અછાંદસ કાવ્ય
ઓગળી રહ્યો હું
બરફના ટૂકડાની જેમ
જળ બનીને નદીએ વહ્યો
ને અંતે સાગરમાં સમાયો
તેમ છતાં સાગર ના છલકાયો
'સૂરજ'ના ઉષ્ણકિરણોએ
બાષ્પ બની ઉર્ધ્વગમન પામી
કાળા ડિબાંગ વાદળે સમાયો
હવાનું દબાણ વધતાં
ચકરાવે ચડી વાવાઝોડું બનીને
આમ તેમ ફંગોળાયો
ને વડોદરે ત્રાટક્યો
૧૧૦ કિ.મી.ની ગતિએ
ખૂબ ગરજ્યો, ખૂબ વરસ્યો
વિજળીના કડાકે-ભડાકે
સાંબેલાધાર, અનરાધાર
હેલી બનીને અનેક ઝાડવાનો
કચ્ચરઘાણ વાળી દઈને
મધરાતે મધ્યરસ્તે પણ
નાળાં સઘળાં બંધ કર્યા
રસ્તા સઘળા બંધ કરીને
ક્યાંક ઢીચણે.. ક્યાંક કમ્મરે
નીર તારા હિલોળે ચડયાં
પ્રાત: એ શાંત થયો
'સૂરજ' ઊગતાંની સાથે
ડો. ભરત ત્રિવેદી 'સૂરજ' (ગોરવા, વડોદરા)
શબ્દને સથવારે
થયું હૈયું હળવું ફૂલ
શબ્દને સથવારે
બન્યું પ્રેમથી છલોછલ..
બસ શબ્દને સથવારે
રચાયા યુદ્ધ મહાભારતના
શબ્દને સથવારે
વાલિયામાંથી વાલ્મિક બન્યા...
બસ શબ્દને સથવારે
ઉઠે અગનજ્વાળા કરે ખાક
શબ્દને સતવારે
મનને મળે શાંતિ અથાક
બસ શબ્દને સથવારે
તમે અમે મળ્યા બુધસભામાં
શબ્દને શથવારે
ન છંદ, પ્રાસ છતાં જાણ્યો મર્મ
બસ શબ્દને સથવારે
સ્થાન, માન પામી શકો તમે
શબ્દને સથવારે
જીતી શકો પ્રેમ લાગણી અમાપ
બસ શબ્દને સથવારે
શબ્દ બ્રહ્મ, શબ્દ નાદ,
શબ્દ છે તલવારથી ધારદાર
કૃપા શારદાદેવીની અપાર
જે સમજી શકે શબ્દનો સાર
મધુબેન વસાણી (ભાવનગર)
જિંદગી
સ્નેહની સરિતામાં વહી
જાય છે જિંદગી
સુખદુ:ખના સાગરમાં
તરી જાય છે જિંદગી
આશાના મિનારા હંમેશા
તૂટતા જોયા છે
સપનાને સાકાર કરી
જાય છે જિંદગી
સુવાસ ભરેલું જીવન
મલ્યું છે એક દિનનું
ફૂલ બનીને સમજણ
આપી જાય છે જિંદગી
આંધી કે તૂફાન તો
જીવનનું એક પાસું છે
સફળતાના શિખરને
આંબી જાય છે જિંદગી
પતંગિયાને ડર નથી
લાગતો એના મોતનો
પાગલ બની જ્યોતમાં
સળગાવી જાય છે જિંદગી
કદી આભમાં વિહરતા
કે કદી કિલ્લોલ કરતાં
આ પંખીના માળામાં
મલકી જાય છે જિંદગી
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
કોયલ કી કૂક
માનવતા કાજે જીવનમાં
રાખી લ્યો મીઠી વાણી
મીઠાશભરી વાણી થકી
સારું જગ જીતી જવાય છે
લોકપ્રિયતા કદમ ચૂમે છે
કોયલની કૂક સમી વાણી
નિ:સ્વાર્થભરી વાણી થકી
પૂજાય છે સાધુ સંતોને મહંતો
આશીર્વાદ લેવા કોઈ બોલ
સાંભળવા પહોંચી જાય જગમાં
સંસાર સાગર પાર કરી લેવાને
કોયલસમી મીઠી વાણી જ્યાં
સામાજિક માહોલે પૂજનીય બને છે
કોયલ કી કૂક સે જ્યાં
રાજકીય દાવપેચે ખપ
પડે છે મીઠાશભરી વાણી થકી
આદર્શો, સંસ્કારોની પ્રેરણા
બક્ષે છે કોયલ સી કૂક
નિખાલસ ને નિ:સ્પૃહય વાણી
થકી માનવ પૂજાય
કર્કશ વાણી તો છે
શત્રના ઘા જેવા લાગે જ્યાં
કોયલ ને કૌઆ એક રંગના
એકમાં કટુતા ને બીજામાં મધુરતા
કોયલના બચ્ચા માદા
કૌઆ સાચવી ભરણ પોષણ કરે જ્યાં
પરેશ જે. પુરોહિત (રણાસણ)
કેમ છો તમે
એક'દિ રસ્તામાં ઊભા રહ્યા અમે
કેમ છો તમે ધીરેથી કહ્યું મને
હવે બોલો તમે ઓળકો છો મને
હા.. આવતા જતાં હું જોઉં છું તને
વાહ વારંવાર મળવા જેવા છો તમે
મારી અંગત વાત આજે કહું છું તને
દેખાવે સુંદર ને રમુજી
લાગો છો તમે
તું દિલથી ગમું છું હું
ચાહું છું તને
તારી સાથે હરવું ફરવું ગમે છે મને
ગુલાબી હોઠને સ્પર્શી લઉં છું હવે
માંગ્યું નથી છતાં તે આપ્યું છે ઘણું મને
સાચું કહું.. તને જોઈને ખુશ રહું છું હવે
આકાશને મોજથી રહેવું છે તારી સાથે
કદર તારી કરું છું તું
સાચવું છું મને
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
આવન-જાવન
ક્યારેક ખીલી ને
ક્યારેક મુરજાઈ જાય
ક્યારેક ફૂલ ને
ક્યારેક સંકોચાઈ જાય
ક્યારેક રૂઠે ને
ક્યારેક મનાઈ જાય
ક્યારેક તૂટે ને
ક્યારેક સંધાઈ જાય
અઝીબ છે
આ સંબંધોની માયાજાળ
ક્યારેક મુક્ત થાય
ને ક્યારેક બંધાઈ જાય
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
વગડાંની યાદ
મોરલો બોલે આંબાની ડાળ
કોયલ નમણા સરોવરને પાળ
વાદળી વરસી ઝર-મર મેઘ
મ્હેંકતી આજ વગડાંની વાટ
ભુર-ભરા નભમાં વાદળી
વીજ-ઝબુકે ઝીણી આજ
સંગીતના સૂર ડુંગરાને ઢાળ
ખેડુના ઊર આજ આનંદ છલકાય
નમણી નાર ખેતરને વાટ
સ્મિત મલકાવતી બેડલુ છલકે
નાજુક નમણા મુલકના પગરવ
મંદ-મંદ ડોલે વગડાંની વેલ
નાજુક ખોરડુ ને ઊરનો ઉમંગ
શ્વાસમાં ધબકે નમણી સાંજ
યાદના ઝરૂખે હૈયાની હેલી
આંગણે નાચે થનગનતા મોર
નમણી પ્રભાતે ઉષાઉમંગે
શ્વાસમાં ધબકે ગુણીયલ ગામડું
પ્રથમ પ્રભાતને ઢળતી સાંજ
ગીત ગાયા અમે હૈયાના હોંશથી
ચૌધરી નારસિંગ આર. (સુરત)


