Get The App

વાચકની કલમ .

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

કાવ્યકલા

કાવ્યની ભાત ક્યાં પુરાની છે?

કાવ્ય પોતે જ ફૂલદાની છે

એ જ રાજા છે એ જ રાની છે

કાવ્યની કેવી રાજધાની છે!

મ્હેલ છે એકદંડિયો એનો

વ્યાપ એનો જ જિન્દગાની છે

ખેલ પોતે જ પાડે પોતાનો

કાવ્યની રીત આ મજાની છે

ભાવનું રસમાં થાય રૂપાંતર

કાવ્યમાં એવી ધૂપદાની છે

નિત્ય નૂતન પ્રસન્નતા આપે

ર્ષ, આનંદ આમદાની છે

કોષ્ટકો પ્હેરી ક્યાં એ જીવે છે?

કાવ્યનીએ જ તો કહાની છે

ડો. પથિક પરમાર (ભાવનગર)

કાયાપલટ

છે રસ્તાનો પથ્થર

મંદિર મૂર્તિ

નિહાળી રહે

એકીટસે ગણિકા

મંગળસૂત્ર

ના, વરસાદ

વાદ-ધરતીમાં

 છે બ્રેકઅપ!

રસીલા શાહ (ઉંવારસદ)

ઢળતી ઉંમરે

બધા ખુદમાં વ્યસ્ત અને

મસ્ત છે ખોટું નહીં લગાડવાનું

નિજ મસ્તીમાં રહી હરવું-ફરવું

સ્વાસ્થ્ય જાળવવાનું

અપેક્ષાઓ ફરિયાદો ઓછી

બીજાના પ્રશ્નોને પણ જાણો

સર્વને હોય પોતાની પ્રાથમિકતા

ખુદનો સંગાથ હવે માણો

ભણાવી ગણાવી પરણાવ્યા

હવે જવાબદારી પૂરી થઈ

વણમાગી સલાહ 

નહીં આપવાની

હવે ઉંમર થઈ ગઈ!

પગમાં જોર હોય ત્યાં જ

હરી ફરી લો, એક શોખ રાખોે

તમારા વિના પણ દુનિયા ચાલશે

નિવૃત્તિના ફળ ચાખો

કહેવું હોય કરવું હોય કરી લો

કાળ કાલે થપાટ મારી દેશે

નિવૃત્તિ અંત નથી શરૂઆત છે

સમય ફરી આ ના મળશે

મુગ્ધ ચહેરા ગમે હજુ-એ તો

મૃગતૃષ્ણા હવે બધું છોડો

આયખાનો છેલ્લો પડાવ

આ તો ઈશ્વર સાથે નાતો જોડો

'સાઠે બુદ્ધિ નાઠે નહીં

સાઠે બુદ્ધિ વધે' મતિવૃદ્ધ થઈએ

ફરી નહીં મળે દેહ મનખાનો

માનવદેહ આ ઉજવઈએ

ભરતકુમાર સંઘવી (અમદાવાદ)

ક્યાં ગયા?

મેં જોયા હતા તે ચ્હેરા

ક્યાં ગયા?

સ્વજનો ગણ્યા હતા તે ચ્હેરા 

ક્યાં ગયા?

સ્વાર્થ ને ઇર્ષા તુણાં રણમાં 

રાચતા થયાં

ગમ ને ન્હોતા ગણ્યો તે 

રહેશે ક્યાં ગયા?

સાવ ચાહત આટલી 

છીછરી હતી ન્હોતી ખબર

પારખા કર્યા હતા તે 

ચ્હેરા ક્યાં ગયા?

ઘાવ તો એરણ તણાં 

ઝિલ્યા હતા દેહ પર

મનસ્વી ઘુંટડે પીધા હતા 

તે ચ્હેરા ક્યાં ગયા?

મગનલાલ એચ. મોઢેરા 'મનસ્વી' (સુરત)

બનીશ હુંતારા કાળા જુલ્ફોની, લટ બનીશ હું,

તારા ગુલાબી  ગાલમોમાં, 

તલ બનીશ હું.

તારી ભમરીયાળી આંખોમાં, 

કાજલ બનીશ હું.

તારા કોમલ હૃદયમાં ધબકાર બનીશ હું.

પાંપણને  પલકાવતી,

પાયલને  છણછણાવતી,

પળ  પળ ભુલાતી નથી.

તારી  સંગ રહેવું છે, જીવનનો 

આધાર બનીશ હું.

ક્યારેય અળગો  નહીં થાઉં, મઝધારમાં,

'પતવાર' બનીશ હું.

- હરીશ એલ. શાહ   : ( મુંબઈ)

દિલફેંક માશુકા

તને સમજ્યો હું કેવી 

હેતસભર સજની

તારા સ્વભાવે નીકળી 

તું કાળીબટ રજની

તને સમજ્યો હું નમણી 

નારી કેવી અભાગણી

મારા અનુભવે જાણી તો 

તું ભીતરથી 

નીકળી નાગણી

તને સમજ્યો હું મધુર 

સ્વરવાહિની પાયલ

તારા સંપર્કમાં આવ્યો 

તો મને કરી ગઈ ઘાયલ

તને સમજ્યો હું દિવાની 

વરસાવી પ્રેમની લાગણી

તારા સહવાસથી માણી 

તો તું નીકળી વાઘણી

તને સમજ્યો હું અકલ્પિય 

પ્રેમ પંથી પ્યારી

મારા દુર્ભાગ્યે મળી તું 

કંટક સભર કયારી

તને સમજ્યો હું દિલથી 

પ્રેમ દિવાની દિલા

મારા સૌ અરમાનો તેં 

કરી દીધા સાવ ઢીલા

તને સમજ્યો હું મારો 

પહેલો વહેલો પ્રેમ

તારા મીલન થકી જાણ્યું કે 

એ હતો મારો વ્હેમ

તને સમજ્યો હું મારી 

પ્રેમપ્યારી પટરાણી

મારા અનુભવે તને 

'દિલફેંક માશુકા' જાણી

પ્રવીણ પટેલ 'સ્વયં' 

(નવસારી)   

યાદોનું ઇંધણ

દિલની તમન્નાઓને

ઝાંઝવા પાચળ 

દોડવા નથી દેતો

બે બુંદની પ્યાસમાં

ક્યાંય ભટકવા નથી દેતો

હળવો કરવા દર્દનો બોજ

હવે આંસુ નથી સારતો

ઉતારે જો ઉરમાં તો અમે

આંખોમાં આવવા નથી દેતો

સદા જલતી રાખી છે અમે

અમારા જિગરમાં શમ્મા

પુરીને યાદોનું ઇંધણ

એને બુઝાવવા નથી દેતો

સદા રહે આપની યાદ

એટલે મટવા નથી દેતો

જિગરના જખ્મોને

દોસ્ત! રુઝાવા નથી દેતો

મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)