રાધાજીને જો વાંકુ પડે
શ્યામ સાથે તો રાખે
અબોલા કે રાખે રાધા મૌન?
રાધા જો રાખે હોઠ એના ચૂપ
તો શ્યામ તું વાંસળી હેઠે મૂક!
શાયમ તું મોરપીંછ માથે નહીં મૂક
રાધા કેમ નિહાળી શકે આવું રૂપ?
શ્યામ તું લે રુકમણીનું નામ
ઉતરશે રાધાનો રોષ તમામ
દોડીને આવશે તારી પાસે શ્યામ
શ્યામ તને કહેશે વાંસળી વગાડ
પછી નહીં પડે રાધાને વાંકુ
માથે મુકાશે મોરપીંછ પાછું
રાધાને દેખાશે શ્યામલ સ્વરૂપ
થોડી રાધા રહી શકે ચૂપ?
રામ શ્યામ ઘનશ્યામ
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'
ચીલા રહી ગયા
ભક્તિ અહીં ક્યાંય
જોવા ન મળી
બધાને ભાલે બસ
ખાલી ટીલા હતા
સીતમની ખિલાફ
કોઈએ સૂર ન ઉઠાવ્યો
અહીં જે પામ મળ્યા
એ બધા ઢીલા હતા
સમજી ન શક્યો
શહેરમાં કોઈના શબ્દો
હતા કોઈ અહીં મુક
તો કોઈ કાલા હતા
રાતો રાત અહીંથી
ઉઠી ગયો કાફલો
નિશાની કોઈ નહોતી
બસ થોડા ચીલા હતા
ભલેને કબરમાં અહીં
દટાયેલાં ન હોય
ઘણા અહીં જીવતે
જીવ મરેલા હતા
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
મને ગમે છે
તારું સારું કામ મને ગમે છે
પ્યારું ન્યારું નામ મને ગમે છે
વ્હેમ વિનાનું હોય સદા અનોખું
રૂડું વ્હાલું ગામ મને ગમે છે
પ્રેમ ભર્યો જ્યાં દરબાર હશે હસાવે
માટીનું ખુદ ઠામ મને ગમે છે
આવે જાવે રોજ સવાર સાંજે
દર્શનનું આ ધામ મને ગમે છે
વર્તુળ વ્યાપક હૃદય 'ભરત' અલોકિક
હરદમ હૈયે રામ મને ગમે છે
ભરત વાળા (ભાવનગર)
ઝંખના
લાંબો છે પંથને
છુટયો તારો સાથ
હું તો ઝંખું ગોરાંદે
મને આજ રે..
હું તો ઝંખું ગોરાંદે
તને આજ રે..
આ તે કેવી છે પ્રીત
કેવી દુનિયાની રીત
મળીને પણ આપણે
ના મળ્યાં..
મળીને પણ આપણે
ના મળ્યાં..
કેટલાય વર્ષો વિત્યાં
તમે મનેય ભૂલ્યાં
મને લાગે છે
સૂનો સંસાર રે..
મને લાગે છે
સૂનો સંસાર રે..
આ તો વિરહનો યોગ
કેવો ઘડયો સંજોગ
બેફામ બની છે
તારી યાદ રે..
બેહામ બની છે
તારી યાદ રે..
લાંબો છે પંથને
છુટયો તારો સાથ
હું તો ઝંખું ગોરાંદે
તને આજ રે..
રામજી ગોવિંદ કુંઢડિયા (મુંબઈ)
મહેફીલને મજલે
પર્વતો પરથી વહેતા અશ્રુરૂપી
ઝરણા પર નજર કરો
પથ્થર કહે છે હું પણ પીગળું છું
બસ જરા વિશ્વાસ કરો
ઘણીવાર દેખાડો કરવા માટે
પણ કરવું પડે છે
હોય ભલે દિલમાં ગમ
હસતું અહીં વદન રાખવું પડે છે
આંખોના પાદરમાં આવીને
પાછા વળી ગયા દુ:ખ એનું હતું
ઉમંગથી આવતા જેને
અમારું હૈયું થનગનતું હતું
ઉરમાં એના કોમળતાને બદલે
સખ્તાઈ ભરી બેઠા
ખુદા ખુદ અહીં શિલ્પી છે
તોય કેવી ભૂલ કરી બેઠા
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
પુષ્પરાજ ગુલાબ
પુષ્પરાજ ગુલાબ પ્રેમ
પ્રતિક લાજવાબ
હૃદયમાં ઋજુ પંખડી
થૈ ખીલે બેહિસાબ
ફૂલરાણીના બાગમાં
ફૂદડો થઈ ફરે જનાબ
પ્રિત પામવા લાગણીમાં
આળોટે નવાબ
ઊર્મિસાગર ઉમટે છે
મનમાં જન્મોજન્મ
આજે હૈયાનાં સ્વયંવરમાં
છે સ્નેહી રુઆબ
બે ચહેરાની છાયા..
માયા સ્થાપશે અજરામર
ચક્ષુ વગાડશે ઢોલત્રાસા
પાંપણ પોખશે ખ્વાબ
ગુલાબ ફૂલ નથી
સંકેત છે રબ કેરું
કુંવરીના ચંપા આંગણે
જાન લે ઊભો ગુલાબ
લાગણીનું દર્પણ જીગરનું
અર્પણ સમર્પણ
હેતનો દાબ, ખિતાબ
સુરખાબદે ગુલાબ
વિનોદચંદ્ર બોરીચા 'વિનુ' (મુંબઈ)
શેત્રુંજી નદીના વહેતા પાણી
લોક ડાયરાના કલાકારથી
વાત નથી અજાણી
ઝવેરચંદ મેઘાણીની કવિતાની
કડીયો લલકારે છે,
શેત્રુંજીના પાણી
કોઈને આ વાત ગળે ઉતરતી નથી
કોઈને આ વાત ગળે ઉતરે છે
શેત્રુંજીને વિરડેથી ખોબલો
ભરીને કસુંબલ રંગના
ઘોળ્યા 'તા પાણી
સ્તબ્ધ થઈ ગયા છે ચારણો
મુગ્ધ થઈ ગયાં છે ગઢવી
શેત્રુંજીને કાંઠે ઊભેલા પાળીયેથી
વછુટવાને લાગી છે
શોર્યવંતિ કહાણી
ટેહૂકવાને લાગ્યા છે મોરલા
દોરવાને લાગ્યાં છે વાદળા
શેત્રુંજીને આરે કુદરતના
અનોખા પ્રેમની ઉજવાયી
રહી છે ઉજાણી
દુલા લલકારે છે ગોવાળીયા
છંદ સંભળાવે છે જુવાનીયા
રાષ્ટ્રીય શાયરનું બિરુદ
પામનારને આજ ભુલ્યા નથી
શેત્રુંજીના પાણી
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
જીવી લે થોડું
મૂક પડતું બધું ને જીવી લે થોડું
એમ કહેતા તો મેં કેટલાકને સાંભળ્યા
અંતે પછી એ જ ભાંભરયા
વિચારતા હશો અત્યારે મેં
એમને કેમ સાંભરયા?
તો વાત એમ છે કે મેં હમણાં જ એમને
અત્યારે મહેનત કરી લે
પછી કંઈ નહિં થાય
એમ કહેતા સાંભળ્યા
યાદ નથી રહેતી હવે તારીખ એ કે
પણ યાદ છે અનુભવો ઘણા
ઉંમર પણ કેવી વસ્તુ છે ને સાહેબ
જે રેં'તો હંમેશા રીસાઈને
તેની પાસેથી કરાવે છે મનામણા ઘણા!
મન મેં રોષ હૈ, મુૅંહ પે હૅંસી
આંખો મેં આક્રોશ હૈ
પર હરકતોં મેં નમી
જનાબ યહ સંસાર હૈ
ઈસમેં મુખોટો કી નહીં હૈ કમી
બઢ રહી કિંમત વસ્તુઓં કી
ઘટ રહી કિંમત માનવતા કી
ગરીબ બીચારા કરે ભી તો ક્યા કરે
ભુખ કા મારા અપને હી પ્રાણ હરે!
યસ્વી ડી. વારા (રાણાવાવ)
પરત મળે
જો પ્રતિક્ષા ફળે તો પછી રાહત મળે
બેચેનીને થોડીક તો ધરપત મળે
આ ઊદાસીનતા વીંટળાઈને બેઠી છે
હસવાની થોડીક તો સવલત મળે
દર્પણમાં પણ ચહેરો તારો દેખાય
ને સપનાંની થોડીક તો દોલત મળે
એમ સાવ સરળ ક્યાં હોય છે જિંદગી
મઝા તો છે થોડીક તો મુસીબત મળે
હું ધરતો રહીશ ફુલ તને શબ્દોનાં
ભલે પાંદડી થોડીક તો પરત મળે
પ્રકાશ દવે (જૂનાગઢ)


