વાચકની કલમ .
મા
નિર્દોષ બાળકનું સ્મિત જોઈ ઝુમી ઉઠયું મન માતાનું
આવ્યા આનંદના આંસુ આંખોમાં માન્યો આભાર વિધાતાનો
ઈશ્વરને પણ થયો સંતોષ કરી મા અને સંસારનું સર્જન
માતૃત્વની સુંદરતા સામે ધૂંધળું થઈ ગયું નિસર્ગની સુંદરતાનું દર્પણ
બાળકના કિલ્લોરમાં સંગીત હતું પક્ષીઓના કલરવનું
એના ગાલોની લાલિમામાં ખીલ્યું હતું પુષ્પ ઉદ્યાનનું
એની ચાલની ગતિમાં રફતાર હતી સાગરના ઘુઘવટા મોજાંની
એની આંખોમાં ચમક હતી પ્રકાશિત થતી વીજળીની
લગાવતી હતી માતા બાળકની આંખોમાં કાજળ
ન લાગે એને દુનિયાની બુરી નજર
ઠોકર ખાઈ પડી જતાં બાળકને જોઈ દ્રવી ઉઠતું હતું માતાનું દિલ
કરતી હતી માતા એના દીર્ઘાયુની ચિંતા અહર્નિશ
જન્મો-જન્મના ફેરે પણ ન ચુકવી શકશે માનવી માતાનું ઋણ
જે કરશે માતાનો અનાદર ન કરશે ઈશ્વર માફ તેની આ અક્ષમ્ય ભૂલ
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
એ મુલાકાત
તે દિનના ભાવો મન પરથી ભૂંસાયા નથી
એ શ્વાસો હૃદય પરથી વિસરાયા નથી
નાની એ મુલાકાતની આજેય ઘેરી અસર
હજુયે અસરોના તરંગો તો
વિલોપાયા નથી
નાની મોટી વાતોનું કંઈ હોતું જ નથી
હોય છે વજુદ જેના રાગ ક
દી ખોવાયા નથી
આ તે શું કરી ગયા જાદુ અમારા પર
કે જિંદગીમાં આવા તે
અવસરો જોયા નથી
ફરી મુલાકાતના કોડ જાગ્યા છે અમને
મુલાકાત થશે જ આશાના
દીપો બૂઝાયા નથી
જસ્મિન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
નિખાલસ પ્રેમ
નિખાલસભરી જિંદગીને સમજે કોણ?
સંઘર્ષભર્યું જીવન છે
મારું દુનિયાદારીમાં
આ જગમાં હેતુ, ઉદ્દેશોને સમજે કોણ?
સદ્ભાવના ભરી છે
મારી મતિ બક્ષી છે કુદરતે
દારુણભરી જિંદગીને સજાવી છે
નિ:સ્વાર્થ પ્રેમે
નસીબ ક્યાં યારી આપતું હતું?
મારા કર્તવ્યને મતિ મૂંઝાય છે મારી
આ મતલબી દુનિયામાં
આદર્શો, નીતિપૂર્ણ કાર્ય
કરી લેવાને ઊભો છું જ્યાં
સંઘર્ષો, કટુ વાણી વિલાસને
પોષે છે સારું જગ
નિંદાને અભદ્ર વ્યવહારો
થકી ઘેરાયો છું મહેરામણે
પ્રેમાળભર્યા સ્વભાવે મને
કોઈ 'કે સમજ્યો છે જ્યાં
નિ:સ્વાર્થભર્યા પ્રેમે સાલસ
ભર્યો મળ્યો છે ખિતાબ જ્યાં
સફળ થયો છું હું સકળ
લોકના મહેરામણે જ્યાં
ઉજવળ ને દિવ્યજીવન
બક્ષ્યું છે મને નિ:સ્વાર્થ પ્રેમે
પરેશ જે. પુરોહિત (કલોલ, રણાસણ)
તમન્ના
પ્રેમની પાંખો બની દિલના ગગનમાં
વિહરવું છે
પ્રેમનો પમરાટ થઈને
દિલના ચમનમાં મહેકવું છે
પ્રેમનું પાણી થઈને
દિલની સરિતામાં લહેરાવું છે
બસ એક તમન્ના અહીં બાકી રહી છે સનમ!
થઈ ઉરની આહોને આપના જિગરને
પીગળાવવું છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
મન
જ્યારે મન પ્રસન્ન થઈ જાય
છે ત્યારે બુધ્ધિ પણ સ્થિર થઈ જાય છે
જેણે મન જીતી લીધું છે તેણે ટાઢ-તડકો
સુખ-દુ:ખ અને માન-અપમાન
બધું સરખું છે
મન ઉપર માનવીનો
કાબુ એટલે વિકાશ
માનવી ઉપર મનનો કાબુ એટલે વિનાશ
જેણે મનને જીત્યું છે તેણે જગતને
પણ જીત્યું છે
અભ્યાસ અને વૈરાગ્યથી મન
સહેલાઈથી નશમાં આવે છે
મન મહાન જાદુગર અને ચિત્રકાર છે
મન બ્રહ્મસૃષ્ટિનું તત્ત્વ છે
મનનો બધો જ મેળ ધોવાઈ જાય
ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે
મનને મજબૂત બનાવવાની
એટલી જ જરૂર છે
જેટલી શરીરના પોષણ માટે
ભોજનની જરૂર છે
મન જ મનુષ્યને સ્વર્ગ અથવા
નરકમાં લઈ જાય છે
મન જ મનુષ્યના બંધન
અને મોક્ષનું કારણ છે
ઉષા જે. સોતા (મુલુન્ડ, મુંબઈ)
વેદના
નથી પડછાયો રહ્યો મારો સાથી
તમારા જેવા ફરેબીઓની તો
શું આશા રાખું સાથી
રાત હોય કે દિન રહું છું ગમગીન
તમારી જિંદગીમાં રંગ ભરવામાં
જીવન થઈ ગયું મારું જ રંગહીન
દરેકે મતલબ સાધ્યો છે પોતાનો
કોણે કરું મનની વાત
પોતાનાથી જ મળ્યો છે દગો
એવો પારકાની તો શું કરું વાત
પારખી ન શક્યો એ મુખોટું
ધારી મતલબીઓને એ જ મારો વાંક
જીવનભરની તપસ્યા પર પાણી ફેરવી
ગયા એ બે મોઢાના એ રાંક
મુશ્કેલ જરા પણ ન હતું જીતવું મારા માટે
મેં પોતાના સમજીને દિલથી કામ લીધું
તેઓ દિમાગથી રમી ગયા જીતવા માટે
કર્યો છે ઘાયલ વાર પીઠ પર કરીને
શક્ય જ નથી હરાવવો વાર સામેથી કરીને
જે સમય ગયો જિંદગીભરની
'વેદના' આપીને
એ જ આવનાર 'સમય' ઝખમ
ભરશે જિંદગી ફનાહ કરીને પણ
નહીં તો બેકાર છે આ જીવન
ઈન્સાન બનીને....!
કિરણ સુર્યાવાલા (સુરત)
ખુશ રહેવું તારે
હંમેશા ખુશ રહેવું તારે
નાની અમથી જિંદગી છે!
જે ન હોય કે હું ન હોવ
તારી સામે તો અવાજ
સાંભળીને ખુશ રહેવું તારે!
કોઈ ખુશ ન હોય તારાથી
તારી જાતે ખુશ રહેવું
ગયેલા પાછા આવવાના નથી
તેમની યાદોમાં ખુશ રહેવું
કાલની કંઈ ખબર નથી
આજે સારું જોઈ ખુશ રહેવું
સાવ નાની અમથી જિંદગી
શાને દુ:ખી થવું ખુશ રહેવું તારે....
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)