારા શબ્દના મૌનમાં
પ્રતીક્ષા ને સહી લઉં છું
તારા હાથમાં મારા હાથનો
મખમલી સ્પર્શનો અહેસાસ
કરી લઉં છું
તારા વિરહને હૃદયના
શ્વાસમાં સમાવી લઉં છું.
તારી આંગળીને મારી
આંગળીમાં ગુથી લઉં છું
જો તું બેસે મારી સામે
તો પાંપણના પલકારા ઢાળી લઉં છું
તારા શ્વાસોને શ્વાસમાં સમાવી લઉં છું.
ક્ષણે ક્ષણે તારા અહેસાસનો પામી લઉં છું
ખોવાઈ ન જાય એ રાતને
હું સપનો થકી પામી લઉં છું.
સવાર અને રાતનું
મિલન ને તારિલયાઓ સાથે
વહેંચી લઉં છું
મારા હાથના કંપનને મારા
હૃદયમાં સમાવી લઉં છું.
તારી અવિરત લાગણીઓ
સાથે તારો સાથ માગું છું.
મારી અપેક્ષાઓમાં
તારા અભાવને માંગી લઉં
જય શ્રી વાઘેલા (મુંબઈ)
બસ, પ્રેમ કરું છું
તમે મને ચાહતા હતા છતાં
પણ કહી ન શક્યાં
કે, હું તમને પ્રિત કરું છું.
સહન કરતા રહ્યાં
મારા દર્દને
પણ કહી ન શક્યા
કે, હું તમને સ્નેહ કરું છું
શબ્દ તો ઘણાં હતા પ્રેમના
વર્ણને કરી શક્યા નહિ,
કે, હું તમને પ્યાર કરું છું
આંસુ તો આંખમાં હતાં જ
પણ રડી શક્યા નહિં
કે હું તમને હેત કરું છું
મનમાં સંવેદના તો હતી ઘણી
તે લાગણીને સ્પર્શવાની
પણ વ્યક્ત ન કરી શક્યા કે,
હું તમને પ્રેમ કરું છું.
પટેલ છગનભાઈ પી.
(જહાંગીરપુરા, સુરત)
વય
હવે હું મારી વય સાથે વાતો
કરવા લાગ્યો છું. ક્યાં પળમાં કઈ ક્ષણમાં
અચાનક શું થશે?
એક એક વિગતો વિગતવાર
પૂછવા લાગ્યો છું સપનાઓને શરીરે
મલતો હાથોની હથેળીને જોવા લાગ્યો છું
જોયેલા સપનાઓમાં
કરેલ મહેનતની તાબિર નસીબને
પૂછવાંલાગ્યો છું. જીવન
તો સંઘર્ષોના સથવારે બંધાયેલું છે.
પૂછવા લાગ્યો છું.
જીવનતો સંઘર્ષોના સથવારે
બંધાયેલું છે.
પણ 'સંજોગવસાત
સુખ દુ:ખની ફરિયાદો
તકદીરથી કરવા લાગ્યો છું.
બિલાલ કાલસર (આણંદ)
ખ્વાબોનો હું ચિતારો છું
વીતી ગયેલ પળમાં વહ્યા કરું
હું હકીકત નો થીજી ગયેલ ધારો છું
જખ્મોને હું વેતરી નાંખુ
તો'ય દર્દનો દુલારો છું.
હકીકતના હસ્તાક્ષર સાથે,
ખ્વાબોનો હું ચિતારો છું
દર્દના પટાંગણમાં ખૂલતો
સુખનો એવો પટારો છું
ઘણા, મોસમ વીત્યાં છે મુજ પર
અનુભવ નો ભારો છું
પાનખર ને હું ફુલોથી આવકારું
ખરેલા પર્ણનો સદાબહાર સથવારો છું
હું માણસ બહુ સારો છું.
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ' (નવા-વાડજ)
જીવન મંત્ર
શુભેચ્છાઓ કેરી આપ લે કરવી
એ જ તો આપણા સંસ્કાર ચે
ભાવનાઓ
અભિભૂતકરો તો
હૃદય કેરી ઉદારતા સાકાર છે...
સંબંદો નિભાવતા જીવવું એ
જિંદગી કેરો સાચો સાર છે.....
ત્યાગીને ભોગવી
જાણીએ તો.....
આપણો એ રૂડો સંસાર છે ....
જે જે નિહાળી શકાતું ન હોય
છતાં મન આનંદે એ સાક્ષાત્કાર છે.
જસમીન દેસાઈ 'દર્પણ'
(રાજકોટ)
નાતો છે નિરાળો
ખેડૂત અને હળનો, નળ અને જળનો
બુદ્ધિ અને બળનો, નાતો છે નિરાળો
કેળ અને લૂમનો,
હોટેલ અને રૂમનો,
શરાબી અને ઝૂમનો, નાતો છે નિરાળો
ઝાડ અને ડાળનો, પંખી અને માળનો,
સમય અને કાળનો, નાતો છે નિરાલો
વાળંદ અને વાળનો,
માતા અને બાળનો,
સરોવર અને પાળનો,
નાતો છે નિરાળો
ફોરમ અને ફૂલનો,
સરવાળા અને ભૂલનો
ગજરા અને ઝૂલનો,
નાતો છે નિરાળો.
રાજા અને રાણીનો,
વ્યવહાર અને વાણીનો,
પ્યાસ અને પાણીનો, નાતો છે નિરાળો
રણ અને થોરનો, ઢેલ અને મોરનો,
ચોરી અને ચોરનો, નાતો છે નિરાળો.
હિસાબ અને ડાયરીનો,
દવા અને એક્સપાયરીનો,
'સ્વયં' અને શેર-શાયરીનો,
નાતો છે નિરાળો.
પ્રવીણ પટેલ 'સ્વયં' (ગણદેવી-જી. નવસારી)


