Get The App

વાચકની કલમ .

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

ટળવળે પણ ખરું....

નમણું  એક શમણું 

કોઈ આવે પણ ખરું,

બંધ આંખો  માં કંઈક 

સળવળે  પણ ખરું

 મન વગડામાં  પંખી 

કોઈ ટહૂકી ગયું ને,

ખંડેર સમુ કંઈક 

ખળભળે પણ ખરું....

આકાશ  સુધી  ભરવાની 

હતી ઊંચી ઊડાન

દૂર ક્ષિતિજે  કંઈક 

ઝળહળે  પણ ખરું

સહેલુ ક્યાં અહીં કોઈને  

અંદરથી માપવું,

શીતળતામાં કંઈક  

ફળફળે પણ ખરું....

આ મૌન  પણ હવે ક્યારેક 

 બોઝિલ લાગે છે.

બંધ હોઠોમાં  કંઈક 

ટળવળે  પણ ખરું ....

- પ્રકાશ  બી. દવે :

 (જૂનાગઢ)

ગોવાળિયો

ધરતીને  લીલુડી  ઓઢણી  ઓઢાડીને

અદ્રશ્ય  થઈ ગયો  મેહુલીયો

એના દૂહા ગાય ને

આભાર  માનતો તો ગોવાળીયો

નહોતો  નિશાળનું  પગથિયું ચડયો  કે,

નહોતો એણે  કકા 

બારાખડીને કકો  ઘૂંટયો,

તો, એ સુજબુજને,

વધાવી ને ગામડા ગામના

લોકો પાડતાતા તાળીયો.

વહેતી નદીને વિરડે પાણી પીતો, તો,

કુદરતની કળાને ખૂબ બિરદાવતો, તો

એના પવિત્ર હૃદયના ઊંડાણે

બેસી ને સાચી સલાહ આયતો,તો

યશોદા માનો  કાળીયો

ગામડા ગામના  છેવાડાના  

ખોરડે રહે તો તો

સિંહને એની  ત્રાડુનો જવાબ આપતો  તો.

મરદ માટીનો બનીને 

બાથ ભિડવાને ગજવી

દેતો તો ગીરનો ગોળીયો

નથી  મારી કલ્પનાના શબ્દો

નથી  મારી  કલ્પનાની કડીયો

કાચલિયા કહે કોરા  કાગળીયામાં

કવિતા કંડારવા બેઠો ને

મને,  હલબલાવી ગયો ગોવાળીયો.

- નવીનચંદ્ર  રતિલાલ કાચલિયા : (નવસારી)    

સળગતા શ્વાસ  (ગઝલ)

હવા  ફરી ઉદાસ છે ચમન ફરી ઉદાસ છે, 

બહારના  ગમન પછી 

 વિરાન આસપાસ છે.

સરી પડયા  સૂનો  પડેલ  ટહુકો સૂકી ડાળથી

ને  રિક્ત  આ ગગન તળે 

તિમિર તણો નિવાસ છે.

ખરીને  ફૂલ બુલબુલોનું   

ગીત શોધતા  રહ્યાં. ને  એમની  રુદન સભર 

વહી જતા  સુવાસ છે.

શમનનું  મૌન  ચીરતો  

એ રીતતી પવન વહે,

કે  બાગમાં  ભ્રમર નથી છતાં  

એનો ભાસ છે. ભીની  ભીની  સુગંધમય  

શીતળ  હવા નહીં મળે.

ચમનની  ભીતરે જુઓ ભર્યા 

સળગતા  શ્વાસ છે.

-  મહેશ્વરી  મહેતા : (ભાવનગર) 

દોસ્તના  દાવા

એમ લૂંટાવા  ઉપર તો ઓળધોળ છું,

થઈ ગઝલ થાવા  ઉપર તો ઓળઘોળ છું!

રાગને  સુરતાલની  પાકી ખબર છતાં,

મુક્તમન ગાવા ઉપર  તો ઓળઘોળ છું!

રોજ મીરાંબાઈનું  નામાચરણ મળે,

મંત્રવત્  માવા ઉપર તો ઓળઘોળ છું!

ક્યાંક તો રસ્તો ઊભો રહી જાય થાકથી,

શ્વાસ  લંબાવવા ઉપર તો ઓળઘોળ છું !

એક આમંત્રણ  કરે છે ધન્ય 'દાન' ને,

દોસ્તના દાવા ઉપર તો ઓળઘોળ છું!

દાન વાઘેલા : (ભાવનગર) 

 મગરુર માનુની!

ઓ, પ્રીયે  મુજ મન મુકામે આવજે

નથી  દ્વાર  કે, દરવાન, 

ખંડિયર  છે ખાલી,

ઓ માનુની  તું જાણે  જ  છે કે,

આવીશ, તો હાલત પણ  બદલાઈ જશે,

ના ભણીશ  તો નિરાશા વ્યાપી જશે,

કંચન કાયા, પણ કરમાઈ જશે,

પછી તું જોઈશ,  આરસી સામે તો,

આરસી પણ શરમાઈ જશે,

એટલું સમજજે  તું, રૂપ કાયમ રહેતું નથી.

 પૂનમના ચાંદને  ડાઘ પર  કાયમ રહે,

ચાર  દિનની,

 જિંદગી ઝંખે છે પ્યાર તારો

ચાલને  સત્કારીએ પ્રેમથી  પ્રેમી બની.

આજે  નિહાળો  તમે જે યુવાની,

જવાની એક દિ, આખર એ યુવાની.

સી.જી. રાણા : (ગોધરા)

 ''મોજમાં રહીએ'' 

સુખ દુ:ખ એ તો કર્મનો  હિસાબ છે

જે  મળ્યું  છે એને ભોગવીને  

મોજમાં રહીએ

દુ:ખ, દર્દને  વેદના એ અંતરની  પીડા છે

આપણે બીજાને   દોષ આપીને  

દુ:ખી ના  કરીએ

દુ:ખ તો વગર આમંત્રણે આવી જાય છે

સહન ના  થાય ત્યારે  

પ્રભુને  ફરીયાદ કરીએ.

રોજ  ભલેતું અરીસા સામે 

ભલે  જોયા કરે.

સામે ઊભા રહીને અરીસાને 

બદનામ ના કરીએ.

કદીએ  શંકાના  કરીએ, 

અરીસો સાચું  બતાવે  છે.

ખુદ  કેવા છીએ પહેલા વિચાર કરીએ.

કોઈ   ગ્રહ નડતો નથી, 

ખુદનો સ્વભાવ જ નડે છે.

બસ, અહંકાર  છોડીને  

સૌને ગમતા  રહીએ.

'આકાશ'  ચાલશે, ફાવશે, 

ગમશે રહેવામાં મજા છે.

બીજાને જીવાડવા આપણે  

મોજમાં રહીએ.

-  કિરણભાઈ  આર પંચાલ : (વડોદરા)     

 તમને ક્યાં શોધું રે...

મળી  નજર પહેલી જ પ્યાર ભરી

કેશકેરા વાળની લટ હાથમાં સરી

સુગંધ નો નજારો એ યાદમાં  રાચે

ક્યાં  ખોવાઈ  ગયા   ભાળ ના મળે

યાદની  વણઝારમાં  રાચું છું હવે

શોધું  તો ક્યાં  શોધુ  દુનિયા જંગે

મળી જાશો  ક્યાંક ક્યાંક  રસ્તે

એ આશા હવે  ધરબી દીધી છે

નર નારીના  આ વાતની કહાની

કમાલની કમાલ દિલધબકારે 

તન  બદન સ્પર્શે જણ જણાવી

જે એક  દાસ્તાન હકીકત  ભરી

રાશી  મેચ કિસ્મતે યારી રે

'જયંત' ભૂલ ભૂલામણીમાં  ઘૂમે.

-  જયંત વોરા 

તારી દૂરીથી  કરીશ પ્રેમ

કોઈ  અર્થ લાગતો નથી તને જોવાનો હવે

સમજી  શકે એવું હૃદય નથી રહ્યું  તારું  હવે

નથી કોઈ ફરિયાદ નથી રહી

 કોઈ આશ હવે

બસ તારી યાદોનો  ભંવરને  

મૌન  સફર હવે

તુ  ગઈ કાલની જેમ સાથે નથી રહી હવે

તો  શું થયું, 

 પ્રેમ  તો તારી દૂરી  થાય કરીશ હવે

તારી યાદો  તો મારે મન 'મીત' છે હવે

ના આવી શકું  હું ના જઈ શકું કાયમ હવે

તારા  નામનાં દર્દની આદત થઈ ગઈ હવે

મારા કોઈપણ  શબ્દને 

તુ નથી સમજતી હવે

તોય  વિશ્વાસ છે મારા પ્રેમને કાયમ હવે

ખૂબ   દૂર તોય ખાસ પ્રેમ છે 

મારે મન તું હવે

તારી  યાદમાં

તડપવું તરસવું સળગવું  કાયમ હવે

તને ચાહ્યા કરીશ ચાહ્યા કરીશ કાયમ હવે

કંઈ પણ  કહું લખું, તને ક્યાં ફેર પડશે હવે

તારી યાદ છે  હૃદય સારો 

અતિતનો  નથી અંત હવે

-  'મીત' : (સુરત)