Get The App

વાચકની કલમ .

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

બોલ હવે મારે શું કરવાનું

એમ તો સાવ ભૂલકણી છે તું

ફૂરસદમાં યાદ તો તું કરતી હશે

એટલો વહેવાર તો તું કરતી હશે

અમતો સાવ દૂર દૂર છે તું

એ હું ખાત્રીથી 

કહી શકું છું

એ અહેસાન  તો તું કરતી હશે

સુવર્ણકાળને યાદ તું કરતી હશે

તું ઝઘડો કરીને ગઈ હોત તો

મનાવી લેત હું તને

પણ તું તો કહ્યાવગર જ

છોડી ગઈ છે મને

બોલ હવે મારે શું કરવાનું?

ઘણીવાર તો તું પણ હવે

લાગણીની બાદબાકી કરીને

આખુ વર્ષ

એપ્રિલફૂલ બનાવે એમ લાગે છે

બોલ હવે મારે શું કરવાનું?

'મીત' (સુરત)

સજાવટ

દુઃખના સૂરો તમને ક્યાંય 

સાંભળવા નહીં મળે

સુખના સૂરોની અમે સૂરાવલી વહાવી છે

નામશેષ કરી દીધા છે 

ગમના અશ્રુને અહીંથી

હરખની રેલી અમે આંખોમાં રેલાવી છે

દૂર હડસેલી દીધા વાગતા કંટકોને

દિલના ચમનમાં ગુલોની 

ખુશ્બુ મહેકાવી છે

હૈયામાં બાંધ્યા છે અમે હેતના તોરણ

ને ઉરને આંગણીયે પ્રેમની 

જ્યોત જલાવી છે

તૈયારી રાખી છે અમે 

આપના આગમનની

દિલની દિવાલોને અમે પ્રેમથી સજાવી છે

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

નહીં ડર જમાને કા

એક ઝલક દિખલાકર

કરતી હૈ વો દિવાના

રાહો સે ગુજરતા હું

તો કરતી હૈ ઈશારા

હાય કૈસી લડકી હૈ

નહીં ડર જમાને કા..

ઉસકી નજર મે હીરો

વો મરતી હૈ મુજપર

કૈસે બતાઉં મૈં ઉસકો

ક્યા હાલ હૈ દિલ કા..

સબકી પસંદ હૈ વો

ઉસકો પસંદ હું મૈં

ઉડતા હું બાદલો મેં

મજા આતા હૈ જિને કા..

ઉસકો હૈ મેરી જરૂરત

કરતી હૈ ઈતની મોહબ્બત

મૈં કૈસે ભૂલાઉં ઉસકો

યે દિન શરારત કા..

રામજી ગોવિંદ કુંઢડીયા (મુુંબઈ)

ગઝલ

ફૂલનાં બાગમાં એકલો છું

શૂળના સાથમાં એકલો છું

ભીડમાં રોજ દોસ્ત મળે છે

ને ગઝલ-નાતમાં એકલો છું

પ્રેમનાં રાજમાં આપણે પણ

વ્હેમના ભાગમાં એકલો છું

આવશો એમ મનું છું સજની

હાલ તો વાટમાં એકલો છું

મોજમાં, ખોજમાં, હોય 'સૌમ્ય'

ઘાત-આઘાતમાં એકલો છું

સુનીલ પરમાર 'સૌમ્ય' (ભાવનગર)

ભીંજવે નજર

ના કર નજરનો વેપાર

વરસતા વરસાદમાં

ભીંજાયેલો હું તો એમ

ને તું નજરે નવડાવે..

મહેકે તું

ઝર ઝર વરસતી બુંદો

ધગમગતી ધરા મહેકાવતી

તારી મહેક મને

એ પણ વિસરાવતી..

તુંજ ને પ્રીત

ફૂલ સમ કોમલ સહજ તું નમ્રતા

વીજ સમ ચમકે તુજ રૂપની ચમકતા

પતઝડમાં વસંત તવ હાસ્યની રીત

નજર મળે તો જાગે મુજ મનિની પ્રીત..

યજ્ઞોશ પી. પટેલ (મહેસાણા)

દો વખ્ત કી રોટી ખિલાને વાલે

દો વખ્ત કી રોટી  ખિલાને વાલે

ભગવાન તેરી બનવાયી હુયી

દુનિયા મે કહી ભી

નહિ દિખાયી દેતા ભગવાન

ફૂલો કે ચમન મે કાંટે હૈ

બહારો કી મસ્તી મે પતઝડ હૈ

સુખ દુઃખ કી આંધી મે

ઈતના બડા ક્યું

રખ દિયા તુફાન?

યે કૈસી હૈ તેરી લીલા?

દુનિયાવાલે હૈ 

બીલકુલ અન્જાન

વખ્ત કે આગે ઝૂકને

વાલે કો એકબાર અપને

ગલે લગા લે ભગવાન

તું હંસતા હૈ તો

 હમ હંસતે હૈ

તું રુલાતા હૈ તો હમ રડતે હૈ

તેરી શિકાયત કરને વાલે

મે કોન હૂ?  બિના સોચે સમજે

મે બન ગયા હૂં નાદાન

દુનિયા તેરી મુઠી મે હૈ

તેરે ભરોસે હૈ હમારી જાન

દો વખ્ત કી રોટી ખિલાને વાલે

તેરા કભી નહિ

ભૂલેગે અહેસાન

નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)    

પ્રેમ

હૃદય-મંદિરમાં વાગે છે

ઘટંડી તારા પ્રેમ અને 

આગમનની

મારી કલ્પનામાં હમેશા રહે છે

તું આ છે બલિહારી કુદરતની

જોઈને તારા ગાલોની લાલિમા

ઉષાનો રંગ થયો ગુલાબી

તારા અદ્યરોની મુશ્કાનમાં

ખિલી ઉઠી આ ઉપવનની કળી

આપણા તન જુદા હોવા

છતા મન છે એક

આ છે કુદરતની તને

અને મને અમૂલ્ય દેન

તારી લીલા રંગની

 ચૂંદડી જોઈ

વૃક્ષએ પરિધાન કર્યો

લીલો રંગ અને વેશ

શ્યામ વાદળો શરમાઈ ગયા

જોઈને તારા શ્યામ કેશ

આવે છે ઈર્ષા, 

જ્યારે કરે છે પવન

શરારત તારા કોમળ અંગ સાથે

દિલમાંથી નિકળે છે આહ ઠંડી

એક મીઠા દર્દ સાથે

નમન કરું છું તને અને તારી

આ અપ્રતિમ સુંદરતાને

ઈશ્વર કરે કબૂલ આ મારી

નિઃસ્વાર્થ પ્રાથનાને

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

મળીએ ત્યારે

આંગણે પ્રેમરંગની રંગોળી પૂરીને

ઘરના દ્વારે આસોપાલવ બાંધ્યા રે..

મિત્રએ ઘરે આવીને હોંકારો દીધો

મિત્રને મીઠો આવકાર આપ્યો રે..

મૈત્રી ભાવે પ્રેમથી કર્યો સત્કાર રે

પવિત્ર ઝરણું હૈયામાં વહ્યા કરે રે..

દિલથી યાદ કરું ને એ સામે મળે

મિત્ર મળે ત્યારે ઉત્સવ આવ્યો રે..

મળીએ ત્યારે દિલમાં આનંદ થાય રે

મિલનોત્સવને મોજથી 

આજે માણીએ રે..

આકાશ મિત્રને ભેટી પડીએ ત્યારે

અંતરમાં ઉડેરે... આનંદનો ગુલાલ રે..

કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)

નવી સૃષ્ટિ

પ્રભુ તું નવી સૃષ્ટિ રચાવી દે

જ્યાં ના હોય આતંકવાદીઓનો ત્રાસ

લૂંટફાટ કે મારામારી

ચોરી, ખૂન કે બળાત્કાર

યુધ્ધના ભણકારા કદીયે ના હો

પ્રભુ તું! નવી સૃષ્ટિ રચાવી દે

જ્યાં ના હોય

ગ્લોબલ વોમિન્ગનો ડર

ગાયોની કતલ કે વૃક્ષોનું નિકંદન

પ્રભુ તું! નવી સૃષ્ટિ રચાવી દે

જ્યાં ના હોય કોઈ

ઊંચ-નીચના ભેદભાવ કે

હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ

સૌને એક પ્રભુના સંતાન બનાવી દે

પ્રભુ તું નવી સૃષ્ટિ રચાવી દે

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)