ચાલ્યો જા ઓ પથિક
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
માર્ગ છો કઠિન છે, મક્કમ ડગ ભર્યે જા
મંઝિલ જરૂર તને સમયે સાંપડશે
ધીરજ ધરી ચાલ, આવી મુકામે મળશે
હામ ધર, મળશે હરિયાળો માર્ગ તને
ફુલોનો બાગ ફેલે સુગંધી એ કને
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
કંટક રાહે, તાપ આભે, જોજે તું ડરીશ ના
ચૂમવા વિજયશ્રી જગાડ ઊરની ઉત્તેજના
કદમ ભલે થાકે તું હૈયે હારીશ ના
લક્ષ્ય પ્રતિ ચાલજે તું ભૂલીને વેદના
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
આંખો રાખ મંઝિલ ભણી,
કદમ ભર પીડા અવગણી ભર શ્વાસ, ઉડાડ નિશ્વાસ તું તો છે સિદ્ધિનો ધણી
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
દૂર દીસે પણ દૂર નથી એ મુકામ પ્યારો
જ્યાં પહોંચવા દ્રઢ છે નિર્ધાર તારો
તું ચાલ્યો જા ઓ પથિક, આ ઘોર વને
આલિંગતી આવી મળશે મંઝિલ તને
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
માન્યું કે માર્ગમાં છે ઘોર અંધારું
વાદળે ઢંકાયું ચાંદનીનું અજવાળું
વાતો વાયુ ચોમેર ભયંકર ને વળી તિમિર તને ભીંસે તેથી શું? અંતરનું તેજ તને ઉજાસ સીંચે ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
થંભે તું ભલે ઘડી થાક ખાવા ઉઠ તું ફરી, માંડ આગળ જાવા પાથરી છે સેજ પુષ્પોની આગળ મોકલે તને પડકારનો કાગળ
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
એક વેળા પહોંચ તું મુકામે
જોજે, મંઝિલ તને બાહુમાં થામે
આલિંગશે એ તને, જો અટકીશ ના તું
પરિશ્રમે જરૂર મળે ભાવતું ભાતું
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
મળશે જરૂર મંઝિલ તને, તું ચાલ્યો જ જા
ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા
સુનીલ અંજારીયા (અમદાવાદ)
અધરામૃત
અધરામૃતનું એક ટપકું જીભ
ઉપર શું પડયું સાજનના સથવારે
બેદર્દને લગન લાગી ફરી ફરી
એને જીભ ઉપર ટપકાવવાની
મન કહે દોડી જાઉં
અને પ્રિતમને
હાથની બેડી પહેરાવી કેદ કરું
પણ હૃદય કહે થોભી જા જરા
ઓ પગલી દુનિયાની લાજે
પ્રેમ નથી કરી શકાતો એ થઈ
જાય બે ઝૂકી નજર મળતાં
કુદરતની કરામત અનોખી બધું
ગોઠવીને મોકલે એ કરામત જુઓ
જેમ પુષ્પો ઉગે વૃક્ષની ડાળીએ
સ્નેહ યૌવનની ડાળીએ
'ઈશ્વર' રહેમ કર પ્રેમઘેલાં
પારેવડાં ઉપર દયા કરી આજે
ઈશ્વર અંચેલીકર (સુરત)
હર ખુશી કો આપકા ઇન્તઝાર લગતા હૈ
આપકી આંખો મેં હમ ઈસલિયે નહીં ઝાખતે
હમે સમંદર કી ગહેરાઈયો
સે ડર લગતા હૈ એસા નહીં કી હમારા કોઈ
આશિયાના નહીં હૈ
હમે તો આપકા દિલ અપના
હી ઘર લગતા હૈ હમારી હર ખુશી આપકી
આઘોશ મેં હૈ હમારી હર ખુશી કો
આપકા ઇન્તઝાર લગતા હૈ
એક ફૂલ તક નહિ બચા થા
આપકે વાસ્તે આપકા શહેર સિર્ફ ફૂલો
કા ખરીદાર લગતા હૈ
દર્દ કે અબ દિન લદ ગયે સમજો
આપકા ખ્યાલ દવા કા
ઠેકેદાર લગતા હૈ
યે માન લીયા હમને કી
આપકા કોઈ સાની નહીં હૈ
યે ખ્યાલ હિ હમે અપને
આપ મેં શાનદાર લગતા હૈ
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ'
(નવા-વાડજ)
યાદ રાખજે એક વાત તું
તારી વ્યાખ્યા શું લખું
મારા હૃદયમાં છે તું
વધારે તો હું શું લખું
સુંદર તો હતો હું
કોઈની નજરમાં
ક્યારેક
હું... પણ...
નજરની પસંદ બદલાતાં
ક્યાં વાર લાગે છે..!
યાદ રાખજે એક વાત તું
ચહેરા તો મળી જશે
મારાથી સુંદર પણ...
હૃદયની વાત આવશે
ત્યારે હારી જશે તું
'મીત' (સુરત)
આ આસો...
આસોના આ તહેવારોમાં જોને
કેવો સોંપો પડી ગયો છે
ધરાર રોકાઈને મેઘલિયો
આ વાતાવરણને કાળુ
ડિબાંગ કરી રહ્યો છે
ઠંડા-સૂકા પવનોને રોકીને
ગૃહિણીઓ સફાઈ કામની
ચિંતામાં પડી ગઈ છે
વેપારીઓના ધંધામાં ઓટ પડી છે
લોકોના ઉમંગોમાં ખોટ પડી છે
તિથિઓમાં પણ નકરી તિરાડ પડી છે
કહોને કુદરત આવું કેમ?
આવું પ્રદૂષણને લીધે તો નઈ?
આવું ઓ ખુબ ઔદ્યોગિક
વિકાસ તો નઈ?
આવું આ નેતાઓના રાજકારણનો
ગંદવાડ તો નઈ?
આવું આ વડિલોના
નિ:સાશા તો નઈ?
આવું આ લોકોના
વેરઝેર તો નઈ?
આવું આ સીધા લોકો સાથેની
અવળચંડાઈ તો નઈ?
આવું આ નવી પેઢીની
આછકલાઈ તો નઈ?
આવું આ દૂરના ને નજીકનાઓની
ઇર્ષ્યા-અદેખાઈ તો નઈ?
આવું આ ધર્મના નામે
ધુતારાઈ તો નઈ?
આવું આ આજની લુંટાતી
અબળા-નારી તો નઈ?
ઇંતઝાર છે હવે શુભ
દિપાવલીનો જે-
લઈ આવશે નવ વર્ષના
નવ આનંદ-ઉલ્લાસને
નવી આશાનોને, નવા પાવન દિવસોને
જયશ્રી એ. પડીયા 'શ્રી' (ગોંડલ)
સંવેદના
દિલની વાતો કરનારા એવા
સ્વજનો ગુમ થતા જાય છે
હવે એવું કાંઈક સમજાય છે
સમય ધીરે ધીરે લૂંટાતો જાય છે
જેઓ શ્વાસથી પણ નિકટ હતા
આંખથી ઓઝલ થતા જાય છે
જે તરફ સ્વયંભૂ પગલાં વળી જતાં
તે ઘરો હવે ખૂંટતા જાય છે
જે ઘરોમાં કાંઈક હળવાં થતાં
તે બધાના બારણાં બંધ થતા જાય છે
વડિલોની વાત સાચી હવે સમજાય છે
સ્થાન હળવાશના ઓછા થતા જાય છે
દીપક મહેશચંદ્ર પંડયા 'સ્નેહ' (બીલીમોરા)
જિંદગી જાય છે
એક બુદ નસીબે નથી મળતું
નજર સામેથી પ્યાલી જાય છે
ચપટી ચાહતની પડતી નથી ઝોલીમાં
નિરાશ વદને સવાલી જાય છે
સમજાવીને નાહકના રાખ્યા છે
ખાલી અરમાનોની ડોલી જાય છે
મહોબ્બત વિનાની ખાલી જાય છે
જિંદગી બસ એમ જ ચાલી જાય છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)


