વાચકની કલમ : સમય .
સમય હસાવી જાય છે
સમય રડાવી જાય છે
ડહાપણ ભરેલા સૌને
સમય ભણાવી જાય છે
ધોમધખ્યા તાપમાં
સીથળતા પણ દોહ્યલી
સમય બદલાય ત્યારે
વાદળી વરસી જાય છે
જુઓ કુદરતના ક્રમને
દિવસ પછી રાત છે
સમજણ વિનાનો માનવી
એમાં અટવાય જાય છે
ભલે ભૂલો આ જગતને
સમયને ભૂલશો નહિ
કાળ બનીને આવે ત્યારે
બધું સમજાવી જાય છે
જીવનના ઉદ્યાનમાં ફૂલો
ખીલે ને કરમાય છે
વસંતવિહિાર પછી
પાનખર આવી જાય છે
આવે તે જાય છે ને
ખીલેલું કરમાય છે
આભે ચઢેલો સૂરજ પણ
સાંજે આથમી જાય છે
સંતો સમજાવે છે
સમય અતિ બળવાન છે
જે સમય સાથે જીવે છે
તે બધું સમજી જાય છે
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
ત્યાં નિસર્ગનો કોઈ કોપ નથી
કામ નથી જ્યાં ક્રોધ નથી
ત્યાં ભવભ્રમણાનો રોગ નથી
મમતા નથી જ્યાં ભોગ નથી
ત્યાં વિરહ દુ:ખનો યોગ નથી
મોહ નથી જ્યાં માયા નથી
ત્યાં દિવડે દુ:ખની છાયા નથી
હિંસા નથી જ્યાં જુંડ નથી
ત્યાં નસીબનાં કેઈ ફૂટ નથી
રાગ નથી જ્યાં દ્વેષ નથી
ત્યાં કર્મબંધન લવલેશ નથી
કંકાશ નથી જ્યાં કલેશ નથી
ત્યાં નાટકીના કોઈ વેશ નથી
આળસ નથી જ્યાં પ્રમાદ નથી
ત્યાં જીવન પણ બરબાદ નથી
અનીતિને અનાચાર નથી
ત્યાં કર્મોનો કોઈ ભાર નથી
રંકજનોને જ્યાં તાપ નથી
ત્યાં ભગ્ન હૈયાના શ્રાપ નથી
જીવનમાં જ્યાં પાપ નથી
ત્યાં દિલે કોઈ સંતાપ નથી
'લઘુગોવિંદ' જ્યાં લોભ નથી
ત્યાં મનમાં કોઈ ક્ષોભ નથી
શીલનો જ્યાં કોઈ લોપ નથી
ત્યાં નિસર્ગનો કોઈ કોપ નથી
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
આદત
રોજ વાતો કરવાની આદત પડી છે
દિલ ખુશીથી ભરવાની આદત પડી છે
હમસફર સાથે જગતને જોવાની
ચારેબાજુ ફરવાની આદત પડી છે
યાદ જૂનના સ્મરણોની આવે ને
વારેવારે રડવાની આદત પડી છે
ફોટાઓ નીહાળતાં એકાંતમાં જો
ભૂતકાળે સરવાની આદત પડી છે
એક પળ જોવા સજનને મનભરી
છાપરાં પર ચડવાની આદત પડી છે
દર્સિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)
સ્નેહનો શણગાર
ખબર છે કે હવે
વિરાની રહી નથી
હૈયામાં હેતની
વસંત પાંગરી છે
ઇંતજારી હવે
થઈ ગઈ ખતમ
આગમનની ઘડીને
સ્નેહથી શણગારી છે
હજુ પણ ઉઠતી નથી
જુકી પલકો
સમજાતું નથી કે
શું મજબૂરી છે
નજીક આવતા
ઉઠતાં નથી કદમ
છે સાવ સમીપ તોય
એટલી કેમ છે?
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
મારા ભાવને સમજજે
પ્રેમના વહેણે
વહેતી સરિતા
એ સરિતાના વહેણે
રહેતી અધુરી કવિતા
બસ ખૂટે છે અઢી અક્ષર
એમ તો...
જિંદગીનો શબ્દકોષ સમૃધ્ધ છે
સંબંધ પ્રેમ તો શબ્દમાત્ર છે
સમજણ પણ શબ્દ માત્ર છે
એ હોય કે ન હોય અર્થસભર છે
એ અર્થ સમજવા તું સક્ષમ છે
પણ...
જિંદગી વહેતી નથી ગબડે છે
પ્રેમભાવ લાગણી
આ બધા શબ્દો જ છે
જો સમજી જશે તું અર્થ એનો તો
જીવને હરક્ષણ વસંત છે
બસ...
બે હાથ જોડી વિનંતી છે
મારા 'ભાવ' શબ્દને સમજજે હવે
'મીત' (સુરત)
ક્યારેક તો મળી લઈએ
(ગઝલ)
સમય કાઢીને ક્યારેક તો મળી લઈએ
રહી આજે તો અધુરી હળીમળી લઈએ
બહું અડચણ હો ખતરો રહે ખરેટાણે
દિમાગે રાખી આવી શકે ફરી લઈએ
મથામણ કરવી આવે સદાય મારગમાં
દિલે હેરાની હમણાં સૂચવી લઈએ
અગર સંગાથે જીવનભરે હજી લાયક
થતી રાજી તો અત્યારે જ સાચવી લઈએ
વરસતો 'સાવન' સાથે પવન ખુશી કેવી
નવો અવસર માની હવે ભળી લઈએ
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
ના હોમો
ફૂલથી પણ નાજુક છીએ અમે
દિલ અમારું તમે ના તોડો
જુદાઈની આગમાં ના હોમો
કાચ જેવા પારદર્શક છીએ અમે
અબોલાના કંકરથી ના તોડો
નફરતની આગમાં ના હોમો
તમારા રુપમાં
પાગલ છીએ અમે
અમારા ભોળપણનો લાભ ના લો
દીવાનાપણાની
આગમાં ના હોમો
પ્રીતની વડવાઈએ ઝુલ્યા 'તાં આપણે
સાથ સાથની કસમો
ખાઈ હતી આપણે
ચાલો સાથ આવી ગેર
સમજની આગ ઠારીએ
પ્રફુલ્લ ર. શાહ (મુંબઈ)
ઇંતઝાર
ચાંદએ સમેટી એની ચાંદની
છતા ન આવ્યા તમે
મંદ થયો તારાનો પ્રકાશ
ન આવ્યા તમે
ગાઢ તિમિરને ભેદી
આવ્યું પ્રકાશનું કિરણ
ન આવ્યા તમે
અંગડાઈ લઈ ફરી જાગૃત
થઈ ધધરતી ન આવ્યા તમે
પુષ્પ ચમકે છે
ઝાકળ બિંદુઓથી
નયન સજળ છે આંસુઓથી
પક્ષીઓનો કલરવ છે વૃક્ષ-વૃક્ષ પર
શૂન્યવકાસ છવાયો છે
દિલો-દિમાગ પર
ઇંતઝારની ઘડી પણ
કેવી નિરાળી છે
વિરહની વેદનામાં પણ
અનોખી તડપ છે
અર્પણ-સમર્પણની
સમાંતર કડી છે
ભાગ્ય-દુર્ભાગ્યની
મીઠી મૂંઝવણ છે
મારા એકાંતની હંસી
ઉડાવે છે સાગરના મોજા
એના ઘૂઘવાટમાં સંભળાય
છે ઉપહાસના પડઘા
ધરતી, આકાશના મિલનનો
ખોટો ભ્રમ પેદા કરે છે ક્ષિતિજ
મંદ હવા અને શાંત નિસર્ગ
કહે છે તમે નહીં આવો હરગીઝ
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)