Get The App

વાચકની કલમ .

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

ખભો

ખભો મળી જાય 

સારો તો 

મન મૂકીને  રડવું છે,

અંતરના  ઊંડા ખૂણે અહમ 

મુકીને  અડવું છે

પાંપણ મળી જાય પ્રેમની 

પીડા લઈને પડવું છે,

એકલતાના  ઊંડા કૂવામાં અંતર સાથે 

લડવું છે

ઓઢ્યું છે અંધારું મં અજવાળામાં જડવું છે

નયન કહે છે હોઠને તારે 

તો ખાલી વઢવું છે

સોબત મળે સારી 

તો સ્નેહની સોડમાં સડવું છે,

ચકળવકળ ચિત્ત લઈને ચિતા પર  

મારે  ચડવું છે.

જોયા કરવું છે મારે જગતને 

ક્યાં કોઈને નડવું છે.

મીઠું લાગતું પહેલાં 'અમૃત' 

કોઈક કહે છે કડવું છે

-  અમૃત શ્રીમાળી : (મહેસાણા) 

આવાગમન

થયું  જેનું  અહીં આગમન

એ લખાઈ આવ્યા છે, એની

વિદાયની  વિધિના લેખે,

પગપૂર્ણ જેણે માંડયા આ ધરતી પર,

જવું પડશે એને પેલે પાર,

ક્ષણિક પાણીનો પરપોટા

જેવું  આ જીવન. ક્યારે ફૂટી જાય.

ક્યાં ક્યારેય કહી શકાયું?

દિન-રાત કર્યો ખૂબ દોડાદોડી,

અંતે હાથમાં ક્યાં ક્યારે કંઈ આવ્યું?

સામાન બાંધવા નો મળ્યો ક્યાં સમય?

હવે તો ગમે તે ઘડીએ ચાલી પણ જવું પડે!

જિંદગીભર આંખ મીંચી

કરતાં રહ્યાં સારાં નરસાં કર્મો.

છેવટે તો રાખ થઈને,

નદીમાં વહી જવાનું છે!

- પરેશ અંતાણી : (રાજકોટ) 

ઓળખાયો છું

જાત  સાથે જ ઓળખાયો  છું

સાવ આછો જ હું કળાયો  છું.

કૈંક જન્મોની  લઈને  પીડા

ઘોર અંધારમાં  દટાયો  છું

ધર્મ  કે કર્મના વિવાદોમાં

સંત-મુલ્લાથી છેતરાયો છું

કાયમી આ પનોતી  ચાલે છે

કષ્ટના પાયે ગુન્ગળાયો  છું

સાચને  આંચ કેમ આવે છે?

મૂળથી કેમ વેતરાયો છું

આખરે  જાઉ ક્યાં બગીચામાં?

સાઈ,  તારી કને જ આયો છું.

-  ડો. પથિક પરમાર : (ભાવનગર)

બેનીની ચુંદડી!!

હું તો ખરીદવા  ગયો'તો  

બેનીની ચુંદડી

તેમાં પડાવી સાથીયા નવલખ 

આભલા ભાત

ક્યારે લઈ આવે ભૈલો બેની જુવે  વાતડી,

પડાવ્યા  હાથી મોર  પોપટના ગુંથણાં

પડી પટોળે  ભાત બેનીને  હરખ ન સમાય

મેળો વળાવી દીકરી  

જેવી ગાય થાપણ મારી

કંકુને ચોખાને  કરી પાવર  

દીધો ગાડા ભરી,

પોષ પોષ  જેવડાં દડદડ 

વહે આંસુડા ચોધાર

મેતો કાળજાની  

દીકરીને મમ હૈયે લગાડી,

ટૂંટી ગયો એક મારો કાળજાનો  કટકો.

પાનેતરમાં  શોભે બહું વ્હાલી દીકરી

ઘુંઘટ તાણી હૈયે ચાપી 

પાલવ મઢી  દીકરી!

- ''ક્ષણભંગુર'' ગોપાલ : 

(વસઈરોડ) મુંબઈ

લાલો 

દુનિયાને થયું ભાન

કે  લાલાની  વાતમાં કંઈક દમ છે

દુનિયાથી ''લાલો'' આગળ બે કદમ છે

''લાલા''ની વાતમાં કાંક તો દમ છે...!

લાલો....લાલો.... 

લાલો.... સૌના મનમાં

અહર્નિશ ચાલે રિધમ છે ...!

દુનિયાને થયું ભાન કે,

જેના દિલમાં વસે છે લાલો,

લાચાર ભૈ ત્યાં જમ છે : 

''જેવું કર્મ તેવું ફળ'' 

સૌને દ્રઢ થઈ ગમ છે.

દુનિયાથી  લાલો આગળ બે કદમ છે...!

મૂવી દેખીને સૌને  થાતું મનમાં કે,

આનાથી  આપણી 

જીવન-કહાની ક્યાં કમ છે...!

દુનિયાને થયું ભાન,

કે લાલાની વાતમાં  કાંક દમ છે...!

થયાં સૌ ગીતાજી વાંચતા,

હર સમસ્યાનું  

સમાધાન આપનાર ગીતાજી

પવિત્ર સદ્ગ્રંથ છે...!

કહે મારું, શરણે   થાઓ શ્યામના તો

હર આપત્તિથી ઉગારે હરદમ છે....!

- બિજલ મારૂ : (ભાવનગર)

હૃદયની વ્યથા

તૂટયો  છે આભ જીવનમાં

કરું ફરિયાદ હું કોને

નથી એ વાંક પરિજનનોકરમને દોષ દેવો છે

નથી મારું  આ જગતમાં

બધા દુશ્મન  થઈ બેઠા

પ્રયત્નો  મેં ઘણાં કીધા

છતાં નાકામ થઈ બેઠા - તૂટયાં

ભૂલો - ભૂતકાળની વાતો

બધા સાથે  મળી રહે જો

કથન મારું ના માને તોવ્યથા  મનની  

કહું કોને - તૂટયાં

મગજમાં વહેમ છે ખોટા

જીવન સાથી ના સમજે તો

બધા ઉપચાર  ખોટા છે - તૂટયા

નથી સાથી  કે સથવારો

બધા ખોટા મને સમજે

પ્રયત્નો  મેં કર્યા પુષ્કળ

નિરાશા સાંપડી મુજને

ભરોસો છે પ્રભુ તારો

મને ઉપચાર  બતલાવો- તૂટયો

- એ.જી. ચૌહાણ : (નડિયાદ) 

ભીની લાગણી

દરિયાની  રેત પર સરકી જવું છે,

ધીકતા તાપમાં અટકી જોવું છે.

ભીની ભીની લાગણીના ભરોસે,

ઝુલ્ફોમાં  સાજનની ભટકી જોવું છે.

પ્રેમીનો  સ્વાંગ સજીને ફરે છે,

દિલડાનો કસ કાઢી પરખી જોવું છે

ખબર નથી ક્યાં સુધી એકલો જીવું,

ભીતરથી દિવસ રાત સળગી જોવું છે.

પાનખર  વસંતની મીઠી રમતમાં,

ખેતર લીલું જોઈ મલકી જોવું છે

હરખ છે કે નહિ મિલનનો તે જોવા,

આંખના ખૂણામાં ખટકી જોવું છે

રૂડા  બે ત્રણ  સ્મરણો પંપાળવા

કીડીની માફક ત્યાં ચટકી જોવું છે

વીતેલા વર્ષોનો  ટૂંકો સાર આજ,

વાદળ જેમ આભમાં પ્રસરી જોવું છે.

- ડો. દર્શિતા બાબુભાઈ શાહ : (અમદાવાદ)

યાદ નથી

બાકી જિંદગીથી ફરિયાદ નથી

કારણ ફરિયાદ  સાંભળવા વાળું કોઈ નથી

છેલ્લે ક્યારે મજા આવી  તે યાદ નથી

વ્યસ્તતા  એ મુકી છે માઝા બરાબર

છેલ્લે ક્યારે આવી હતી સાથ રજા

તે  યાદ નથી....

વ્યસ્તતા  વચ્ચે  તું રોજ 

 આવી એવું પણ નથી

છતાં યાદ વગરની  

વ્યસ્તતા વચ્ચે કોઈ દિન ગયો નથી

આંખન ખૂણેથી  પાણી કેટલા વહ્યા તે

યાદ નથી આંખના ખુણા મં સારું

કર્યા  હતા પણ ખરી ગયું  

મેં પાણી તે યાદ નથી

આમ તો ચહેરા પર સતત હાસ્ય  રાખું છું

પણ છેલ્લે સાચું  ક્યારે   

હાસ્ય હતો તે યાદ નથી

જીવતાં જીવતાં  ઈચ્છાઓને  બધાની

ક્યારે  હું મને જ ભુલ્યો તે યાદ નથી

કે નથી ઊભો કતારમાં  તારા મંદિરે

પણ  હે ઈશ્વર તને ક્યારેય ભુલ્યો  હોઉ

તેવી ક્ષણ યાદ નથી

તારા અસ્તિત્વને પામવા

માટેની કોઈ તક કે આશા 

વિસરી શક્યો નથી

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી.

- મિનાક્ષી ડી.  દેસાઈ : (વડોદરા)

સુરા પુરા છે

અરીસામાં જોઈ જાતને 

ગમવામાં બધા સુરાપુરા છે

રોજ સાંજે મહેફિલ ભરી

મળવામાં બધા સુરાપુરા છે.

મળે મોકળું  મેદાન તો

રમવામાં બધા સુરાપુરા છે.

તૈયાર ભાણે જો મળતું હોય

જમવામાં બધા સુરાપુરા  છે.

ગરજ પડયે સાધુ સંતોને

નમવામાં બધા સુરાપુરા છે.

ભણવાનો નહીં દફતરનો ભાર

ખમવામાં  બધા સુરાપુરા છે.

- રજનીકાન્ત ઓઝા : (ભુજ-કચ્છ)