મારા તમે છો
મારા ધબકતા હૃદયનો ધબકાર તમે છો
મારા જીવનનો સાચો આધાર તમે છો
મારા સૌથી સારા ને સાચા યાર તમે છો
મારા ખાલી પડેલાં દિલનો પ્યાર તમે છો
મારા અધૂરા જીવનનો
પૂરો સંસાર તમે છો
મારી ચૂપ રહેલી આંખોનો
મલકાર તમે છો
મારા પગમાં પાયલ રૂપી
રણકાર તો તમે છો
મારા ધક ધકતા આ દિલના
દિલદાર તમે છો
રૂપલ દવે 'રૂપ' (મોરબી)
ઉડાન
હતી આકાંક્ષા આકાશમાં ઉડાણ
પંખીરાજ બની વિહરવાની
પ્રારબ્ધમાં લખાયેલ હોય એજ
લક્ષ્ય સાધના નિષ્ફળ જવાની
રવિપાતે લાવી તુજ જિંદગીની સફર
રાહ જુવે છે અસ્ત થવાની
રહી અધૂરી તમન્ના તારી સંસારમાં
કો નવી ઉડાન ભરી જવાની
પાથરે પાલવને પડે ઘુંટણીયે
છતાંય જીવે નિ:સહાય જિંદગાની
રહી બેકરાર દિલ કેરી જવાની તારી
શું આમજ વેડફાઈ જવાની?
ધીરજલાલ ડી. તન્ના (કેશોદ)
આ જિંદગીમાં
દુ:ખના ડુંગર બની જાય, આ જિંદગીમાં
તો, કઠણ હૃદયે ચઢી જઈશ
સુખનો સાગર છલકાય, આ જિંદગીમાં
તો, વિશળ દિલે તરી લઈશ
ઠોકર ક્યાંક એવી વાગે, આ જિંદગીમાં
તો, નિ:સંદેહ સહન એને કરી લઈશ
વિચારતા શબ્દો મળી જાય, આ જિંદગીમાં
તો, અદ્ભૂત લેખ-કવિતા બનાવી દઈશ
સરખે સખા મળી જાય, આ જિંદગીમાં
તો, મસ્ત મને હસી-મજાક કરી લઈશ
દશા દુ:ખદ બની જાય, આ જિંદગીમાં
તો, નિ:સંકોચ પાર એને કરી લઈશ
અન્યાય અસહ્ય થઈ જાય, આ જિંદગીમાં
તો, અચૂક ન્યાય માટે લડી લઈશ
મૃત્યુ સમીપ આવી જાય, આ જિંદગીમાં
તો, હસતા મુખે સ્વીકાર એનો કરી લઈશ
પ્રજાપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ (કંચનપુર)
પસ્તાયો છું
ન હતું આ જગતમાં મારું કૈય છતાં
મારું મારું કરીને હું આજ પસ્તાયો છું
નિખાલસ પ્રેમ થકી રૂડું
આ જીવન જીવવાને બદલે
નફરતની આંધીમાં ઘેરાયને
હું આજ પસ્તાયો છું
મળ્યો હતો આ મહામુલો માનવ
અવતાર છતાં આ જગતના
કાલ્પનીક સુખમાં અંધ
બનીને હું આજ પસ્તાયો છું
દિનતાના આસુંડા લુછવાનું છોડીને
સ્વાર્થના દાવાનળમાં
સળગીને હું આજ પસ્તાયો છું
સર્જન હારની આ અદભૂત
લીલામાં લીન થવાને બદલે
મેજ રચેલા આ કપટના જાળામાં
ફસાયને હું આજ પસ્તાયો છું
પરમપિતા પરમાત્માનો અંશ આ
માનવ દેહની ભીંતર હોવા છતાં
આ કહેવાતા મંદિર-મસ્જિદની
આડમાં કોમી હિંસાની હોળી
સળગાવીને હું આજ પસ્તાયો છું
સંત-સુરાની આ પવિત્ર
ભૂમિમાં આ સંત-સુરાને સતાપીને
અહંકારનો આંચલ ઓઢીને
હું આજ પસ્તાયો છું
સર્જન હારે સતયુગમાં
સો ગુના માફ કર્યા અને
કળયુગમાં હજાર ગુના માફ
કર્યા તેમ છતાં આ ગુનોની
વણથંભી વણજારથી
ઘેરાયને હું આજ પસ્તાયો છું
એકરાર કરું હું હવે
કેટલો કે આ એકરાર થકી
મારું માનવ હોવું જ આ સ્થાને
છે તે જાણીને હું આજ પસ્તાયો છું
તારા ચરણોમાં કરગરીને
કહે છે દાસ પ્રભુ તારી ન્યાય
કોર્ટનો પુરોપુરો અપરાધી બનીને
હું આજ પસ્તાયો છું
દાસપ્રભુ (વાંકાનેર)
કોને કહું...?
અધુરા કિસ્સા કોને કહેવાય?
મધુરા શમણાં કોને કહેવાય?
છલકાતે જોબન પ્રણય થયા
સમી સંધ્યાના વિરહ કોને કહેવાય?
જુવાનીમાં કંઈકને નામ જામ હતાં
તુટી ગયેલા પ્યાલાનાં
નામ કોને કહેવાય?
થઈ જાય તિમીર જીવનમાં
તો આવીને અજવાળુ કરજો
પણ! તમારા રૂપથી જો
આંખો અંજાય
તો કોને કહેવાય?
વિનોદ દેવરા 'પાયલ'
ઝૂકી પલકે
હોય વસંતની તમન્નાને
નજર કરે ત્યાં પાનખર મળે
મળે નહીં કોઈ ગુલોની ખુશ્બુ
ખટકતા અહીં ખાર મળે
નજરમાં ન આવે નયનોમાં ખુશી
બસ ગમોની વણજાળ મળે
ન મળે બદનસીબને દોસ્તો
નજરથી કોઈ નજર
મળે પલકો સદા ઝૂકેલી
ને નીચી કોઈની નજર મળે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
સંતોષ-સમજણ
રસ્તા નાના થયા,
સારું કે બંધ થયા નથી
સૂરજ ગયો, તો ચાંદ ઉગ્યો,
અંધારે બેઠા નથી
સઘળેથી સંતોષ શોધવો
એ જીવન-મંત્ર છે
તરી રહ્યા છીએ,
ખરે- ડૂબતા નથી
તડકી-છાંયની સમજએ
જિંદગી જીવી પડે
બદું સારું જ થાય
એવું માનતા ઘેલા નથી
કુદરતની લીલાને તો
સમજવી જરૂરી છે
જિંદગી કેરા ખેલ
અમસ્તા ખેલતા નથી
સ્વમાં પ્રભુમાં અને
નશીબમાં શ્રદ્ધા
પડદો ઉપડશે તે હંમેશા
પડી રહેતા નથી
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
નજરથી નજર જો મળી જાય
દિલના તાર ઝણઝણાય
ધબકારા વધી જાય હૈયામાં કંઈ કંઈ થાય
નજરથી નજર જો મળી જાય
મન મોરલો નાચી ઉઠે
ખુશીમાં ઝુમાય મળવાનું મન થાય
નરથી નજર જો મળી જાય
બેચેનીમાં રહેવાય
ટાઈમપાસ ન થાય
દિવસે તારા દેખાય
નજરથી નજર જો મળી જાય
ખાલી કપમાં ચમચી ફરે
ચા બહાર ઢોળાય
જોતાં રહેવાનું મન થાય
નજરથી નજર જો મળી જાય
જોતાં રહેવાનું મન થાય
નજરથી નજર જો મળી જાય
બેડુ ભરાયને પાણી વહે,
આખું આખું ભીંજાવાય
જગતમાં હસી થાય
નજરથી નજર જો મળી જાય
એકલા એકલા બેસી હસાય,
ના કહેવાય, ના સહેવાય
બસ એના વિચારોમાં રહેવાય
નજરથી નજર જો મળી જાય
વાતમાં ને વાતમાં ઘરબહાર
વગર ચંપલે નિકળાય
પહેરવાનું ભૂલી જવાય
નજરથી નજર જો મળી જાય
એકબીજાને જોવામાં કોઈ આવી ચડે તો
આમતેમ ફાંફાં મરાય
નજરથી નજર જો મળી જાય
વિચારતી બેસી રહેતું
ગેસ પર દુધ ઢોળાય
મમ્મી તને ખીજવાય
નજરથી નજર જો મળી જાય
એ જો સામે આવે તો
બેઉના મોઢા મલકાય
ઈશારામાં વાતો થાય
નજરથી નજર જો મળી જાય
છત્રી ઉડે હવામાં
દાંડો હાથમાં રહી જાય
એને પકડવા દોડાય
નજરથી નજર જો મળી જાય
ક્યારે મુલાકાત થશે હવે
વિચારોમાં 'ગુલફામ' અટવાય
શું કરવું છે ને શું થાય?
નજરથી નજર જો મળી જાય
બસમાં ગિરદી હોય નહીં
તોયે માથા અફળાય
કોઈ કલા કરી જાય
નજરથી નજર જો મળી જાય
જાવેદ અનસારી સચીન 'ગુલફામ'
તમારું કશું નથી
છે સત્ય આ વિધાન તમારું કશું નથી
સૌથી સમય મહાન તમારું કશું નથી
બ્રહ્માંડની વિશાળ છબીમાં તમે ને હું
રજ માત્રની સમાન, તમારું કશું નથી
અંતે મળી જવાનું છે માટીમાં આપણે
આ ગાડીઓ મકાન, તમારું કશું નથી
કુદરત તરફથી સ્પષ્ટ હકીકત જણાવતું
છે એજ પ્રાવધાન, તમારું કશું નથી
પાંખો કરીને કેદ ઉડયા છો વિમાનમાં
ધરતી કે આસમાન, તમારું કશું નથી
આશિષ મકવાણા (ભાવનગર)


