લીલુડી ધરતી
હે હરિ! સૃષ્ટિ બનાવી
તેં ભરી ભરી
સુખ દુ:ખનો સાથી
બનેલી અહીં શ્રધ્ધા
ફુલોની સૌમ્ય વસંત
નયને ભરી, હે હરિ!
પ્રકૃતિથી છુટો પડયો છે
અહીં માનવી
સ્વાર્થી બનીને
અટવાયો અહીં
માનવ માનવી બન્યો નથી અરે!
અફસોસ! હૃદય ધવાયું ઘડી
હે હરિ! સૃષ્ટિ બનાવી
તેં ભરી ભરી!
લીલાછમ પીપળના
આછેરા પાનમાંથી
એકલવાયુ પાન
જ્યારે પડયું ખરી
વાચા વિનાની પેલી
નાજુકડી કંપળે
હાસ્ય કર્યું છે કાંઈ
જગત ભરી
હે હરિ! સૃષ્ટિ
બનાવી તેં ભરી ભરી
મગનલાલ એચ. મોઢેરા 'મનસ્વી' (સુરત)
જે ખીલે છે એ ખરે છે
ભગવાનને પણ ના ચડયું
એ ફૂલ ખરી ગયું
વૃક્ષ આખુ રડયા કરે
રે ફૂલ મરી ગયું
વહેલી સવારે
રંગબેરંગી ખીલ્યા કરે
મોતી જેવા ઝાકળનાં
બિંદુ ઝિલ્યા કરે
શીતળ વાતા પવનને એ
સુગંધી કરી ગયું
ગુલાબ હોય કે હોય હઝારી
ગુલશનની ગયું શોભા વધારી
બાગબાનની આંખોમાં
આંસુ ભરી ગયું
જે ખીલે છે એ ખરે છે
એ વાત જગતને કરી ગયું
જે ફૂલ ખરી ગયું
રજનીકાન્ત ઓઝા (ભુજ-કચ્છ)
જીવી જાણો
જીવન જે જીવનના નિયમસર જીવે
નિરામય જીવન પ્રાપ્ત એને થશે
મુસીબતમાં મક્કમ રહે જે સદા
સફરમાં ન એને કશુંયે નડે
બુરાઈને નાથે ભલાઈથી જે
પરાજિત કરી દે એ પ્રારબ્ધને
પુરુષાર્થ જો સાચા દિલથી કરો
પુરુષાર્થ કોણે કહ્યું ના ફળે
પ્રભુને નમન ના કરો તોયે શું?
ગરીબોની જે 'ચાંદ' સેવા કરે
પ્રવીણ પોંદા 'ચાંદ' (ભાવનગર)
દરિયો દિલનો
દરિયો દિલનો ઊભરાઈ રહ્યો છે
સ્વર એનો સંભળાઈ રહ્યો છે
છીપલાં, મોતીનો છે ભંડાર એમાં
સમૃદ્ધિ જોઈને મુસકાઈ રહ્યો છે
માંછલાનું ઘર સજાવી મનોહર
લાગણીથી ધૂંધવાઈ રહ્યો છે
રેત પર આળોટી મસ્તી કરે બાળ
ચાર હાથછે તે લુટાઈ રહ્યો છે
ડો. દર્શિતા બાબુ શાહ 'સખી' (અમદાવાદ)
સંગ-દિલ સનમ!
શુષ્ક આંખોમાં કોઈ ભાવ પ્રગટતા નથી
નજર કરે છે પણ હોઠ મલકતા નથી
સદા કર્યો છે ચાતકની જેમ ઇંતજાર
વરસાવી પ્રેમની વર્ષા વરસતા નથી
સદા ઓટ રહે છે એની દિલની સરિતામાં
ભરપૂર બેય કિનારે સદા છલકા નથી
સુની પડી છે એના આંગણની ફૂલવાડી
ખીલાવી ગુલને એ કદી મહેકતા નથી
ઉરમાં એના ઇશ્કના અંકુર ફૂટતા નથી
લાગે છે હૈયામાં રામ વસતા નથી
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
આજે પણ છો
(ગઝલ)
પ્રેમમાં મળતાં હતાં
વર્ષો પહેલાં
એ મિલનની યાદો
દિલમાં આજે પણ છે
જે રસ્તે હાથમાં હાથ
લઈ ગુરજતાં હતા
એ રસ્તો મને યાદ આજે પણ છે
'પ્રેમ' કર્યો હતો તને મેં જીવથી વધારે
તારો 'પ્રેમ' પામવાની ઇચ્છા
મને આજે પણ છે
તું આ ભવે તો મને નથી મળવાનો
પણ તારો ઇન્તજાર મને આજે પણ છે
આપડી વિખરાયેલી પ્રેમની દુનિયામાં
'સ્નેહ' સજાવાની ઇચ્છા
મને આજે પણ છે
શું? હવે ફરી થશે આપડા
પ્રેમનું 'મિલન'
એની 'તડપ' દિલમાં આજે પણ છે
કર્યો હતો 'પ્રેમ'
એકબીજાને દિલોજાનથી
એ અધુરા પ્રેમની
અફસોસ મને આજે પણ છે
સુમિત્રા નાયક 'શ્યામ દિવાની' (અમદાવાદ)
શું
બારે મેઘ થઈને મારે વરસવું
ઝરમર થઈને વરસવું શું?
શ્યાહી બનીને મારે વહેલું
કાગળ કલમને લખું છે?
વેલ બનીને મારે સૂર્યને આંબવું
કદી કુંપળ બનીને ખરવું શું?
ફૂલોની ફોરમ મારે મહેકવું
કરમાઈને મારે રડવું શું?
આંખો મીંચીને નીરખવું શું
શમણું મારું ઉગે તો કરવું શું?
ધોમધખોર તડકો ઉગવું શું?
સાંજની હવામાં ટહેલવું શું?
તને મળવા મારે કરવું શું,
એક ઝલકથી મારે કરવું શું?
જયશ્રી વાઘેલા (મુંબઈ)
યાદ આવે છે
આ જીવનમાં કંઈક સાર લાગે છે
હવે તો જિંદગીમાં ફૂલ
તણો ભાર લાગે છે
અમૂલ્ય જિંદગીના
સંબંધો પામવા હવે
વિતાવી રહ્યો અમૂલ્ય
માનવ જિંદગીને
ચાલ્યા કેટલું,
કેટલું ચાલવું બાકી રહ્યું
વિતાવી જિંદગીની
યાદ કરીશું તડપવું હવે
જીવન જીવી ન શક્યો એ વાતની હાર છે
સાથ મળે ના મળે 'ઈશ' તણો
યાર લાગે છે
સુખ-દુ: 'દિલકશ' જીવન મહીં મળે હવે
જીવન જીવો એવું કે તમને યાદ અહીં કરે
દિલીપ આચાર્ય 'દિલકશ' (ભુજ-કચ્છ)
મીરાં બહાવરી
મેં તો તેરી જોગન બન ગઈ
નંદ જશોદા કે લાલારે
બિરહાકી મારી તોહે ઢૂઢન લાગી
આન મીલો બનવારી રે
કાનકુંવર સંગ રાધાગોપી
રાસ લેખન લાગી રે
મીરાં ઢૂઢે ગોકુલ ગલયનમે
બરસાના સે આઈ રે
રંગ રસીયા શ્યામ મોરારી
કદમ ડાલ પર બેઠા રે
ચીહરનકર ગોપીનકા
બાસુરી બજાને લાગા રે
'ચંદ્ર' તેરા ગોકુલ વાસી
સબકા પાલન હારારે
મીરાં બહાવરી હો ગઈ રે
કે. ડી. અમીન 'ચંદ્ર' (ગાંધીનગર)


