સ્મૃતિ
દુનિયાના રંગ રંગમાં
જોઉં તારી આ કૃતિ,
દુનિયાની રગવગમાં
નીરખુ છું તારી આકૃતિ
ભૂલાય નહીં અમૂલી,
મુજથી તારી એ સ્મૃતિ,
વિચારું છું જો ભૂલાય?
તણાય છે આ ભૃકૂટી
થાય છે મુજને સંશય
શું ક્યાંક છે કંઈક તૃટિ?
નથી તૃટિ ન તણાય ભૃકૂટી,
એવી રાખશી હું સદાય સ્મૃતિ
નિરંજન જે. શાહ 'નિર્લેપ' (ડેરોલ સ્ટેશન)
મન
કોઈપણ ના હવે
આવી રહે મારા
મનમાં,
એ પછી આવી શકો છો તમે મારા
મનમાં.
જેટલી વાર તને જોઉં છું લાગે
મારો,
ને સખી પ્રેમ નિરંતર વધે મારા
મનમાં.
લાગણીનો સથવારો સદાને જોઈએ
ગડમથલ ચાલતી રોજે હશે મારા
મનમાં.
જિંદગી સમસમી ગઈ છે તકલીફો
માં તો,
કોણ આવીને અહીંયા વસે મારા
મનમાં.
બેવફા લોકોની પાછળ ગયા છે
વર્ષોને,
મારા પર મારું જ જીવન હસે મારા
મનમાં.
સખી
દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)
'જાઉં છું'
હું પરાણે માંડ માંડ ઊભો થાઉં છું.
અને પડીને પાછો વિખરાઈ જાઉં છું
ખ્વાબને હકીકતમાં જોવા દોડું તો છું.
પણ હતાશ થઈ નાસીપાસ થઈ જાઉં છું.
એકલતાના ઓટલે બિરાજમાન હું.
મારી ઝાતને અમસ્થા ઓળખી જાઉં છું.
કંઈક મેળવી લેવાનાં સ્વપ્ન થકી
સવાર સાંજ તેમાં ગુંથાઈ જાઉં છું.
- બિલાલ કાલસર (આણંદ)
ટકોરા બારણે
કોઈ ટકોરા બારણે માર્યા કરે,
વિતેલી સૌ પળોને આમ સંચર્યા કરે,
તું ગઈ છો જ્યારથી રિસામણે,
મન મકાનું શ્વાસને હાર્યા કરે...
છે બધું જે તેજ આપેલું અહીં...
બસ બધું એકાંતને ભાળ્યા કરે...
મન વગરનાં કોઈ ઠેકાણે ફરી
તું મળ્યાની યાદ સંભાર્યા કરે
દોર જૂનો થઈ ગયો માની લીધું,
તોય તું મુજ આંગણે વર્તાયા કરે,
જોત જોતામાં વહી ગઈ જીંદગી,
તોય મને સાદ તુંજ આવ્યા કરે,
અનિલ કે. ધનગર (અશ્મિ) (ડાંગ આહવા)
મારું ગામ
સ્વર્ગથી પણ સુંદર મારું ગામ લાગે છે
સર્વ તીર્થોનું મિલન એવું ધામ લાગે છે
રાધાકૃષ્ણને તો કદી જોયા નથી આપણે
છતાં પણ ગોકુળ જેવું ગામ લાગે છે
ગુલમહોર અને વૃક્ષો
લાગે છે રળિયામણા
વિપુલ વડલાની છાયામાં આરામ લાગે છે
વૃક્ષારોપણ પર્વ હંમેશા ઉજવાય છે
વૃક્ષોનું સુંદર ભાવભર્યું જતન લાગે છે
બાળકો, યુવાનો,
વડીલો અને વૃધ્ધો
સૌનું જીવન જાણે નંદવન લાગે છે
હરગલી કે આંગણમાં સ્વચ્છતા દેખાય છે
સુંદરતાનું સોપાન એવું ધામ લાગે છે
આદર્શ શાળાના, આદર્શ શિક્ષકોના
સંસ્કાર ભરેલા શિશુનું ઉદ્યાન લાગે છે
- ભગભાઈ ભીમડા હલદર (ભરૂચ)
શું કરવી છે મારે?
વજન વગરની વાત
શું કરવી છે મારે?
સજ્જન વગરની જાત
શું કરવી છે મારે?
શક્તિ હોય તોજ સૃઝન થાય સૃષ્ટિમાં,
ભજન વગરની ભાત શું કરવી છે મારે?
મંજનને ખંજન એ તો મલકાટ છે મુખનો,
મનોરંજન વગરની રાત
શું કરવી છે મારે?
સ્વર વગરનાં શબ્દોનું
સૌદર્ય નથી છલકતું,
વ્યંજન વગરની વકાલતને
શું કરવી છે મારે?
સ્નેહ વિના સંસારમાં કેમ ચાલશે 'અમૃત'
અંજન વગરની ઔકાતને
શું કરવી છે મારે?
અમૃત શ્રીમાળી (મહેસાણા)
અઢી અક્ષરનો મહિમા
અઢી અક્ષરના અડધા
રસ્તે આવી ઊભા અમે,
બાકી રાહે સાદ પાડી સાથ દીધો તમે,
તું સરિતા હું સાગર
આજ સંગમ થયો સોદાગર
ભવભવની પ્રીત પુરાણી
આજ દિન ઊગ્યો અહોભાગી
જુગજુગના આ સ્નેહીઓની
થોડી સંભળાવું ઝાંખી
એ ભાગ્યશાળી પ્રેમીઓના
જીવનમાં મળી હતી પ્રભુપ્રસાદી
શેણી પાછળ સાદ પાડતો
છોડયો હશે જંતરવાળો વિયોગી,
શેતલના આરે આણલદેને
ઢોલરાએ દીધા હશે હોલ સોદાગર
અહીં માંગડાવાળાનું અધૂરી પ્રીતનું
ભૂત રહે ભેંહાર
અહીં હોંથલના વિરહમાં
ઝરતો હશે ઓઢો નિરાધાર
અઢી અક્ષરનો મહિમા
ભણાવી ગયા સંત કબીર
હાલો પ્રિયા સ્નેહસાગરમાં
જીવનનૈયા કરીએ પાર...
ગિરીશ મેસરિયા (ચરાડા)
સમજ જે
જિંદગીનો સરવાળો
સમજાય તો સમજ જે...
સમાવી લે સુખ દુખને
મૌનને તું સમજ જે...
કડવું મીઠું ગમતું મળે તો સમજ જે...
જીવાય જિંદગી તો સમયને સમજ જે...
વહેતો સમય ઘણું
બધું શીખવી જાય છે...
શબ્દો સમજાય તો સમજ જે...
આંખોમાં આંસુ રોકાઈ તો સમજજે...
જિંદગીને મનાવજે ફરી પ્રયત્ન કરજે...
ભરોસો રાખજે ઈશ્વર અલ્લાહ
અને ખુદાનો
ખભો આપી તને કોઈ ઊભો કરે તો
સમજ જે...
દિપક ટુંગડવાળા 'ઈશ્વર' વાગરા (ભરૂચ)
નીરખી મેં તને
દિવસના ઉજાશમાં નીરખી મેં તને,
અંધકારના આડશમાં નીરખી મેં તને,
એક બુંદ તારાં પ્રેમનું કાફી છે મને,
ઝાકળની ભીનાશમાં નીરખી મેં તને,
બંધ પોપચા તળે ઝબકે ઝલક તારી,
સપનાનાં આકાશમાં નીરખી મેં તને.
પ્રતિબિંબ તુજ હરપલ હર જગા જોઉં,
શું શૂન્યાવકાશમાં નીરખી મેં તને!
કદમ સંગ કદમ મિલાવી પૂરા દિલથી,
મુજ અનંત પ્રવાસમાં નીરખી મેં તને.
મશહૂર તેં કરી દીધોે જગમાં તેં મને,
ફૂલોની સુવાસમાં નીરખી મેં તને.
હર એક શ્વાસમાં નીરખી મેં તને,
હર એક ઉચ્છવાસમાં નીરખી મેં તને.
મીઠા છણકારામાં પણ નીરખી મેં તને,
મનામણાનાં પ્રયાસમાં
નીરખી મેં તને.
તુજ વિણ ના ગમ્યું કોઈ 'હસુ' ને
ભવ્ય એ વિનાશમાં નીરખી મેં તને.
- હસમુખ સીતાપરા, :
(ઘાટલોડીયા - અમદાવાદ)


