અર્થી મારી
ધીરેથી ઉઠાવજો અર્થી મારી અનેરી
લોખંડની પાટે સુવાની નથી આદત મારી
સુતો જીવનભર ફૂલ બદને તારાદું ગોરી
પણ તું તો વિરહમાં બની હવે વેગળી
સૌ રહ્યાં સજાવી ફૂલોથી અર્થી મારી
મને ક્યાં છે ઝંખના એ રંગીન ફૂલોની
રહ્યો છું હું પાર્થિવ શરીર ફરતે ફરી
ૉપણ મારું શરીર તો છે કફને ઢંકાયું
નિરાશ છું હવે વિમાનો મારો નથી
પ્રીતઘેલી આવ મારી સમીપ ઓગોરી
જઈએ અનુંતયાત્રએ હાથ પકડી પ્યારી
જુએ સ્વર્ગમાં 'ઈશ્વર' રાહ જરા આપણી
સૌ ખેલ્યાં ખથેલ, પ્યાદાં બનાવી અહીં
ભલે રહે એ એકલાં રાહ જોતાં આપણી
ઈશ્વર અંચેલીકર (સુરત)
કવિતાનું વ્યસન
છૂટતા રહે છે મોહ-માયા
દુનિયાના એક પછીએક
પણ કવિતા
લખવાનો મોહ
વધતો જ જાય છે
વ્યસનો કહેવાતા હોય છે
ભલે ખરાબ
પણ ઈશ્વરની નિકટ
સરકતા રહેવાનું વ્યનસ
કવિતા દ્વારા સહુને
લગાડતી જ રહું છું
ખુદની સાથે સાથે
બીજાઓને
આનંદિત કરવાનો
નશો નથી છોડી શકતી
ગણતરી થાય છે એની
પણ સત્કર્મોમાં
જ્યારે સમજણની
નવી કેડીની
તરફ મારી કવિતા દ્વારા
આંગળી ચીંધી દઉં છું
ભૌતિકતાની દોડમાં ક્યાં
સુધી દોડવાનું
ઉંમરના એક પડાવ પછી
દોડને થોડી
ધીમી કરી દેવાનું
કવિતા દ્વારા સૂચવતી રહું છું
અને હા! મારા ઈશ્વરનો
કવિતા લખાવવા બદલ
તથા મારા
'સહિયર'નો કવિતા
છાપવા બદલ
મનો આભાર
માનતી જ રહું છું!
વાચકોનો પણ આભાર!
શારદા અરવિંદ કોટક (મુલુંડ)
પ્રેમસંવેદના ભલે અલગ હો છતાં પ્રેમ એક છે,
પણ એના નામે જગમાં વિવેચન અનેક છે.
સુંદરતા જોઈ કોઈની આંખો અગર ઝૂકે,
તો એમ સમજો કે એ પ્રણયનો વિવેક છે.
છલકાવું સૂકી આંખોનું કંઈ બેસબબ નથી,
દિલમાં તમારી યાદનો પુષ્પાભિષેક છે.
મૃત્યુ મળે કોઈની મહોબત્તમાં જો 'દિલીપ',
મૃત્યુ ને પણ લગાવું ગળે એવી ટેક છે.
દિલીપ ઘાસવાલા
સહિયર... મારી સહેલી
સહિયર છે મારી પ્રિય સહેલી
ભરી દે છે મુજ મનને ખુશીથી
પિરસે છે જે નિત નવી વાનગી
સ્વાદિષ્ટ અને ચટાકેદાર લેખથી
આકર્ષિત, સુંદર પરિધાન મનભાવન
નારીઓનું જે કહે છે માર્ગદર્શન
સ્વાસ્થ્ય માટેની સુંદર ટીપ
પરિવારનો જે છે માર્ગદર્શન દીપ
સૂઝ આપે વાર-તહેવાર પ્રસંગની
બજી ઉઠે નારીના મનની ઘંટડી
ખુશીઓથી નારી ઝૂમી ઉઠતી
બનાવી પિરસી નિત નવી વાનગી
પરિવારમાં ભાઈચારાના બીજ રોપતી
સૌને હસાવી પછી ખુદ હસતી
નયન ભરાય આનંદના આંસુથી
ત્યારે જીવન તેનું ભરાય સંતોષથી
સહિયર સૌને કંઈક નવું શીખવાડે
માહિર થયેલી બહેનો પગભર બનાવે
રોજગારીના માર્ગ સદા ખૂબ કંડારે
સૌ ખુશી ખુશી 'સહિયર'ને સ્વીકારે..
ભારતી પી. શાહ (અમદાવાદ)
સહજ-ધ્યાન
અગમનાદ ગૂંજે ગહન, દાન સાહેબ
નિરાકાર વાણી-ભજન, દાન સાહેબ
અચાનક ઉમળકો હૃદય-દ્વાર ખોલે
મહાવેદ વીંટયું મનન, દાન સાહેબ
પવનની દિશા દોહ્યલી છે બદલવી
સ્વયં તત્ત્વમાં છે વજન, દાન સાહેબ
ન ચલતા, ન રુકતા,
ન ઉડતા, ન બુડતા
પરમ અંશ કેવળ સપન, દાન સાહેબ
ભભૂતી તિલક ચાખડી છે પ્રદર્શન
સહજ-ધ્યાન ભગવું ગગન, દાન સાહેબ
દાન વાઘેલા (ભાવનગર)
રમત માણી તો જો
ચાલ મારો હાથ પકડી
બે કદમ ચાલી તો જો
છોડ ચિંતા જગતની
તું મસ્ત થઈ મ્હાલી તો જો
આવને આ આભા છેડે
બે ઘડી જઈ બેસીએ
આંખમાં ક્ષણ આંખ નાંખી
સ્નેહથી તાકી તો જો
વેદના-વ્યથા-પીડા સૌ
વાળી મૂઠીઓ ભાગગશે
બંધ દરવાની હૃદયના
થૈ બેફિકર ખોલી તો જો
હું કહું છું તે બધું
સાચું જ છે એ માની લે
રંજ છોડી કર ગુલાબ
રસ-રાગમાં રાચી તો જો
જન્મથી મૃત્યુ તરફની
દોટ છે આ જિંદગી
સાવ નોંખી-ભેદી-રોચક
આ રમત માણી તો જો
નરેન્દ્ર રાવલ (વડોદરા)
જિદ્દી દિલ
તારી આગળ પાછળ
રખડી રખડીને
મારા કપડા બપડા
બધા ફાટી ગયા
તારી આગળ પાછળ
હેંડી હેંડીને
મારા બૂટ-ચંપલ તૂટી ગયા
તારી આગળ પાછળ
દોડી દોડીને
મારા પગના
તળિયા ઘસાઈ ગયા
તારી આગળ પાછળ
કોલ કરી કરીને
મારા પૈસા લૂંટાઈ ગયા
તારી આગળ પાછળ
બાઈક, ગાડી લઈ લઈને
મારા પેટ્રોલ,
ડીઝલ ખૂટી ગયા
તારી આગળ પાછળ
લવ-લેટર લખી લખીને
મારા કાગળ મટી ગયા
તારી આગળ પાછળ
જીહજૂરી કરી કરીને
મારી લાગણી સુકાઈ ગઈ
તો પણ તારી જિદ્દી દિલમાં
અકડ ઘણી બાકી છે
પ્યારની બેપરવા પરીક્ષા લેવા
તો પણ તારી ઇચ્છામાં
બેકાબૂ લાગણી બાકી છે
ખુદને બેખોફ બરબાદ કરવા
શેખર ખરાડી ઢિંચણીયા (ઈડર)
સરતી રહે
ઉમ્ર સંધ્યા તરફ જ્યારે ઢળતી રહે
ત્યારે મળવાની ઇચ્છાઓ વધતી રહે
વાત પૂરી કરો વાત જે પણ કરો
હો અધુરી તો
મનમાં ખટકતી રહે
લાખ બંધનમાં એને તમે બાંધશો
જિંદગી તોયે હાથોથી સરતી રહે
વ્હાણ ડૂબ્યાં જે તોફાનમાં પળમહીં
એ જ તોફાનમાં
પ્રીત તરતી રહે
'ચાંદ' ઘરમાં જ જીવન ભલે ને વીતે
કામનાઓ જગતભરમાં ફરતી રહે
પ્રવીણ પોંદા 'ચાંદ' (ભાવનગર)
આઘા ખસો
વાદળાને કહો આજ આઘા ખસે
મારે કિરણો ફેલાવવા ક્યાંથી?
વારેવારે વાદળા પરેશાન કરે
બાગમાં ફૂલોને ખીલવવા ક્યાંથી?
વાદળાની મમતે, ચંદ્ર ઢંકાય છે
પૂનમની રોશની ફેલાવવી ક્યાંથી?
વાદળીની વહેણમાં વર્ષા ઠેલાય છે
ખેડૂતના ધાન ઉજાળવા ક્યાંથી?
ઉમરે છે, કાળા-ધોળા વાદળની સૈના
કોયલના ટહુકાર સંભળાશે ક્યાંથી?
સૂરજચંદ્ર તો સહુના લાડીલા
નભના અંતરાય સહેવાય સાથી?
વાદળાને છે સહુની વિનંતી
જગને જીવાડવા આઘા ખસે?
સી. જી. રાણા (ગોધરા)


