Get The App

વાચકની કલમ .

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

દિલદાર

દિલ  નહીં હતું દર્પણ 

 મારું  કે તું મુખ. દર્શન માટે સમીપ

આવી હતી ક્ષણભર

નાજુક નજાકત  કરી મોહ્યું  તેં મન મારું

હતો  પાગલ  હું, કે કપટીને  ના ઓળખી

કહું કોને  રૂપાળાં રૂપના આઘાતની  વાતો

બેઠો બસ સજાવીને હૃદયના  મહેલ ને હું 

ખૂણે ખૂણે બંધાયા  આંસુના  તોરણો  જો

તોરણો  ના  તારથી  વિંધાયા પુષ્પ   પ્રેમના

નથી આવવાનું  આ રડતા  દરવાજે  કોઈ

જે મહેલની દહેલીજ  તો વિરાન જ સારી

પાગલ  છું જે દરવાજો તોડી તું ગઈ હતી

આંખો ન જાણે કેમ નથી હટતી ત્યાંથી 

રાતાં  બે લોચનનાં  આંસુ પણ  થાકી ગયાં

''ઈશ્વર''  હવે નહીં લેવાય  

વિસામો અહીં

કહીને ગયાં જાને કોને રડાવવા  હવે

જાઉં  હું વાત જુએ ઊભી  ચિતા મારી.

- ઈશ્વર અંચેલીકર : (સુરત) 

આવી  તો જો

દિલ  કોઈનું  તોડવં આસાન છે

એ  દિલમાં  કોઈને 

વસાવી  તો જો.

દરિયાદિલી રાખવી  સહેલી નથી.

સાગર  જેવું  દિલ તું બનાવી તો જો

દોસ્તી રાખો  

કૃષ્મ  સુદામા  જેવી,

મિત્ર કાજે સર્વસ્વ 

 લૂંટાવી  તો જો

જે  કૂંડેથી  છોડ તે ઉખાડી  દીધો,

તે  કૂંડે   નવો છોડ તું વાવી તો જો.

ભરેલો  જામ  ઢોળવો  આસાન છે,

એ  જામ મેળેથી  તું ભરાવી  તો જો.

મહેમાનગતિમાં ના કદી પાછો  પડું,

મારા  દ્વારે  કોક દિ આવી તો જો.

- મારા  દ્વારે કોક દિ આવી તો જો.

-  યોગેશભાઈ આર જોષી :  (હાલોલ)

ચાલ્યા ગયા 

જનમ જનમ નો સાથ છોડી 

સાતફેરાનો  સંબંધ તોડી  તમે ચાલ્યા ગયા

સંબંધ ના નામે સ્વાર્થ  ચલાવ્યો

સપના અમારીના જોઈ

મુજ ગરીબના પ્રેમને  છોડી ચાલ્યા ગયા

સુખ દુ:ખ તો  જીવનમાં  

આવે અને જાપ

ખુદનાં  સુખ ખાતર  બંધન 

તોડી  ચાલ્યા ગયા

સુરજની રોશની  છોડી 

વસંતની  બહાર

છોડી  તમે ઝાંઝવાના જળ પાછળ

તમે  અંધકારમાં  ચાલ્યા ગયા

શું સંબંધ  અને   પ્રેમ પતિ પત્ની અને

પ્રેયસી નો  જ  હોય છે

તમે મારી બહેન  (ડાલી) અને

હું (રામા પીર) ના  પ્રેમને  બદનામ

કરી મા બહેનનાં   પ્રેમને  બદનામ  

કરી તમે ચાલ્યાં ગયાં.

 -  અનુ (જામ ખંભાતીયા)

કોઈક હોવું જોઈએ

તારા  જેવું કોઈક હોવું  જોઈએ

તમારા  જેવું કોઈક  

હોવું  જોઈએ

જે  મને  વઢે અને  મારી

સાન ઠેકાણે લાવે. કોની  સાથે શું  બોલવું

કેવી રીતે  બોલવું

એની સમજણ આપે

ક્યાંક  કોઈક એવું સ્વજન  હોવું જોઈએ

જે  છે આપણું છતાંય

વિશેષ આપણું  હોવું  જોઈએ

જે  અબોલા  કરી ભલે  રહે  દૂર

તોયે મનમાં   પ્રેમ રાખે

એવું  કોઈક હોવું  જોઈએ.

જેને  ફક્ત જોઈને  શાંતિ મળે

આંખોથી  સ્નેહ મળે

એવું  કોઈક હોવું  જોઈએ

અંગત  સંબંધમાં એક 

એવું  કોઈકનું નામ હોવું જોઈએ

જેનો  હાથ પકડી  બેસવું છે

એમ આપણું  મન કહેવું  જોઈએ.

જે  માફી આપે  પ્રેમ થી એવું 

 કોઈ  હોવું  જોઈએ.

તારા  જેવું  પ્રેમાળ 

કોઈ  હોવું  જોઈએ.

તમારા  જેવું કોઈક

હોવું  જોઈએ.

-  ઘનશ્યામ  વ્યાસ :  ('શ્યામ')

હોય છે

જિંદગી  જીવી જવાનો  અભાવ હોય છે,

મોત માટે  એટલા  તો લગાવ હોય છે.

દુન્યવી  સંબંધને  ક્યાં સુધી  નિભાવશો?

લાગણીની  વાતમાં ક્યાં  તનાવ  હોય છે.

જન  કને  અમૃત તણી આશ

 રાખશો  નહીં,

ડંખ દેવો સર્પ કેરો  સ્વભાવ  હોય છે.

કોઈપણ  પળમાં  હવે સૂર્ય  ઊગશે જરુર,

અંધકારોનો જગે કયાં પડાવ હોય છે?

વાતને શી રીતથી 

'ચાંદ' હું કરું  બયાન,

રેશમી  મિલાપનો જો બનાવ હોય છે.

-  પ્રવીણ પોદાં ચાંદ  : (ભાવનગર)

ગોતું છું

વિરાન રણના  મૃગજળમાં,  

મીઠી   વિરડી  ગોતું છું

બળ બળ બળતા બપોર માં,  

શીતળ છાયા ગોતું છું

જન્મથી   મૃત્યુના પથ પર  

હમરાહીને  ગોતું છું

સાથ નિભાવે  છેલ્લે સુધી,  

ખભો  અડીખમ  ગોતું છું

ભવાટવી  મજધારે  નૈયા, 

દીવાદાંડી ગોતું છું. 

સોંપી દઈ  સુકાન સફરનું  

સફળ  સુકાની  ગોતું છું.

કુટુંબ કબીલો, મિત્ર, જનોને,  

હૃદય કાઢીને  સોપું છું.

તેમ છતાંય પસ્તાવાનો,

 બીજો મોકો ગોતું  છું. 

મૌનની  ભાષા સમજી શકે,  

સગપણ એવા ગોતું છું

પડે પ્રતિબિંબ આંસુઓના  

દર્પણ એવા ગોતું છું. બહુ રઝળતા  

મન ને  'મનુ' વારેવારે  રોકું છું.

વળી  પાસો જુઠા છીપમાં 

સાચા મોતી ગોતું છું.

-  મનોહર સિંહ એ. જાડેજા : (મોઢેરા સૂર્યમંદિર)

દિપકનો સંદેશ 

વીતી ગઈ ઝળહળતી  નવલી દિવાળી,

માંગલિક  થઈ ગયા સઘળા  દિપક,

બુઝાતા  દિપકે આપ્યો સંદેશ રૂડો,

બાકી છે દિપક, સૌ હજી પ્રગટાવો.....

જલતો રાખો  એક દિપક  આશાનો,

તેના સથવારે  બીજો દિપક  આશાનો,

કદીના  તોડશો તમે કોઈનો ભરોસો,

સદા  પ્રગટાવી રાખો  દિપક  પ્રેમનો....

વિશ્વને  જરૂર  છે એક દિપક  શાંતિનો,

ભયના  શ્વાસે  જીવતાં સૌ માનવીનો,

મધુર  હાસ્યથી   ભરી  દો ચહેરો,

કરી  દો  જીવન સાગર ઝળહળતો....

માનો  સર્વને પોતાના સગાસ્નેહી,

દુ:ખમાં  સાથ આપો પડખે રહી,

સૌના સ્વાસ્થ્યની  કરો મનોકામના,

એક  દિપક   પ્રગટાવો  સૌ ભાઈચારાનો

કરો  કામ-નામ  સૌ તમે  આનંદથી,

ભરાય  ઝોળી વડીલોના  આશિષથી,

કરો બાલુડાઓ માટે સુંદર કેડી,

સઘળે  રોપી દો  પ્રેમની  ઝંડી....

એક  દિપક   જલાવો નિ:સ્વાર્થનો,

હાથમાં હાથ  પરોવી છે ચાલવાનો

મનમાં  ભાવના રાખો  સૌ ક્ષમાની

ઘડી  છે સુખ શાંતિના પરેવા  ઉડાડવાની.

-   ભારતી પી.  શાહ :  (અમદાવાદ)

સ્વભાવ કેવો

સ્વભાવને ના ઓળખી શકાય

ભલેને લાખો પ્રયત્નો કરાય

વર્ષામાં વગડે લીલવો છવાય

જવાસો ત્યારે સુકતો દેખાય

સૂર્યોદયે સર્વત્ર ખુશી વર્તાય

ઘૂવડ દિલે દુ:ખ-દર્દ જણાય

શીતલતા શથીની ગમતી થાય

ચોર લોકો ચિંતાથી ઘેરાય

સ્વભાવોમાં વિચિત્રતા વર્તાય

'લઘુગોવિંદ' પામી ના શકાય

ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)