ત્યાં સુધી
આ પથ્થરને ટાંકણા-ટોકશે
શિલ્પી ક્યાં સુધી
કંડારેલી મૂર્તિ બની વિભુ
બહાર નીકળે ત્યાં સુધી
ઊગતું શમણુ-જાગ્યુ-ભાગ્યું
ક્યારે ફરી અટકશે
દિલ-દિમાગમાં વિચાર
સ્ફુરશે ફુરશે રહેશે ત્યાં સુધી
સંતા કુકરી-જાણે રમે,
સુરજ-ચન્દ્ર-નભમાં
રાત-દિન થૈને
નભ-વિસ્તરશે, નભમાં નીચે
ભૂમિ રહેશે ત્યાં સુધી
ઝાડ-પાંદડા-ફુટ-ડાળીઓ,
ઝૂમી-ઝુલતી રહે ક્યાં સુધી
વંટોળ વાયુઓ ખુલશે ફુરશે
ફાળશે ત્યાં સુધી પર્વતને પહાડ પર નદી
નાળા ઝરણા વહેતા રહે ક્યાં સુધી
વાદળ વિખરાય ગગન ગોખે ફરી
વાદળો પાણી ભરશે ત્યાં સુધી
હસમુખ સી. જાટકીયા (રાજકોટ)
નિ:શબ્દ પ્રેમ
પ્રેમ એક અનુભૂતિ છે જેમાં
જરૂર નથી અભિવ્યક્તિની
નયનોની પરિભાષા સમજાય એ
પ્રેમનું પ્રતિબિંબ છે
અરે! નયનોની પાંપણોને માણો તો
પ્રેમના શબ્દો લહેરાય
માત્ર હોઠ પરના સ્મિતને નિરખો તો
પ્રેમનો રોમાંચ અનુભવાય!
શરીરની પ્રતિક્રિયા પણ સમજાવી દે
પ્રેમના સ્પંદશે!
વર્તન વાણીમાં આવેલ પ્રતિભાવથી
સમજાય પ્રેમના અંકૂરો!
નજરોથી નજર મળી જાય, એમાં
જ કેદ થઈ જાય પ્રેમનો નજારો!
જિંદગીમાં સમજાવી દે લાગણીના સૂરો
એ જ છે નિ:શબ્દ પ્રેમ!!
દીપકભાઈ એમ. પંડયા 'સ્નેહ' (બીલીમોરા)
બંધનમાં નથી રહેવું
તારા સમયની વ્યસતતા મને સમજાય છે
ચહેરો જોઈને તારી વાત મને સમજાય છે
મારું તારું કરવામાં ઉંમર વહી જાય છે
પૂછીએ તો ઉકેલ મળે એ
વાત મને સમજાય છે
ઘરમાં નથી કોઈ રોક ટોક છતાં તું ડરે છે
બંધનમાં નથી રહેવું એ
વાત મને સમજાય છે કદર તારી કરું છું ખુશ
રહેવા તું સમય આપે છે
ક્યારેક ગમતું છોડવું પડે
એ વાત મને સમજાય છે
'આકાશ' હૈયેથી હૈયું મળે
પછી મોજથી જીવાય છે
મોજમાં રહેવા તું ગમતું
આપે એ વાત મને સમજાય છે
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
લતામાં તાલ છે
ગુલાબી ગાલ છે શરાબી ચાલ છે
નશામાં છે બધા
મહેફિલ કમાલ છે
રમત શતરંજની નવાબી ચાલ છે
અમારા હાથમાં
ખડગ ને ઢાલ છે
તમારા નયનમાં
અબીલ ગુલાલ છે
તલતમાં તલબ છે
લતામાં તાલ છે
રજનીકાન્ત ઓઝા (કચ્છ)
શું ખબર
ચક્ર ક્યારે સમયનું ફરે શું ખબર?
કોની ક્યારે જરૂરત પડે, શું ખબર?
આંધળો ના ભરોસો બધા પર કરો,
પોતીકા પણ કદાચિત નડે, શું ખબર?
જિન્દગીની સફરનું ના નક્કી કશું,
દોડતી ગાડી ક્યારે ખડે, શું ખબર?
બાગમાં માત્ર ફૂલો જ હોતાં નથી
બાગમાં કંટકો પણ મળે, શું ખબર?
'ચાંદ' સારા સમયનું અભિમાન શું?
ક્યારે ભરતીના જળ ઓસરે, શું ખબર?
પ્રવીણ પોંદા 'ચાંદ' (ભાવનગર)
સ્નેહનું સુમન
પલકો ઝુકાવીને નીકળી ગયા
ઇંતજાર કરતાં નયન જોયું
આહોની કોઈ અસર ન થઈ
તડપતા અમારા જિગરને ન જોયું
અરમાનોના ગુલોને રાખ્યા
હતા સજાવીને
હર્ષ ભર્યા દિલના ચમનને ન જોયું
વરસાવી નહીં કોઈ વહાલની વર્ષા
મુરજાઈ જતાં સ્નેહના સુમનને ન જોયું
અનિમેષ નજરે અમે જોતાં રહ્યા
પાછુ વળી ઉદાસ અમારા વદનને ન જોયું
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
પ્રેમ
ભીંજાઈ જવું છે મારે તારા પ્રેમમાં
છત્રીનો સહારો નથી જોઈતો
માણવી છે મજા મારે વર્ષા અનરાધાર
સપ્તરંગી ખીલી છે આ મૌસમ બેમિસાલ
ખોવાઈ ગઈ છું આ રંગીન દુનિયામાં
ચાલવું છે બસ હાથ લઈ તારા હાથમાં
કેસરીયા ફુલોથી મહેકતું આ ઝાડ
એને પણ લીધો સહારો આ પહાડ
ભલે આવે કઠીન વળાંક પ્રેમની રાહ પર
પણ તું સાથ નિભાવજે મારો જીવનભર
તું હોય સાથે તો રહેવા
મહેલની જરૂર નથી
નાની ઝુંપડી પણ મહેલતી
કાંઈ કમ નથી
સુમિત્રા નાયક 'શ્યામ' (અમદાવાદ)
મારા
પડછાયો સાથો છોડી ગયો
દુકનો વાદળ છવાયા
અમારા જ દુશ્મન થઈ ગયા
આવા કપરા સમયે તમે
હમદર્દ બની મારા કહી ગયા
તમે પથ્થરમાં ફુલ ખીલાવયા
પાનખરમાં વસંત ડુબતી નૈયાને
તમે પાર લગાવી ગયા
અમારા અમને તરછોડી ગયા
કાંટાંળા રાસ્તા સર્જી ગયા
સ્વાર્થી બની ઘાવ આપી ગયા
સંકટ સમયે તમે અમને મારા કહી ગયા
મોટી વાતો કરનારા
સગા સંબંધી, મિત્ર
દુખમાં કોઈ કામ ના આવ્યું
તમે મારા સમજી
જીવનદાન આપી ગયા
તમે પારકા થઈ પોતાના થઈ ગયા
અમારું દુખ પોતાનું સમજી અમને
તમારા રુણી બનાવી ગયા
તમે અમારા કુટુંબના નથી
તમે કુટુંબીથી વિશેષ થઈ ગયા
તમે અમને દીલથી મારા કહીને
પ્રેમ જતાવી ગયા
અનુમાવજી
તલાશ પૂરી થઈ નથી
તલાશ તો મારી ક્યાં પૂરી થઈ છે
જિંદગી તો ત્યાં જ અટકી ગઈ છે
ચાહતને હજુ ક્યાં મંજિલ મળી છે
તું છોડી ગયો ત્યાં જ હજુ ઊભી છે
રોજ રસ્તા શોધવા નીકળી પડે છે
અને ગલીઓમાં ખોવાઈ જાય છે
બસ કેમ એ જ ચહેરો શોધે છે
કહું છું એને હવે પણ ક્યાં ભૂલે છે
અસંખ્ય આંખોની નજરમાં આવે છે
હવે તો ભીડને પણ તેની આદત પડી છે
હવે તો શરમ ને પણ શરમ જતી રહી છે
તલાશ તો મારી ક્યાં હજુ પૂરી થઈ છે
પિન્કી પરીખ (અમદાવાદ)
ઈશ્વરના હસ્તાક્ષર
હે ઈશ્વર શી રીતે હું તને વ્યાક્યાયિત કરું?
તારામાં જ સતત રમમાણ,
મારું આ ચિત્ત કરું
પુષ્પોનાં નયનરસમ્ય રંગોમાં
દ્રષ્ટિગોચર તારા હસ્તાક્ષર છે
તું જ તો પ્રારંભ છે જગતનો
અને તું જ તો આખર છે
પક્ષીઓનાં મધુર કલરવમાં
તારો જ સ્વર સંભળાય છે
તારી કણ કણમાં સ્મૃતિ
એક ક્ષણ પણ ક્યાં વિસરાય છે
ટમટમતાં તારાઓમાં
તારું જ તેજ ઝળહળે છે
વરસાદના બુંદરૂપી
તારી જ કૃપા ધરતી પર પડે છે
ઝાકળબિંદુઓમાં પણ
તારી જ તો અનુભૂતિ છે
આ સમગ્ર સૃષ્ટિ પણ
તારી જ તો કલાકૃતિ છે
નાનાં શિશુનાં નિર્દોષ સ્મિતમાં પણ
તારો જ એહસાસ લિપ્ત છે
સૂર્યનાં ઓજસ્વી કિરણોમાં પણ
તું જ તો પ્રદીપ્ત છે
તને શોધવા માટે તો માત્ર
અંતરનાં ચક્ષુ પર્યાપ્ત છે
તારી હાજરી તો છે સર્વ વ્યાપક
તારું અસ્તિત્વ અમાપ છે
કુલદીપ દીલીપ કપાસીયાવાલા (અંકલેશ્વર)
કાલ જેવી આજ પણ મારી
વફાદારી હતી, આ જગતને
મન ભલે જીવતરની નાદારી હતી.
આ સમયની સામે હરપળ
જીતતા એ કારણે,
આપણી બસ સત્યના પક્ષ
તરફદારી હતી.
આપની બસ એક નજરે
હું અહીં કેદી થયો,
અન્યથા છટકી જવાની
હૈ છટકબારી હતી.
એ ઉપર બેઠો નચાવે એમ
નાચે માણસો, ઈશ સામે
આ જગતની કેવી લાચારી હતી.
'ચાંદદ જીવ્યા જખમ
લઈને મૌજ- મસ્તીમાં સદા,
લોક દુનિયાના કહે છે કેવી ખુદ્દારી હતી.
પ્રવીણ પોંદા 'ચાંદ' (ભાવનગર)


