સંબંધ
મીઠા સંબંધે મનમાં હળવાશ
સંબંધો બગડે ફેલાય કડવાશ
જીવન લગી સંબંધનો વિકાશ
જીવદોરી તૂટે ને થાય વિનાશ
એકમેકના બંધાતા સંબંધ
ગણાય એક જાતનું બંધન
સંબંધની માવજત કરી જાણો
તો જ જીવનમાં સુખ-શાંતિ માણો
સંબંધમાં જો સ્વાર્થ પ્રવેશી જાય
લઘુગોવિંદ સંબંધે લાય લાગી જાય
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
અજીબ ઇંતજાર
રાત વહેચીને અમે
ઉજાગરા લીધા છે
આહો સાથે રોજ
ધબકારા લીધા છે
મૂકીને ક્યાં જતાં નથી
સિતમ સાથે પનારા લીધા છે
મહોબ્બતમાં બીજું
કઈ મળ્યું નથી દોસ્તો!
દરદ-ઓ-ગમ દિલે
એકધારા લીધા છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
વ્યસ્ત રહે
તું કાયમ મોબાઈલમાં
વ્યસ્ત રહે
મિત્રોને કોલ-મેરેજથી
તું સમય આપે
ઘરેથી નીકળવાનું હવે
તને બહાનું મળે
નોકરીના સ્થળ પર
તું ના પણ મળે
ક્યાં જાય છે, શું કરે છે
એ તો ખબર પડે
અંગત મિત્રો સાથે
બંગલામાં મસ્તી કરે
વહેમ છે તારો હું ક્યાં
જાઉં છું કોઈ ના જાણે
મોજ-શોખ કાજે મિત્રો
બદલીને જલસા કરે
સહેલીઓથી વાંકુ પડે
ત્યારે આંખ ખૂલે
મને કાઢી મૂકશે આ
ડર સતાવે છે તને
બાંધ-છોડ ના કરી
વિચારોમાં મતભેદ રહે
સ્વછંદી સહેલીઓ
સાજથી અલગ રહે
જૂઠ-અહંકારને ચાલાકી
ભારે પડશે તને
કિરણભાઈ આર. પંચાલ
'આકાશ' (વડોદરા)
નવલાં વરસના મુબારક
વિસરો વિતેલું વરસ તમે સૌ
વધાવો નવલું વરસ હસીને
ભેટો સૌ કોઈને પ્રેમથી
મનની કડવાશ મિટાવી દઈને
સૌને નવલાં વરસના મુબારક દઈએ
ફૂલોની રંગોળી સજાવી દો
પ્રેમના સાથિયા, ખુશીના તોરણ
ઠેરઠેરર ટીંગાડીને હરખીએ
મારું-તારું મિટાવી દઈને
વેર ઝેર સઘળા દાટી દઈએ
હાથમાં હાથ મિલાવીને
સૌને નવલાં વરસના
મુબારક દઈએ......
અન્ન ધનના દાન દઈને
પરોપકારથી મિઠાઈ વહેંચીએ
દુખિયાના આંસુ લૂછીને
પ્રેમના ગુલાલ ઉડાડીએ
સૌના વિકાસની ભાવના
જીવનમાં ઉતારી લઈએ
શાંતિના દીપક પ્રગટાવીએ
સૌને નવલા વરસના મુબારક દઈએ
સ્વાર્થ છોડી પરમાર્થ વધાવીએ
પ્રેમશાંતિના પારેવાં ઉડાડીએ
જગના સર્વે જીવોને ખમાવીએ
ચારેકોર બંધુત્વના રોપાં રોપીએ
સૌના દિલ મંગલભાવથી ભરીએ
સૌને નવલાં વરસના
મુબારક દઈએ.....
ભારતી પી. શાહ (અમદાવાદ)
મીટને નહિ દુંગી નામોનિશાન
હંસતે હુએ ફૂલો કી તું હો મુસ્કાન
બહાર આયે ના આયે?
તું હો મેરે દિલ કી તુફાન
ચંદા કી ચાંદની બનકર
તું ધરતી પે ઉતરતા હૈ
રાત્રી કી બેલામે મૈં તુજે
દેખતી હું તો મૂંઝે લગતા હૈ કી
તુ હો મેરા મહેબાન
ઘુંઘટ મે મૂહ છૂપાકર
મૈં હંસતી હું તો
શાયર કવિતા લીખતે,
લીખતે ધરતી પે
ઉતાર દેતા હૈ આસમાન
અપને આપકો ભુલકર
તુંજે ગીત સુનાને કો
ઘર બહાર નિકલતી હું તો
ડર લગતા હૈ બેઈમાન
દુનિયા કર ના દે બદનામ?
તું કહે તો તેરા આશિયા ને કી
ડાલી બન જાઉંગી, જબતક
જીયુંગી તબતક મૈં
તેરા મીટને નહિ
દુંગી નામોનિશાન
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
પિતા મારા પરમેશ્વર
વડલાની છાયામાં દેહને આરામ મળે.
માવતરનો પ્રેમ સંતાનોને અપાર મળે
વહેલી સવારે પરિવાર કાજે
ઘર છોડીને કામ કરે.
મોડી રાતે લોથ-પોથ થઈને
ઘરે પાછા આવે.
ખુદના મોજશોખ છોડીને
પરિવારની ઈચ્છા પૂરી કરે.
સંતાનોના લાલન પાલનમાં
સંસ્કારોનું સિંચન કરે.
સ્વભાવે હુ તીખા હસતા મુખે
ઠપકો તો આપે
સુખમાં છકે નહીં અને દુ:ખમાં
હિંમત ના હારે.
જીવન ઘડતરમાં
પાયામાં સદ્ગુણોનો ભંડાર મળે.
વિશ્વવિભૂતિ પિતાશ્રીને
વંદન કરતા શીશ નમે.
વંદન કરું પિતાશ્રીને
આપની આજ્ઞાામાં રહીએ અમે.
પ્રભુની કૃપાથી
વાત્સ્લયનો ધોધ સદા વહેતો રહે.
પિતા મારા પરમેશ્વર
દાસ બનીનેસેવા કરીએ અમે.
આકાશ માવતરના
આશીર્વાદથી જ સુખ શાંતિ રહે.
- કિરણભાી આર પંચાલ : (વડોદરા)
દિલદાર
દિલ નહી હતું દર્પણ મારું કે તું મુખ. દર્શન માટે સમીપ આવી હતી ક્ષણભર
નાજુક નજાકત કરી મોહ્યું તેં મન મારૃં હતો પાગલ હું,કે કપટીને ના ઓળખી
કહું કોને રૂપાળાં રૂપના આઘાત ની વાતો બેઠો બસ સજાવીને હૃદયના મહેલ ને હું ખૂણે ખૂણે બંધાયાં આંસુના તોરણો જો તોરણો ના તાર થી વિંધાયાં પુષ્પ પ્રેમના
નથી આવવાનું આ રડતા દરવાજે કોઈ જે મહેલની દેહલીજ તો વિરાનજ સારી પાગલછું જે દરવાજો તોડી તું ગઈ હતી આંખો ન જાણે કેમ નથી હટતી ત્યાંથી.
રાતાં બે લોચનનાં આંસુ પણ થાકી ગયાં ધઈશ્વર ધહવે નહીં લેવાય વિસામો અહીં કહીને ગયાં ન જાને કોને રડાવવા હવે જાઉં હું વાત જુએ ઉભી ચિતા મારી.
- ઈશ્વર અંચેલીકર. (સુરત)


