હરિયાળી
કુદરતની કમાલ જુઓ મિત્રો
સરસ મજાની હરિયાળી જ દેખાય છે
ઝાડ, પાન, ફળ, ફૂલમાં
વસંત વસંત જ દેખાય છે
ઝાડવાં ચારેબાજુ
લીલાછમ દેખાય છે
જુઓ કુદરતની કરામત
કેવી સરસ મજાની દેખાય છે
ઝરમર, ઝરમર કેવો વરસે વરસાદ
ક્યાંક મેઘધનુષ્ય દેખાય છે
વને વન જંગલે, જંગલ કેવી
સરસ મજાની હરિયાળી દેખાય છે
ખેતરે ખેતરે અન્ન કઠોળ કેવું
બે સુમાર દેખાય છે
આવું જોઈ જગતનો તાત
ખેડૂત બહુ હરખાઈ છે
ને 'રાજ' જુઓ કુદરતી કરામત કેવી
ચારે બાજુ લીલુંઝમ
ને હરિયાળી જ દેખાય છે
ઝાલા સુરસિંહ વીરાભાઈ 'રાજ' (કોડીનાર)
પ્રથમ પ્રણય
નથી માંગતો હું ચાંદ- સિતારો
નથી માંગતો હું નદી કિનારો
પ્રથમ પ્રણ્ય છે આ મારો
નથી ઈચ્છતો હું ઈન્કાર તારો.
રાખીશ હું તને મારા દિલમાં
વિશ્વાસ કરી લેજે તું મારો
નયન દેખે છે અનેક તસ્વીર
પણ દિલમાં છે, ખ્યાલ તારો.
પણ છું હું એકલો જ્યારે
હંમેશાં વિચાર કરું છું તારો
નથી માગતો હું દુનિયાની ખુશી
માંગુ એટલું હું સથવારો તારો,
જિંદગી સુખથી પસાર થશે
જો હશે સદા સાથ તારો.
- પટેલ છગનભાઈ પી. : (સુરત)
મિલનની મસ્તી
તું પ્રેમથી બોલાવે આજે
આવો મારા ઘરે હાથમાં ગુલાબ લઈને
આવ્યો છું તારી સામે
દિલની અંગત વાત
આજે કહી દઉં છું તને
પ્રેમની ખુશ્બુ લઈને
આવ્યો છું તારી પાસે
અરે... વાહ! સ્મિત
તારું સ્પર્શી જાય મને
હવે પ્રીતના પાલવમાં
તું છૂપાવી લે મને
જ્યાં સ્પર્શ થાય છે એ
ક્ષણ ના ભૂલાય હવે
મિલનની મસ્તીમાં
મોજથી રહેવું છે તારી સાથે
'આકાશ'ની પેલે પાર
સફર કરવી છે સાથે
અંત સમય સુધી મારે
રહેવું છે તારી સાથે
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
જિંદગી
જિંદગીના રોજ લખવા
હિસાબો કેટલા?
આંકડાને રોજ ઉથલાવવા
પડે છે એટલા.
પંથ લાંબો છે ને પાછી મંઝિલ
ઘણી છે દૂર તો,
યાત્રાનાં વિસામા લેવા પડે કંઈ કેટલા
શ્વાસ તો ચાલ્યા કરે
અગણિતને તૂટક તૂટક,
વેદનાનાં વાદળો આવ્યાં
કરે કંઈ કેટલા
તુ પૂછીંશ કે ના પૂછીશ
હું તો પૂછીશ જરૂર જો
હવે જિંદગીના દાખલા
પાછા ગણીશ તું કેટલા?
મૃગજળ બતાવી તું મને
તડપાશે હવે ક્યાં સુધી?
સાગર નદીનાં રૂપમાં
જોયા છે ઘણાં કંઈ કેટલા.
સાવ હારીને બેસીસ નહીં
હું થઈ બેબાકળો,
ચાલ ફરી ગણી લઈએ
તારા દાખલાં કંઈ કેટલા
અનિલ કે. ધનગર 'અશ્મિ'
(આહવા-ડાંગ)
કૃષ્ણની વાત છે
મોહન ને મનાવવો મારા
હાથ ની વાત છે, કૃષ્ણ ને
શુ કહેવુ એતો કૂણી કાયનાત છે.
રિસાઈ ને ગયો એ
ર ાધાની સંગ રખડવા,
વહેતી ના કરો વ્રજમાં
વનમાળીની વાત છે.
ગપ્પના ફેલાવો ગોકુલમાં
એ ગોવિંદ વિષે રાસ હશે
ક્યાંક રસ્તામાં રઢિયાળી રાત છે.
ઘમ્મર ઘમ્મર થતી ત્યાં
ગોપીઓ ગજવશે
ભીતર માં ભટકશે એ
ભાતીગળ ભાત છે
નટવર ને નીરખવો એ
નાનકા નું કામ નથી
ભીતર ભેદી ને ભાળે
એ તો નોખી નાત છે.
અમૃત શ્રીમાળી (મહેસાણા)
તેરે સિવાય કોઈ નહિ ભગવાન
બન્સી બજા દે બન્સી
બજા દે યશોમતિ મૈયા
કા શ્યામ, હમ સબ સબ બચ્ચે
સુનને કે લીયે
આ ગયે હૈ ગોકુલ ગાંવ
પાવ હમારે જમી પે નહિ
બચપન હમારા બસમે નહિ
આવન કી ફૂહાર મે
ભિગતે ભિગતે આજ.. તું
હમારા બન ગયા હૈ અરમાન
તૂન્હે દેખકર આયી હૈ બહાર
કિતના સુંદર લગતા
હૈ સંસારી?
હમ સબ બચ્ચે તેરી બન્સી
સુનતે સુનતે દેખને
લ ગે હૈ તેરી મુસ્કાન
તું હો મતવાલી
મીરા કા શ્યામ
તું હો રાસ ખેલને
વાલી રાધાકા કાન
ક્યું ચૂપ હો ગઈ હૈ?
યમુનાજી મૈયા?
હમારી સબ
બચ્ચો કી કરા દે પહેચાન
વૈષ્ણવ તેરા કિર્તન
કરતે હૈ
અપને આપ મે રોજ દિખતે હૈ
યે તેરી કૈસી હૈ લીલા?
મોર મુંગઠ પહેનકર
દર્શન દેને વાલે તેરે
સિવા કોઈ નહિ ભગવાન
નવીનચંદ્ર રતિલાલ કાચલિયા
(નવસારી)
જય ભોલે મહાકાલ
*ભોળા માં સૌથી ભોળો,
એક મારો ભોલેનાથ,
માંગે તે વરદાન આપે
એવો તે દીનદયાળ...
એક મારો ભોલેનાથ...
એક મારો ભોલેનાથ રે..(૨)
૦ ૦ ૦
શ્યામ રંગ સુંદર સ્વરૂપ,
ત્રિનેત્ર શોભે કપાળ,
માથે વિરાજે ચંદ્રમાં
ગળામાં સર્પનો હાર...
અંગે ભસ્મ તણો શણગાર..(૨)
એક મારો ભોલેનાથ રે,
એક મારો ભોલેનાથ...(૨)
૦ ૦ ૦
તેત્રીસ કોટી દેવો તાર્યા,
તેણે પીધા હળાહળ ઝેર
દેવો નો તે દેવાધિદેવ,
બન્યો એક મારો મહાદેવ..(૨)
એક મારો ભોલેનાથ રે,
એક મારો ભોલેનાથ...(૨)
રાવણને આપી સોનાની લંકા,
પોતે મસાણે કર્યો નિવાસ રે...
ભુતડા ડાકણ સંગ રે નાચે,
એક મારો ભોલેનાથ...(૨)
એક મારો ભોલેનાથ રે...(૨)
૦ ૦ ૦
લીધો જ્યા દત્ત અવતાર,
ત્યાં પ્રગટ થયા નવનાથ રે...
નાથ માં પણ સૌથી મોટો,
એક મારો ભોલેનાથ(૨)
એક મારો ભોલેનાથ રે...(૨)
૦ ૦ ૦
ભોળામાં સૌથી ભોળો,
એક મારો ભોલેનાથ.
માંગે તે વરદાન આપે,
એવો તે દિન દયાળ...
દુનિયામાં સૌને વ્હાલો
એક મારો ભોલેનાથ..
એક મારો ભોલેનાથ રે...(૨)
રામજી ગોવિંદ કુંઢડીઆ


