વસંત ખીલી
ખીલી આવી વનેવન વસંત-બહાર
ફુલડાં ખીલતાં કેવા રંગીન બેશુમાર
લાલ, લીલા, પીળા, શ્વેત ને વળી જાંબી
કુદરતે જાણે ઓઢી, ફૂલો કેરી કામળી
લાલો ખેલે ફૂલફાગ ને
થાતો ઉત્સવ ભારી
લાકડી લઈ ગોપો આવે
ગોપીની ન ફાવે કારી
વ્રજમાં ગોપીઓ ગાતી
આવે અંગે-અંગ હોરી
ખેલ મચે ભારી
ગોપો જોડાતા સંગગ
વસંત સમેટાશે ને
ગ્રીષ્મ દેશે દસ્તક
ઋતુક્રના રચયિતાને
ઝુકતું આ મસ્તક
તુષાર દેસાઈ 'સ્વયં' (અમદાવાદ)
હસતો ચહેરો
ઘરમાં બધાની ચિંતા કરવામાં
ખુદ થાકી જાય છે. ઘરમાં બધાનું ધ્યાન
રાખવામાં ખુદને ભૂલી જાય છે
ઘરમાં ખુદની કદર થતી નથી
ઢસરડા કરે જાય છે
ઘરમાં પ્રેમ, શાંતિ ના મળે
પછી એ બહાર ફરે છે.
જિંદગીમાં ઋણાનુબંધ હોય
એનો મેળાપ થાય છે
સમ દુ:ખીયા વાતો કરે પછી
ભાર હળવો થાય છે
તારો હસતો ચહેરો જોઈને
મને ખુશી મળે છે. હૈયેથી હૈયુ મળે પછી
મળવાનું થાય છે
મળીએ ત્યારે દિલથી અંગત વાતો કરે છે
કદર તારી કરું છું મને દિલથી તું સાચવે છે
તું ખુશીથી આકાશને ગમતું આપે છે
મળ્યો છે સાથ તારો મોજથી જીવાય છે
કિરણભાઈ આર પંચાલ (વડોદરા)
કર્મને આધીન
કર્મને આધિન જીવનમાં
ઘણાં બદલાવ આવે છે
ગરીબીમાં છે મજબુરી
પરેશાની જ લાવે છે
જીવનમાં એમ સમજે છે
અમીરી કેમ ના આવી
ન દેશો દોષ માનવનો
કરમની એ કઠીનાઈ છે
ભલે આનંદ જીવનમાં
ફકીરી પ્યારી લાગે છે
ફકીરી મલે આનંદ
નથી આનંદ અઝારીમાં
જગતારણ ધર્યો તે દેહ
સેવા કર ગરીબીની
નિરાશાથી ન ગભરાશો
સમય ચાલ્યો જશે દુ:ખનો
ભરોસો રાખ ઈશ્વરનો
કરૂણામય કૃપા કરશે
એ. જી. ચૌહાણ (નડીયાદ)
તારી રાહ..!
હું તારા આવવાની રાહ
જોયે રાખું ક્યાં સુધી..?
બનાવી ફૂલનાં રસ્તા..
સજાવી રાખું ક્યાં સુધી..?
વિચારો ખૂબ આવ્યા છે
તમારા હર-ઘડી હર પળ
મિનારા આશનાં સજ્જડ
ચણાવી રાખું ક્યાં સુધી?
અહીં હૂં રોજ ઊભો છું
તમારા આગમન માટે
કિનારે રોજ લંગારી
જહાજો રાખું ક્યાં સુધી?
લખેલી આપની કવિતા
થઈ ગઈ બધી કંઠસ્થ
તૂટેલા કાચનાં દિલને
સંભાળી રાખું ક્યાં સુધી?
અનિલ કે. ધનગર 'અશ્મિ' (ડાંગ)
કાંટાને લાગ્યાં કાંટા
કાંટાને લાગ્યાં કાંટા
ફુલ્લો હસીને થાક્યા
મધમધતી રેલાતી ફોરમ
વાય છે શીત મિઠી લહેર
રંગ બે રંગી પતંગીયાને મધુમક્ષીકા
પુષ્પ પરાગ મોજથી લુંટતી
ફળ મીઠા ડાળે ડાળે ઝુલતાં
મધપુડાં સહદના ફેલાતા
તરુવરના ઉરોદા ઊભરાતા
છલકાતી વસંત જોબન વાપરો વીંજતી
ખરતાં શુશ્કપર્ણો ભલી પાનખર
નવોદીત પર્ણકુમળી મંઝરી ખીલતી
ગોપાલ 'ક્ષણભંગુર' (વસઈ-મુંબઈ)
અહીં
ઉગતા સુરજને સૌ
પૂજે છે અહીં
ડુબતા સુરજનો ભાવ
કોણ પૂછે છે અહીં
ધનવાનોની ખબર
પૂછવાવાળા હજારો છે અહીં
નિર્ધનની નિર્ધનતાનો
ભાવ કોણ પૂછે છે અહીં
પથ્થરની મૂર્તિઓને
છપ્પન ભોગ ધરાવાય છે અહીં
કરોડો ભુખ્યાજનોના પેટનો
ભાવ કોણ પૂછે છે અહીં
બંગલાવાસી પાખંડી મહારાજાને
સૌ નમે છે અહીં
સાચા સંતની ઝૂંપડીનો
ભાવ કોણ પૂછે છે અહીં
દુર્જનની દુર્જનતા સામે
સૌ ઝુકે છે અહીં
સજ્જનની સજ્જનતાનો ભાવ
કોણ પૂછે છે અહીં
ઢોંગી ભક્તોની ભક્તિને
સૌ માન આપે છે અહીં
સાચા ભક્તોની ભક્તિનો
ભાવ કોણ પૂછે છે અહીં
પ્રવીણ રાજપોપટ 'પરાગ' (બિલાસપુર)
ભારતમાતાની વિવિધતા
ભવ્ય મા ભારતીને હું
સપૂત ગર્વથી પુજું
એક છાબમાં જેમ દ્રાક્ષ,
સફરજન, કેળાં સાથે કેરી
વિવિધ વેશ, ભાષા,
રિવાજે સહુ પાડે ભાત અનેરી
ભાતીગળ આબોહવા અહીં
લેહમાં બરફ છાયો
કચ્છથી બંગાળ ત્રણ બાજુ
ઘૂઘવતો સાગર લહેરાયો
કાશ્મીરે લાલ સફરજન
ને ગોવામાં થાય કાજુ
કચ્છે ખાઓ ખારેક,
દક્ષિણે નારિયેળ પીવો તાજું
આંદામાન દરિયા વચ્ચે
જાણે વાછડું ગાયને ધાવે
ઉત્તર પૂર્વે આસામ મેઘાલય
પહાડ જંગલો બતાવે
કચ્છનું રણ સફેદ યાદર
તો રાજસ્થાને પીળું
પંજાબ ખેતર ઘઉંનું
તો કેરાલા આખું લીલું
ગંગા, યમુનાનો વિપુલ
જલરાથી લહેરાવે નીલો સાળુ
વહે નર્મદા મધ્ય સોંસરી
વીંધી ઘોર જંગલ હરિયાળું
વાઘ વસે મધ્ય પ્રદેશે સોરઠે
સાવજ ડણક દેતા
કર્ણાટક કેરાલે મદમાતા હાથી
આસામે ગેંડા રહેતા
બંગાળી મીઠું બોલતા ને
જોશે આગળ થાતા
ગરવા ગુજરાતી સાહસે
બને વિશ્વ માંધાતા
બની આ ભાત રંગબેરંગી દેશની
હું એમાં એક મોતી
પામી વિસ્મય દુનિયા
આ મહાન દેશને જોતી
સુનીલ અંજારીયા (અમદાવાદ)
એક અશ્ક હમે ખાક કર રહા થા
રોયે જરૂર પર અશ્ક બહાયા નહીં
કિસી ને પુછા નહીં
તો હમને ભી બતાયા નહીં
યે વો હી અશ્ક થા જો હમે ખાક કર રહા થા
જીસ ને હર પલ કો જલાયા
ફિર કભી બુજાયા નહીં
ધીરે ધીરે દિલ ટુટે હુંએ કાચ કે
ટુકડો મેં બદલને લગા મૈંને અપને અક્સ કો
ઈસ લીએ ગલે લગાયા નહીં
એક શખ્સ મરહમ બનને કી તાક મેં થા
પર હમને ભરે હુંએ ઘાવ
પર ફીર જખ્મ લગાયા નહીં
વાકીફ નહીં થી દુનિયા હમારે એક ઔર ચહેરે સે એક હી ચહેરા રખ્ખા, ઉસ પર
દુસરા ચહેરા લગાયા નહીં
નગ્મે કી તરંગ પર જી રહે થે જિંદગી
જિસે સીર્ફ ગમ ને ગાયા
પર સુકુનને ગુનગુનાયા નહીં
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ'
(નવા વાડજ)


