કોઈ નમણી સાંજ
વગડામાં ઝુલતી નાજુક કળી
વાયરો વાયો મધ-મધ સઘળે
ડુંગરાની ઢાળે વાંસળીના સૂર,
ડોલતી વ્હાલમાં નમણી લતા,
કલરવ કરતા મોર-મેના,
પતંગિયા ઊડતા ફરે ઉપવન,
ભર બપોરે સઘળું શાન્ત,
મધ-મધતો મારો વડલો ખાસ,
દૂર ત્યાં ખેતરના ખોળ લે,
ધીમે પગલે ચાલતી નમણી નાર,
ગવન સંકોરતી સ્મિત વેરતી,
બાંધ્યો હીચકો આંબાને ડાળ,
ગીત અમે ગાયા ઊરના,
નમણી વેળના ઢળતી સાંજના,
ધીમા પગલાંનો પગરવ કાનમાં,
ચર્કાર નજરૂ મારી થાય અધીર,
કોઈ નમણી સાંજના ધબકાર
વિસ્તરતા ગયા શ્વાસના સથવારે,
- ચૌધરી નારસિંગ આર : (સુરત)
એ યાદ છે કે તને
મળતી હતી મંદીરે એ યાદ છે ને તને
ત્યાંય તને પ્રેમ જ કરતો
એ યાદ છે ને તને
ભગવાનથી વધુૂ માની તને
એ યાદ તને છે તને
સાક્ષીએ રાખી ભૂલી ગઈ હવે
એ યાદ છે ને તને
તુ મળી જશે એમ કરી જાઉં છું હજી
એ મળવાની જગ્યા મંદીરે
એ યાદ કરાવું છું તને
મળી જાય જો તું હવે મંદીરે તો
ત્યાં.... પ્રાર્થના કરી શકે કે પ્રેમ કરીશ.
ચાલ એજ વાત
ભગવાનને પૂછી લેજે....!
'મીત' : (સુરત)
છો એવા ને એવા
મળ્યા છો આટલા વરસે તોય
હજુ છો એવા ને એવા
ઢળતી ઉંમરે છે તોય
હજુ છો પ્રેમ કરવા જેવા
અવિશ્વાસ રાખવાનું
કોઈ કારણ નથી
આમ તમે ક્યાં છો
કોઈ વહેમ કરવા જેવા?
હજુ પણ છે નયનો સનમ !
એવા જ નશીલા આપના
હતા પહેલા એવા જ
ઈશ્કનો જામ ભરવા જેવા
કદમ મુક્યાને મહેકી ઉઠયો
ઊજડ અમારો બાગે-દિલ
થયું અમને છો તમે
વસંતનું નામ જોડવા જેવા
ખબર અમને છે કે સિતમ
સાવ નિર્દોષ ભાવ કરે છે
એટલે તો લગતા નથી
કોઈ ઈલ્ઝામ મૂકવા જેવા
- મણીલાલ ડી. રૂધાણી : (રાણાવાવ)
વિરહની વેદના
જે મહેંકતા હતાં પ્રભાતે
ડાળી ઉપર લટકતાં
સંધ્યાએ શું આઘાત દીધો
કરમાય ને નીચે ખર્યાં.
કોણ કોનો દોષ કાઢે જગત
આખું છે એક ભ્રમ,
સૌ પોતાના સ્વાર્થ માટે
બંધાય છે એક બીજા સંગ
સંગના રંગમાં જ છૂપાય
રહ્યો છે એક ભ્રમ
ભ્રમ નહીં હોત તો ભંગ ક્યાં
આવતે આપણી સંગ,
રૂપાળા રૂપ છુપાવી
મુખ બેવફાઈ ના બૂરખા સંગ
હસીને નજીક આવી કસીને
મારે કેટલા ડંખ
સંભાળી લો હવે દિલની
દોલત લૂંટાવી શીદને દો,
અહીં પગલે પગલે
વિખેરાઈ ગયા કંટકના ડંખ
કરામત બધી ઈશ્વર તારી કરી દે
એ બધી બંધ,
નીચે નજર કર બેહાલ બની
સૂતા ભગ્ન ધૂળ સંગ.
- ઈશ્વર અંચેલીકર : (સુરત)
રસ્તો
યુગાથી અહિયા અડીખમ
ઉભો છે રસ્તો
સૌના સહાયક અને
દિશા સૂચક છે રસ્તો
હોય ભલે વાંકો ચૂકો, લાંબો કે
ખરબચડો છતાં સૌના જીવનમાં
ઉપયોગી છે રસ્તો....
ઘણાં દુખો જોયા, અનહદ વજન ઝીલ્યો
પરમાર્થ માટે ભાંગીને
તૂટી જાય છે રસ્તો....
ભૂલા પડેલા ઘણા અટવાયા છે
આમતેમ
અજાણ્યા પથિકનો
શુભદર્શક છે રસ્તો...
કોઈકનો વિસામો,
મુકામ અને રોજીરોટી
સફળતાના શિખરે
પહોંચાડે છે રસ્તો....
પા પા પગલી ભરી,
ખૂબ દોડયા યુવાનીમાં
હવે ઘડપણમાં સરલ
દેખાય છે રસ્તો.....
જીવન વીતી ગયું એના
પર ચાલતા ચાલતા
અંતે અવલ મંજિલે
લઈ જાય છે રસ્તો....
- ભગુભાઈ ભીમડા : (હલદર-ભરુચ)
આંખો
હૈયાની પ્રવેશદ્વાર આંખો
કરે પ્રેમનો સંચાર આંખો
આંખોને પાશમાં વળે આંખો
દુ:ખની વર્ષાથી વળે આંખો
કોઈ સાથે ત્યારે લડે આંખો
સુખમાં આનંદી થાય આંખો
હાસ્યથી છલકાય આંખો
'લઘુગોવિંદ' તારણ આંખો
તો કદી બને મારણ આંખો
- લઘુગોવિંદ : (કલ્યાણ)
કરેલા પરોપકારની યાદગાર કહાણી
શેલ નદીના ખળખળ વહેતા પાણી
ડીટલા ગામને સંભળાવે છે
અમરમાને મણી બાપાએ
કરેલા પરોપકારની
એક યાદગાર કહાણી
દાદીમા યશોદા મૈયા બની, ગઈ, તી
દાદાજી નંદરાજા બની ગયા,તા
કનૈયાને વ્હાલપ્રેમ ગોકુળમાં
મળતા તા એ ....જ વ્હાલ પ્રેમ
પોતાના જ, ભાણીયાને પાથરીને
કેવા લખતા ગયા અંજળપાણી
પરોઢીયું પડે ને પ્રા.
શાળાનું પગથિયું ચડાવતા
રોજ કાળી પાટીમાં ક કો ઘુટાવતા
નિસ્વાર્થ ભાવે ભવિષ્યનું
ભાથુ બંધાવીને જિંદગીમાં
મળેલી તકની ઘરડા ઘડપણે
કરી ગયા એક મોટી લહાણી
ઝાલરું ના રણકારમાં
કનૈયાના દર્શન કરાવતા,
નગારાની રમઝટમાં
રામનામની તાળી પડાવતા
વરસો ગયા ને વ્હાણા વાય ગયા.
હજીયે દાદા દાદીનો
યાદ અપાવતા અપાવતા
વહેતા જાય છે શેલ નદીના પાણી
ભલે ને એનો ઈતિહાસ બોલ કે
ના બોલે? મારી કવિતાની કડીયો
બોલે છે, કાઠીયાવાડની કોડીલો
ધરતી પર ડીટલા ગામના રહીશો
કદીયે નહિ ભુલે અમરમા ને
મણીબાયા ની યાદગાર કહાણી.
- નવીનચંદ્ર રતિલાલ કાચલિયા : (નવસારી)


