કહી દઈશ તો ઘણું છે
સમુદ્રની આશા નથી
નદી આપીશ તો ઘણું છે
ગણિતના દાખલાનો ઉકેલ નહીં પણ
સરવાળો કરી દઈશ તો ઘણું છે
ગુજરાતીમાં કવિતા નહીં પણ
એક છંદ કહીશ તો ઘણું છે
કેટલો પ્રેમ છે તને મારા
માટે ના કહીશ પણ
તને મારી જરુર છે
એટલું કહીશ તો ઘણું છે
મારી સામે નજરથી
નજર ના મીલાવ પણ
નજરમાં રાખીશ તો ઘણું છે
દરેક ધબકારામાં ના રાખે
કો કંઈ નહીં પણ
શ્વાસમાં રાખે તો ઘણું છે
ધરતી આકાશ જેટલો પ્રેમ
ના હોય તો કંઈ નહીં પણ
ક્ષિતિજ બતાવી દે તો ઘણું છે
નથી બનવું રાધા કે
રુક્ષ્મણી પણ હું તારો શ્યામ છું
કહી દે તો ઘણું છે
કોઈ પ્રેમ ભરી વાત
જાહેરમાં નહીં તો
ખાનગીમાં કહીશ તો ઘણું છે
નથી ઇચ્છા તારી સાથે
આકાશમાં ઉડવાની પણ
જમીનમાં હાથમાં હાથ
લઈ ચાલીશ તો ઘણું છે
નથી મળતા શબ્દો
તને કહેવા માટે
આટલું કહ્યા પછી પણ
મારા શબ્દોને ગોઠવીને
સમજી લઈશ તો ઘણું છે
મૃણાલ રાવ 'જીગર' (અમદાવાદ)
પથ્થરો તરતાં રહ્યાં
દિલથી અમે નામ
રામનું રટતાં રહ્યાં
ફૂલો ડૂબી ગયાં
ને પથ્થરો તરતાં રહ્યાં
યાદ એની વાત તો
લાખો પત્રો લખી દીધાં
એ હસીને ભૂલી ગયાં
ને અમે રડતાં રહ્યાં
દિલ પીગળશે કોક દિ
એવી આશામાં હતાં
ઘાવ ઉપર ઘાવની ભેટ
એ ધરતાં રહ્યાં
આશનો સમંદર બહુ
ગહેરો હોય છે
એ વિચારે નાનકડી
નદીમાં તરતાં રહ્યાં
પ્રેમ એનો પામવાને
ભેટ ફૂલોની દીધી
તે છતાં ઉપહારમાં
એકંટકો ધરતાં રહ્યાં
આવશે એ કોક દિ
મારા આંગણે
એ આશમાં હજીયે
અમે જીવતાં રહ્યાં
બરબાદીના ઢેર આવે
છે તો ચોતરફથી
એથી બહારોમાંય
પઅમો ખરતાં રહ્યાં
યોગેશ આર. જોશી (હાલોલ)
એક અનોખો સંબંધ
દુનિયામાં બહુ બધા સંબંધો છે
પણ આ સંબંધ તો અનોખો છો
ના એ કોઈની સમજમાં છે
ના તો સમજાવવાની કોશિશ છે
જુદા રહીને પણ સાથે છે
દૂરથી પણ યાદ કરવાની ખુશી છે
ના એવી કોઈ મળવાની જીદ છે
ના તો પ્રેમને પામવાની કોશિશ છે
અલગ જ પ્રકારનો પ્રેમ છે
જે ના બધાના નસીબમાં છે
બસ આમ જ પ્રેમ કરતાં રહીશું
મનથી એકબીજાના બનીને રહીશું
પિન્કી પરીખ (અમદાવાદ)
પલકારો
લઈ ક્યાં જશે એ તો ખુદા જાણે
અહીં કસ્તી તણાઈ છે
તોફાનના ઈશારે
સીતમગરના સીતમની
વાત ન પુછો શહેર પૂરું ખાલી જાય
એની એક લટારે
જીગર સામે કોઈએ
નજર સુદ્ધા ન કરી
દિવસો સુધી બેઠો
રહ્યો નગરની બજારે
સાથ દેતા શ્વાસો પણ
રહ્યા નહીં સાથે ખત્મ થઈ ગઈ જિંદગી
એક આંખના પલકારે
અહીં ગુલો લઈને ધરવા
તો ઘણા આવે છે
કોઈ ફરકતું નથી
બસ અમારી મઝારે
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
આકર્ષણ
સરખું સરખાને આકર્ષે
એ દુનિયાનો નિયમ છે
કિનારો દરિયાને આકર્ષે
તરંગ કિનારે પછડાય છે
સૂર્ય પૃથ્વીને આકર્ષે
પૃથ્વી યુગોથી ચકરાય છે
સરિતાને સમુદ્રનું આકર્ષણ
નદી સદા રહે દોડતી
દીલને થાય.. પ્રેમનું આકર્ષણ
એને કઈ ગણવી ગતિ?
એ ખરેખર.. ગતિ નહીં
પણ છે હેરાનગતિ..!!
જેમાં મન પછડાય
ચકરાય.. તોય..
હર પ્રેમી દીલને ખપે
માત્ર પ્રેમની શરણાગતિ..!!
મીના પરમાર 'મીની મીરા' (રાજકોટ)
શહેરની માયાજાળ
શહેરની સડકો પર
લારી-ગલ્લા રાજ
ખાણી-પીણીના મેળાવડા
ને દિવસ-રાત
ટ્રાફિકના જામમાં
અટવાયા વાહનો
હોર્નના ઘોંઘાટે
ગૂૂંગળાય માનવીઓ
આ ગીચતા વચ્ચે ફૂલે છે
ભ્રષ્ટાચાર કેરી ડાળ
કાયદાની આંખે પાટ ને
સત્તાનો જોરદાર પ્રચાર
નાના માણસની વાત
ત્યાં ક્યાં કોઈ સાંભળે?
હાથ લાંબો કરો ને
કામ તુરત પાર ઊતરે
આ વિકાસની દોડમાં
સભ્યતા મૂંઝાય
પ્રશ્ન એ જ છે
ક્યારે આ બોજ ઊતરી જાય?
વાડોલીયા પ્રફુલ (સુરત)
જિંદગી
કદીક સુકાઈ જાય છે
કદી છલકાઈ જાય છે જિંદગી
કદીક કંટકોથી તો કદી
ફૂલોથી છવાઈ જાય છે જિંદગી
કદીક દિવસ દુ:ખોવાળા
કદી સુખોના સરવાળા
કદીક તિમિર કાળા
કદી અજવાળી
થઈ જાય છે જિંદગી
કદીક જીવતરના
મળે નહિ તાળા
કદી સંબંધો લાગે બહુ રૂપાળા
કદીક ધગધકા ઉનાળા
કદી હેમાળો
થઈ જાય છે જિંદગી
કદીક મન ભરે ઉચાળા
કદી બુદ્ધિ મારે તાળા
કદી સંસાર સાગરમાં
અટવાઈ જાય છે જિંદગી
કદીક ભૂત કાળે
કદી વર્તમાને
કદી ભવિષ્યના વિચારે
ઘેરાઈ જાય છે જિંદી
'મનુ' એવું માને
કદી ના વિસારે
'શિવ'ના સહારે જીવાઈ
જાય છે જિંદગી
મનોહરસિંહ એ. જાડેજા
(મોઢેરા-સૂર્યમંદિર)
'પ્રેમ'
ઘણી ઉર્મિઓને સાથે લેતું
ઝરણું વહેતું જાય છે નથી ખબર માનવને
તે ક્યાં જઈને રોકાય છે
બાળપણમાં આ ઝરણાને
મમતા નામ અપાય છે
મમતા ઝરણું મોટું થઈ
કિલ્લોલ કરીને ગાય છે
ત્યારે તેના અમી, નેંણોની
વાટેથી છલકાય છે
ત્યારે આ ઊર્મિની સ્પંદનને
પ્રેમ કહેવાય છે શક્તિ અપરંપાર
પ્રેમમાં પ્રેમથી સઘળું થાય છે
પ્રેમને વશ થઈને હરિ
ભક્તને દ્વારે જાય છે
આ એ પાશ છે જેમાં
જગત આખું બંધાય છે
આ એજ પ્રેમ છે પરિમલ
જેનો ચારેમેર ફેલાય છે
પ્રેમ પંથથી વેરીઓને
વેર પણ વિસરાય છે
આ એ આયુધ છે
જે કદી ના ખાલી જાય છે
પ્રેમ પ્રેમ છે, પ્રેમ સર્વસ્વ
પ્રભુનું વરદાન છે
પ્રેમથી આ દુનિયા છે
એ જીવનનું અભિધાન છે
પ્રેમ નથી ત્યાં બધું હોય
પણ ખાલી જ વર્તાય છે
પરેશ જગદીશચંદ્ર ભટ્ટ (આણંદ)


