વાચકની કલમ .
એ કેટલા સુંદર હશે
રચના જેની સુંદર એ
કેટલા સુંદર હશે
કુદરત કેરી રચના ને
એટલા સુંદર હશે
દિલ મોહી લે હરદમ
ઉપમા નવી આપી જતી
અતિસુંદર જે જીવનમાં
દેખતા સુંદર હશે
પ્રેરક અનુભવ સંગે રચના
જુઓ કુદરત થકી
આજીવનમાં પ્યારીને
પ્રેમમાં સુંદર હશે
ગમતીલી રચનાઓ માફક
રહે ઉરમાં વસી
સૌની અંદર હમરાહી
આટલા સુંદર હશે
ગીતો જેનાં ગાતાં થાકે
નહીં કંઠે સદા
મનમોહક 'સાવન' પણ
કે ઝંખના સુંદર હશે
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
ઘડપણની લાકડી...
સૂરજ ડૂબ્યો ને સાંજ ઢળી ગઈ
અંધારા ધરતી ઉપર ઊતરતા તો
ઘડપણની લાકડી ધુ્રજતા
હાથે પકડાય ગઈ
હવેલીનું પગથિયું ચડીને ઉતરતા
કનૈયાના દર્શનમાં ખોવાય ને
આજ મારી ઓશિયાળી
અણમોલ જિંદગી આપમેળ
ઘવાય ગઈ
કનૈયાને કાંડુ પકડી લેવાનું
કહેતા દ્રવિ ઊઠેલા દિલડે થી
દર્દ ભર્યા શબ્દે
ક્ષણીક વારમાં તો
આંખડી ભિંજાય ગઈ
ઘરવાળી વિના ખડકી કોણ
ખોલે? ખોબલાં જેવડા
ખોરડામાં દોડીને
કનૈયો આવ્યો ને એકજ
ઝાટકે ખડકી ખુલી ગઈ
કાચલિયા કહે એટલે.. જ, વ્હાલા
વૈષ્ણવો તમને સંબોધીને
કહું છું, હવેલીનું પગથિયું
ચડીને ઉતરતાં ભલે ને.. આજ,
ઘડપણની લાકડી કનૈયાને
આધિન થઇ ગઈ
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
ઝંખના
લાંબો છે પંથ ને
છુટયો તારો સાથ
હું તો ઝંખું ગોરાંદે
તને આજ રે
હું તો ઝંખું ગોરાંદે
તને આજ રે
આ તે કેવી છે પ્રીત
કેવી દુનિયાની રીત
મળીને પણ આપણે
ના મળ્યાં મળીને પણ આપણે
ના મળ્યાં
કેટલાય વર્ષો વિત્યા
તમે મનેય ભૂલ્યાં
મને લાગે છે
સૂનો સંસાર રે
મને લાગે છે
સૂનો સંસાર રે
આ તો વિરહનો યોગ
કેવો ઘડયો સંજોગ
બેફામ બની છે
તારી યાદ રે
બેફામ બની છે
તારી યાદ રે
લાંબો છે પંથ ને
છુટયો તારો સાથે
હું તો ઝંખું ગોરાંદે
તને આજ રે...
હું તો ઝંખુ ગોરાંદે
તને આજ રે...
રામ ગોવિંદ કુંઢડીયા (વિદ્યાવિહાર-મુંબઈ)
હાઈકુ
એક શમણું
સૂરજને છે પ્રાત
ઊગવા માટે
પ્રણય ગીતો
મારી પ્રિયતમાની
યાદ અપાવે
જોડી હતી એ
ભરત-ભારતીની
પ્રેમ ગલીમાં
પ્રિયે ચાલને
એકવાર મળીએ
એકાંત સ્થળે
વાત કહેવી
છે, મારા દિલની આ
પ્રેમ પહેલી
ઊગ્યો છે આજ
આ સૂખનો સૂરજ
રાત વિતી છે
ડો. ભરત ત્રિવેદી 'સૂરજ'
ડાળખીને રોક મા
મારામાં કોળે જે ઝાડ
એની ડાખખીને રોક મા
ઓ વાદીલી વાડ
ઝાડ તો કંઈ કોળે કે
જોવાને ઊમટે સહુ
અચરજિયા લોક
ક્રોડ ક્રોડ પંખીડાં આવીને
ટહુકે ને ગણાંય ગાય થોકથોક
આવું રે કૌતુક તો પહેલ-પહેલું
ભાળ્યું મૂઈ,
હું તો કંઈ અચરજનો પ્હાડ
મારામાં કોળે રે ઝાડ
એની ડાળખીને રોક મા
ઓ વાદીલી વાડ
ઝાડ એવું ફાલે કંઈ ફાલે મળે
સોનેરી બેડલાને મોંઘો મુકામ
થાકેલી પનિહારી હાથ કરી બેસે
એને સાંભરે રે
મહિયરનું ગામ
આંખ સામે બે'ક ઘડી માડી મલકે
ને વળી બાપુય લડાવી દે લાડ
મારામાં કોળે છે ઝાડ
એની ડાળખીને રોક મા
ઓ વાદીલી વાડ
નેહા પુરોહિત (ભાવનગર)
અનરાધાર પ્રેમ
તારી ને મારી ગુફતેગુ એ વહે છે
અનરાધાર પ્રેમ
નફરત ભરી જીંદગાનીમાં પ્રેમ
થકી સ્મિત જ્યાં
જગત તો પ્રેમ મહોબ્બતની મિશાલે
દેશ-વિદેશની ધરાએ
વેપાર વિનિમય બક્ષે
માનવ-માનવ વચ્ચેનો
સુમેળો પ્રેમ ક્યાં સમજાય?
તુંડે-તુંડે મતિ છે,
ભિન્ન આ રફતારે જ્યાં
કોઈ આદર્શોનો હિમાયતી છે
કોઈ મનમોજી
પ્રેમ તો અનરાધાર વહે છે,
સારા જગમાં
પ્રેમ થકી જ ઐશ્વર્ય
સંકેત મળે છે જીવનમાં
સારા જગમાં પૂજાય છે,
પ્રેમાળભર્યા વાર્તાલાપે
પરેશ જે. પુરોહિત (રણાસણ)
કરૂણ દશા
બીજાને સમજાવવામાં
વ્યસ્ત રહેતો માનવ
ક્યારે પણ
'સ્વ'ને સમજી શકતો નથી
બીજાને સુધારવા માટે
ફાંફા મારતો માનવી
નીજને સુધારવાનો
વિચાર જ કરતો નથી
કેવી છે માનવીની
આ કરૂણા દશા
'લઘુગોવિંદ' એનું
મનોમંથન કરાય
લઘુગોવિંદ (કલ્યાણ)
સાકાર સપનું
રહેતા ન હોવા છતાં લાગ્યું એવું કે
દિલના દરવાજા ક્યાં સુના છે?
મળ્યા નયનો ને હૈયું હરખાયું
થયું એવું જાણે સાકાર
સપના સુહાના છે
ખુલ્યા લબો ને લાગ્યું એવું કે
હોઠો પર પ્રેમના તરાના છે
નજરમાં ન આવ્યું એક પણ આંસુ
તોય લાગ્યું જાણે એવું કે
નયનો ભીના છે
થઈ પહેલીવાર આપણી
મુલાકાત તોય
થયું મહેસુસ એવું કે
સ,ંબંધો પુરાના છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)