Get The App

વાચકની કલમ .

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

લાગણી 

લહેર હતી કે પછી લાગણી હતી

એ હવા મને સ્પર્શી ગઈ

આંખે જાજમ પાથરતી ગઈ

રૂખને જરા બદલતી ગઈ

અનુભવમાં અહેસાસ બેવડાયો તારો

સુરની સાથે સંધાયો નાનો

એ નજારાને મનભર માણતી રહી

અતીતમાં પાછી ખોવાતી ગઈ

કાને સંભળાયો કલરવ પંખીઓનો

ત્યાં સફાળી જાગતી થઈ

બોલાતી રહી હતી એજ માટીની ખુશ્બુ

તિલક કરીને પામતી રહી

લાગણીઓ લખી ત્યારે ખબર પડી કે

'શીવા' સઘળું તારે કારણે જ હતું

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

મા-બાપનું હૈયું..!

બેટી તો છે, મા-બાપનું હૈયું

બનવા દો એને સદા નિર્દોષ છૈયું

જેના ઘેર ઝૂલે બેટીનું પારણું

તેનાં ભાગ્યનું ખૂલે 

અહર્નિસસ બારણું

બેટી તો છે ઉભય કૂળ નંદિની

તેથી તો છે જગતમાં સદા વંદિની

મા-લક્ષ્મીનું સાક્ષાત રૂપ છે બેટી

લગીરેય એને કદી કરો ના છેટી

બેટી તો છે હમેશા ઘરનું આભૂષણ

ભૂ્રણ હત્યાનું તમે દૂર કરો દૂષણ

બેટી બચાવોનું ઋણ સદા મૂલવો

ભૂ્રણ હત્યના અવગુણ ભૂલવો

જેને ઘેર બેટી જન્મ જો ધરે

તો તે કૂળ સદૈવ, ધન્યતાને વરે

ભૂ્રણ હત્યાના રાક્ષસી કૃત્યને હણવા

બેટીને દો જગતમાં સદાય ભણવા

બેટી તો છે ઊડતી આસમાનની પરી

એને કોઈ'દિ કદી બતાવો ના છરી

ગર્લ તો છે ગોલ્ડન ગોડ ગિફ્ટ

પ્રભુનો પ્રસાદગણી આપો એને લિફ્ટ

પ્રવીણ પટેલ 'સ્વયં' (ગણદેવી)

છોડી દીધું છે

મે જીવન છોડી દુંધું

કુદરતના પ્રભાવ પર

ભરોસો મૂકી દીધો છે

નાનકડી નાવ પર

પૂછ્યું મેં ફુલ ને

કેમ આટલા ગર્વમાં રહે છે

ઈશારો કયો પોતાના

દોસ્ત કાંટાના બિછાવ પર

પૂછ્યું મેં વહેતી નદીને

તાજ્ઞા મંજિલ ક્યા છે

ઈશારો કર્યા સાગરના

અફાટ ધુધવાટ પર

માનવતાની ભીડમાં

માનવને શોધવો મુશ્કેલ છે

બધુ જ વેચાય છે

ચહેરાના ખોટા હાવભાવ પર

પાનખરમાં ખજ્ઞા ગયેલા

પણો કહે હસીને

નવી જંજવાતનો જાદુ

ચાલશે વસંતના પડાવ પર

માનવતા મજ્ઞા પરવાજ્ઞા છે

આંખના શોકમાં

દોસ્તી જીતી ગઈ છે

અશોકના તણાવ પર

નાયક અશોક આર. (ધોળકા)

પ્રિયતમા

અડધો ઊંઘું, અડઘો જાગું ને થઈ -

જાય છે પ્રભાત આજે મારી પ્રિયતમાને

જાગરણની છે રાત

ફેરવું નઝર હું મારી

આખીરાત ચોપાસ પ્રિયતમાં રમે છે

સખીઓ સંગાથે ચોપાટ

વહેલી પ્રભાતે પ્રિયતમાને

મળી લેવાની આશા

પણ પ્રિયતમા તો તાણે છે

ગાઢ નિંદ્રાના શ્વાસોશ્વાસ

જાગરણ થકી કરે છે

એ વ્રત તણા ઉપવાસ

એ થકી માગે એ તો

મારી ભવોભવનો સંગાથ

પ્રિયતમાનાં થાય છે

ત્યારે ઉત્તમ નારી તણા દર્શન

પ્રિયતમા કરે છે જ્યારે પ્રેમીને સર્વસ્વ અર્પણ

વિષ્ણુકુમાર માણેકલાલ પરીખ 

'પાગલ પરવાદળી'

ક્ષણો ઓછી ને

ક્ષણો ઓછી.. ને

તને ચાહવું છે.. કેટલું બાકી

શ્વાો ઓછા ને.. તને

કહેવાની વાર્તાઓ.. કેટલી બાકી

સાંભળીસને તું મને? થોડું થોડું પણ

હવા ઓછી ને લેવા શ્વાસ

કંઈ કેટલાય બાકી

મન કહે છે આજે

બધું જ લખી દઉં તને

આ કાગળ નાનું ને તને

લખવાનું કઈ કેટલું બાકી

પીગળી જાઉં તે પહેલા

કરી લેને થોડો પ્રેમ મને પણ

પછી ના કહીશ.. કરવી તી હજી

જીવનની વાર્તાઓ

કંઈ કેટલી બાકી-

અનિલ કે. ધનગર 'અશ્મિ' (નવસારી)

મિત્ર 

મૈત્રીભાવે નિષ્કપટ જે

સાથે રહે એ છે મિત્ર

ખુદનું કામ પડતું મૂકીને

દોડતો આવે એ છે મિત્ર

વ્યસ્ત હોવા છતાં મળવા આવે એ છે મિત્ર

જ્યારે મળીએ ત્યારે

મુખ મલકાય એ છે મિત્ર

વિકટ પરિસ્થિતિમાં શંકા

ના કરે એ છે મિત્ર અંગત વાતો કરતા મન

હળવું થાય એ છે મિત્ર

વ્યવહારમાં વિવેક, મર્યાદા

સાચવે એ છે મિત્ર

તન-મન-ધનથી સદાયે

હૂંફ આપે એ છે મિત્ર

માન-સન્માનની અપેક્ષા

ના રાખે એ છે મિત્ર ગુસ્સો પણ કરે ઠપકો

પણ આપે એ છે મિત્ર

મુંઝવણ પ્રશ્નોનું નિરાકરણ

લાવે એ છે મિત્ર

ખભે હાથ મૂકીને કહે

હું છું તારી સાથે એ છે મિત્ર

'આકાશ' સંબંધમાં વિશ્વાસનું

ઘરેણું એ છે મિત્ર

રક્ત વિહોણા સંબંધની

આ દોસ્તી એ છે મિત્ર

કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)

ભૂલી ગયો

માનવ બની શક્યો નહિ ને ઈશ્વર બની ગયો

મહામૂલી આ જિંદગીનો

વહેવાર ભૂલી ગયો

શા માટે તું આવ્યો જગમાં શું શું કરી રહ્યો

માનવતાના મૂલ્યનો તું

હિસાબ ભૂલી ગયો

દેખાદેખી, ઈર્ષાખોરી, વેરઝેર વધી રહ્યું

જુઠાણાની જાળમાં તું

કેવો ફસાઈ ગયો

સ્વાર્થ માટે ગળું કાપતા

જરાયે ડરતો નથી

જવું વાવશો તેવું લણશો

ભાવના ભૂલી ગયો

સુખી થવાન સપનાઓ

દિલને દુ:ખી કરે

પાડોશીનું સુખ જોઈ તું

દુ:ખી થઈ ગયો

સુખ બીજાને દેવા માટે

જાતે બળવું પડે

ટાંકણા વડે ટંકાયો પથ્થર

પ્રભુ બની ગયો

ચંદન પોતે ઘસાયું ત્યારે

સુવાસ આપી ગયું

ઝેર જગતનું પીધું ત્યારે

શંકર બની ગયો

ભગુભાઈ ભીમડા (ભરૂચ)