કલરવ કરે
શબ્દ હસતા ખીલ-ખીલાટ
ગઝલ મ્હોરતી નમણે અંગ
ભાષાના ભોમમાં ટમ ટમે તારા
કાવ્ય વિસ્તરે ઊરના સંગ
ઝગ-મગ ઊંચા નભમાં ચાંદની
પ્રસરે દિવ્ય પ્રકાશ સઘળે
સ્પર્શ શબ્દનો ભરતીને ઓટ
ભરતી કાવ્યની નાવ મઝદાર
વરસી ધોધમાર હેલી વનમાં
મંદ-મંદ મ્હેકી ધરતી
કલરવ કરે યાદોનો ઝરૂખો
થન-ગનતા મનના નાજુક મોરલાં
ચૌધરી નારસિંગ આર. (સુરત)
બેદર્દ ફિર સે દવા લે આયા
એક તો જખ્મ બડી મુશ્કીલ
સે ઠીક હો રહે થે
ઉપર સે કોઈ બેદર્દ ફિર
સે દવા લે આયા
જીસ બે-ખુદી પર બડા
નાજ થા હમે
ઉસે હેંશ મે આપકા
નશા લે આયા
આપકા ઠિકાના તબ
જાકે મીલા હમે
જબ ખુદ મોસમ જાકે
બહારો કા પત્તા લે આયા
કોન કહતા હૈ,
આપકી ઉલ્ફત
ને સિર્ફ રુસ્વા કિયા હૈ
આપકા છોડ જાના દર્દ ભરી
ગઝલ કા મજા લે આયા
આપ પર નહિ મરતે તો
હમ તો મર હી જાતે
યે મરના, જિંદગી જૈસી
ખૂબસૂરત અદા લે આયા
વહા મિલ હિ જાઉંગા
મૈં ખુદ કો યે સોચકર
ખુદકો તેરી ચોખટ
પર કઈ દફા લે આયા
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ'
(નવા વાડજ)
ખેતર શેઢે...
ખેતર શેઢે ખળું!
લીલા કંચન બાજરિયાની
ફાંટ ભરું ત્યાં લળું,
સોળ કોહના કૂવે
મારું તરસ્યું ગરવું ગળું!
વાલિયા! ખેતર શેઢે ખળું...
અડવાણે પગ હાલવું,
ખાંપો દેશે ખોટ,
ખખડે કડલાં-કાંબયું,
કાપડું કોરું અબોટ!
દાબ્યો દૂંટી લગણ કાછડો,
લૂ-ની લહેરે બળું!
વાલિયા! ખેતર શેઢે ખળું...
લબક ઝબકતાં આભલાં,
અતલસ રેઢારોળ,
રંજાડે છે રોઝડા,
સાંઠા, ધરતા સોળ!
વખત વિત્યાની કંહ તૂટે,
તો સ્હલા-ભલામાં મળું!
વાલિયા! ખેતર શેઢે ખળું...
દાન વાઘેલા (ભાવનગર)
ઝંખના
તમારી નજરના બાણ દિલને
વીંધી જાય છે
મિલનની એક એક પળ
ઘણું કહી જાય છે
તમને પામવાની ફક્ત
ઝંખના હતી દિલમાં
વિરહની પ્રત્યેક ક્ષણોમાં
યુગો વહી જાય છે
મનથી મન મળે એને
આત્મીયતા કહે છે
કે પછી પાગલપ્રેમીની
વાતો બની જાય છે
પ્રેમને તો પરમાત્માનું
સ્વરૂપ કહેવાય છે
હીરરાંઝા, લયલા મજનું
સમજાવી જાય છે
હવે તો થાકી ગયો છું
આ મનને મનાવતા
ફરિયાદ કરે છે દિલ કે
સમય વહી જાય છે
સારસ બેલડીને જોતાં જ
તમે યાદ આવો છો
યાદોની વણઝારમાં
દિનરાત વીતી જાય છે
આ વિશાળ વિશ્વમાં કોઈ
તો મારું સ્વજન હશે
લેણસંબંધની આશામાં
સમય વહી જાય છે
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
બસ મૌન જ રહીશ
એણે દૂર રહેવાનું કહેલું મને
વર્ષો થયાં આજે દૂર છું
તુ તો ભૂલી જ ગઈ છે
એ તો દૂર છે એટલે
પણ...
ફોન કરીને
કદાચ પૂછે
કે...
મનમાં શું છે હજી
સાચ્ચું કહું
હું નહીં બતાવું
ને મૌન જ રહું
'તુ' જ છે હજી
એવું ક્યારેય ન કરું
મૌન જ રહેવું
એ નક્કી કરેલું મેં તેથી
'મીત' (સુરત)
દાગ ન લાગે
પહેલી નજરે જ્યાં આંખ ઠરે
નજર તારી મારા પર રહે
પ્રેમના નામે તું દોસ્તી રાખે
કેમ છો! કહીને તું મળતી રહે
મોજશોખ કાજે તું મસ્તી કરે
મિત્રો બદલીને તું જલસા કરે
જુઠાણું તારું ક્યાંય ના ટકે
અંતે સત્ય જ બહાર આવે.
મોજીલો નશો બરબાદ કરે
જુઠા મિત્રોનો સંગ ભારે પડે
તકવાદી મિત્રોથી જે દૂર રહે
પસ્તાવાનો સમય કદી ન આવે
'આકાશ' વાણી વર્તનથી જે શુધ્ધ રહે
જીવનમાં એને
ક્યાંય દાગ ન લાગે
કિરણભાઈ આર. પંટાલ 'આકાશ' (વડોદરા)
મધરાતની કોયલ
ભાંગતી રાતડીયે કોયલડીયે
ટહુકો કર્યોને મારી ઊંઘ ઊડી ગઈ
જિંદગીમાં પહેલીવાર
કોરા કાગળીયામાં પેન ઉપાડતાં
કવિતા લખાય ગઈ
સાંભળીને થંભી ગયા ઝરણાં
કુદકા મારીને દોડવાને લાગ્યા હરણાં
શિતળ હવાની લહેરોમાં
નેશડે નેશડે પોઢી ગયેલા ગોવાળીયાની
ઊંઘમાં ખલેલ પહોંચી ગઈ
કાન માંડીને થંભી ગયા વાયરા
હવે ભરીને શું કરવા છે ડાયરા?
વિચારોના વાવાઝોડાને એકબાજું
ધકેલીને એનાં સુરતા ટહૂકા
સાંભળવામાં ખોવાય ગઈ
ટહૂકા કરે છે, આંબાની ડાળીયે
કુદરતને બોલાવે છે ગીરના ગાળીયે
ટહૂકા સાંભળતાં તો ધમધોર
જંગલના ઝાડવાની
ડાળીયો ડોલવાને લાગી ગઈ
ભળતા તો કાગડાની નાતમાં ભળી ગઈ
પોતાના મજબુત ઇરાદાને ટકાવી ગઈ
કાચલિયા કહે હવે કહેવાનું બાકી
શું રહ્યું છે? મધગીરને જગાડીને
પોતાના નામનો ડંકો
દુનિયામાં વગાડી ગઈ
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
જિંદગી
કેલેન્ડરના પાના ફરફરતાં રહ્યાં
ને જિંદગી એ જોતી રહી
સ ુખદુખના નેજા વાગતાં રહ્યાં
ને જિંદગી જોતી રહી
કાલે ક્યાં મુકામ હતો ને કાલે ક્યાં હશે
અરમાનોનો છુંદ્દો થતો રહ્યો
ને જિંદગી જોતી રહી
પહેલી પગથી પર ચડતાં શીખી
ને પાછું વળી જોયું તો જિંદગી હસતી રહી
જવું છે મારે છેક છેલ્લી પગથી
તે નક્કી જ છે મુકામ કરવો પડશે
'શિવા' તારે દ્વારે
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
બેઠા
તમોને પામવા માટે
અમે શું શું કરી બેઠા?
જીવન પગથાર છોડીને
મરણ-આંગણ સરી બેઠા
ખબર શું હોય દુનિયાને
તમે કેવું કરી બેઠા?
કિનારે અમને છોડીને
તમે સાગર તરી બેઠા
તમોને કોઈ વાતે પણ
અમે ભૂલી નથી શકતા
હૃદયમાંહે મિલન કેરા
પ્રસંગો ઘર કરી બેઠા
તમારી શોધમાં કાયમ
અમે ભટકી રહ્યા ઘર-ઘર
ફળી ના આશ દિલની
તો નિરાશાને વરી બેઠા
વિયોગી આંખનાં અશ્રુ
ખૂટયાં એ રીતથી જાણે
ગમન જ્યાં 'ચાંદ'નું થાતા
બધા તારા ખરી બેઠા
પ્રવીણ પોંદા (ભાવનગર)


