ઝૂકી પલકે
મુલાકાત તો રોજ માર્ગમાં થાય છે
તોય ક્યા કોઈ ઓળખાણ કરે છે?
ઈશ્ક તો ભર્યો છે ઉરમાં
તોય જિગરને પાષાણ કરે છે
છે નજર કરવાની તમન્ના
તોય ઝૂકી પાંપણ કરે ચે
પલ પલ બસર અહીં
થતી જાય છે જિંદગાની
તોય ન જાણે કેમ
ઇકરાર કરવામાં લંબાણ કરે છે
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
તમારી યાદ આવે છે
રંગીલો આવિયો ફાગણ
તમારી યાદ આવે છે
ધૂળેટી એ સુના આંગણ
તમારી યાદ આવે છે
રગ્યા'તા ફાગ
જ્યારે કેસુડાના
રંગે પ્રથમટાણે
ઝુકી'તી ના જરા પાંપણ
તમારી યાદ આવે છે
સદાયે સ્મિત સંગ મળવું
સદા બિન્ધાસ્ત થૈ ફરવું
નો'તુ ભારણનું પણ કારણ
તમારી યાદ આવે છે
અચાનક રેતના તપ્તા સમો
દર્યો વિરહનો દઈ
આપ્યો આબાસનો
એક શણ
તમારી યાદ આવે છે
તમારા આગમનની રાહને
રંગથી રંગી દઉં
પધારો કોઈ લૈ કારણ
તમારી યાદ આવે છે
કલમ 'અંજાન'
તારી ચાલે
એની ગઝલ કાજે
ફરી આવી કસેકામણ
તમારી યાદ આવે છે
અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)
નવનીત મટકી
નવનીત મટકી નંદવાણી શામળી તુને
અમારા માખણ શામળા ચોર્યા તે
પતી અમારા પાતળા બિચારા
વામણા થયા
રેડા અમારા આંગડિયા
ખિલેથી ઘેનું ચોરી
બારી બારણાં કુલા
મુક્યા કાળીય તે મટકી ફોડી
ઝુલતા સિકામાં રેઢા
નવનીત માખણ ઢોળી
કપટ કરી ગોપગોવાળીયા
ભેગા કરી ટોળી બનાવી
રચી રાસ મંડળી અમારા હૈયા હરી
મારગડો સેક્યો અમારો
કાલીંદી શેષનાગ ના થયો
યમુના કાઠે ઘેનું ચરાવી
ગોપગોપાળ મૈત્રી કરી
રહ્યો એકલો સુદામો બીચારો
તું મતુરા ગયો
ચોરીને મુઠી-ચણા ખાદા
તેની તે સજા કરી
અંતમાં વહાલા તું આવજે
વહારે છેલ્લી ઘડી
સુદામાં પુરી કંચન
કરી દાળદળ હર્યા
અવતાર ધરી ધરણી
પર લીલા અપરંપરા કરી
અંતમાં દીધા સ્નેહ સૌને
વૈકુંઠમાં વાસ કીધા
ગોપાલ 'ક્ષણભંગુર' (વસઈ-મુંબઈ)
ચાહુ છું તને
ચાહું છું તને એ કહેવું ન પડે
કેટલીક વસ્તુ સમજી જવાની
બંધ આંખોમાં પણ તમે છો
આંખો ખુલે તો કલ્પના તો કરો
બંદ આંખે પણ તને જોઈ છે
તું હો તેનાથી વધારે ચાહી છે
હું કહું છું છોડ હવે મને
પણ તું ક્યાં મને છોડે છે
કેમ કે વદારે મેં તને સાચી છે
ચાહું છું ચાહતો રહીશ હમેશાં
તું સ્વીકારે તો મજા નહીં તો સજા
મંજુર છે મને તો પણ ચાહું છું તને
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
મારી ઢાલ
સંસાર જીવનમાં માનવને છે બે પાસા
ક્યારેક હેડ આવે તો ક્યારેક ટેલ
ક્યારે ઊંચી ભરતી ક્યારેક ઓટ
ક્યારેક તોફાન તો ક્યારેક શાંત વમળ
ત્યારે માનવ ચારે છે એક ઢાલ
મારી પ્રેરણામૂર્તિ હતી મારી ઢાલ
જાલી કલમને આપતાં
સૂર અને તાલ
ભરી દેતાં કલમમાં તે સ્યાહી
શબ્દ-પંક્તિના માપદંડ દે બતાવી
માર્ગ કંડારતા સઘળી ભૂલ મિટાવી
પીડા, વેદના, દર્દ કંઈપણ હોય
આંખમાંથી આંસુ જો વહેતાં હોય
આશ્વાસનનો મલમ તૈયાર જ હોય
અશ્રુને કદી તે સરવા ન દે
ઝટ આવીને પટપટ રોકી લે
પીંછીમાં નિત નવા રંગ પૂરે
રંગના સંગે, હૈયાના ભાવ પૂરે
ચિત્રકલાને સુંદર ઓપ આપે
મુખ પર હાસ્ય એવું ફેલાવે
દુ:ખડા ક્ષણમાં તે સગળા ભૂલાવે
ડગલે-પગલે તેઓ માર્ગદર્શક મારા
સાચા અર્થમાં તે પ્રેરણામૂર્તિ પ્યારા
મુશ્કેલીને દૂરથી જ કરે રવાના
સદા ઊભા રહેતાં મુજકાજે અડીખમ
ના હાલે-ડૂલે, બનીને મજબૂત ઢાલ
ભારતી પી. શાહ (અમદાવાદ)
રંગોનો તહેવાર
રંગોનો તહેવાર
સાથે ઉમંગોનો સહેવાસ
કેસૂડાનાં કેસરિયા રંગે
ધોઉં સૌ દુનિયાની કળવાશ
ચાલો ઉટો-જાગો સૌ જન
મીઠડો કોયલ કેરો સાદ
ગલી-મહોલ્લા રંગો રંગે
ભૂલી સૌ ધર્મ-જાતની વાડ
મનની મીઠી-મીઠી લહેરો
ઉછળે વારં-વાર
લઈ શમણાની છડી
આપણે જઈએ આગળ વાટ
દુનિયાનાં બેરંગી-રંગો
પેંકી દો સૌ આજ
મહેંક બની જા, સૌના દિલની
બસ, હવે તો આત્મ વિંઝે પાંખ
અનિલ કે. ધનગર 'અશ્મિ' (ડાંગ)
વિદાયનો વિલાપ
લગ્નની શહનાઈના સૂર
સંભળાઈ રહ્યા છે આંગણમાં
પણ સૌથી મીઠા સૂર સમાયા છે
પુત્રીની ઝાંઝરની ઝણકારમાં
સૂર્યની લાલિમાંથી અધિક લાલિમા
છે એની સેંથીની સિંદૂરમાં
તારાની ચમકથી અધિક ચમક
છે એની લલાટની બિંદીમાં
કુદરતના અનેક રંગો સમાયા
છે એના મહેંદીભર્યા હાથોમાં
ઉષાનું પ્રતિબિંબ પડે છે
એના રતુંબડા ગાલોમાં
સાગરની ગહરાઈ સમાયેલી
છે એના સુંદર મૃગ-નયનોમાં
રાત્રિનો અંધકાર છુપાયો છે
એના શ્યામલ કેશ-કલાપમાં
કન્યા વિદાયની ઘડી આવી
સુખી થા જા ખુદા-હાફીઝ
દુ:આ દિલથી કરું છું હું
સુખી થા જા ખુદા-હાફીઝ
પરાયાને પોતાના બનાવી
સ્નેહથી રહેજે
પડે જો દુ:ખ તો એને
સસ્મિત ઝીલી લેજે
ધીમા મૃદુલ અવાજથી
ફેલાવજે સંગીતનો રણકાર
અજવાળજે મૃત્યુ-પર્યત
મા-બાપના સંસ્કાર
પ્રેમના પ્રકાશથી દૂર કરજે
કંકાશનો અંધકારી
લજ્જાના આભુષણ થકી
નિખારજે દેહનો શણગાર
પતિની સ્તૂતિ કરી કરજે
એની નિત્ય આરાધના
દિલમાં હમેશાં રાખજે
એના માટે સદ્ભાવના
અર્પણ-સમર્પણની મનમાં
રાખજે ભાવના
માતાની બસ આ જ
છે અંતિમ મનોકામના
ફિઝ્ઝા એમ. આરીસવાલા (મુંબઈ)
ગઝલ
રેહ ગયે દિલમે વસવસે
દિદારે યાર ન હુવા
વસ્લેયાર ઈસપાર ન
હુવા ઉસપાર ભી ન હુવા
બીચ ભંવર મે ફંસી ઇશ્ક
કી કસ્તીકો કૈસે પાર લગાયે
સહારા માંગલેતે મગર
અબતક મુસાફિર સવાર ન હુવા
રખે તે ખુલે દિલ કે દરવાજે
મગર ઉસને જાને કા નામ ન લિયા
દિલ કે કમરે સે હમારે
વો અબતક બહાર ન હુવા
ઠિક બીચ દિલ કે નિશાના
લગાકર ઘાયલ કિયા હૈ ઉસને
શાહિન તીર અબતક
હમારે દિલ કે આરપાર ન હુવા
સેહનાઝ ઉર્ફે 'શાહિન' (સુરત)


